દેશમાં ઘણા બધા પૌરાણિક મંદિરો આવેલા છે, આથી દરેક મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે દુરદુરથી ભક્તો આવતા હોય છે અને શ્રદ્ધા રાખતા હોય છે એટલે ભગવાન બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. તેવું જ આ મંદિર રાજસ્થાનના જાલોર જિલ્લામાં સુંધા માતાનું મંદિર આવેલું છે. આ સુંધા માતાના મંદિરમાં માતા ચામુંડા સાક્ષાત બિરાજમાન જોવા મળે છે.

આ સુંધામાતાના મંદિરમાં માતા ચામુંડાના દર્શન કરવા માટે રોપ વેની પણ સુવિધા કરવામાં આવી છે એટલે દરેક ભક્તો માતાજીના દર્શન કરી શકે. એટલા માટેજ આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો માતા ચામુંડાના દર્શન કરવા માટે આવતા હોય છે દૂર દૂર થી. આ મંદિરના ઇતિહાસ વિષે જાણવામાં આવે તો આ સુંધા માતાનું મંદિર લગભગ નવસો વર્ષ જૂનું માનવામાં આવે છે.

આ સુંધા માતાનું મંદિર સફેદ પથ્થર માંથી બનાવવામાં આવ્યું છે. અને આ મંદિરના પરિસરમાં ત્રણ લેખો આવેલા છે. તે લેખોમાં મંદિરના ઇતિહાસ વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અને આ સુંધા માતાના મંદિરની સ્થાપના જાલોરના વ્યક્તિઓની મદદથી કરવામાં આવી હતી, તેથી આ મંદિરમાં બધા શ્રદ્ધારુઓ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે.

આથી સુંધા માતાના દર્શન કરવા માટે ગુજરાત, રાજસ્થાન અને ભારતના ઘણા બધા રાજ્યોમાંથી પ્રવાસીઓ માતા ચામુંડાના દર્શન કરવા આવતા હોય છે. અને અહીંના લોકો માતાજીને તેમની કુળદેવી તરીકે પણ પૂજતા હોય છે આથી આ મંદિરમાં માતાજીના દર્શન માત્રથી જ બધા દુઃખો દૂર થતા હોય છે અને જીવનમાં માતાજી સુખ અને સમૃદ્ધિ ભરતા હોય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube