Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal : રવિવારે આ રાશિના જાતકોને મળશે સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

ટૈરો રાશિફળ : રવિવારે આ રાશિના જાતકોને મળશે સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

મેષ – તમારા માટે તમારા ઘરના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આજનો દિવસ છે. તમારા પારિવારિક જીવનમાં કેટલીક બાબતોના કારણે હોબાળો થવાના સંકેત મળી રહ્યા છે. જો કે તે તમારા માટે હાનિકારક નહીં હોય. કામ અને પારિવારિક જીવન વચ્ચે સંઘર્ષ થશે. યોજના પ્રમાણે જ બધું થાય તેવી અપેક્ષા રાખશો નહીં. આજે કોઈ મહત્વની બાબતે નિર્ણય લેશો નહીં

વૃષભ – આજનો દિવસ તમારા માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે. તમારા કામમાં સતત ધ્યાન અને એકાગ્રતા જાળવવા સલાહ આપવામાં આવે છે. તમારે કેટલીક બાબતો પર સતત દેખરેખ રાખવી પડી શકે છે. તેના કારણે કેટલાક રોજિંદા કાર્યો પર પણ અસર થઈ શકે છે. જો તમે લાંબા સમયથી તણાવમાં છો અથવા અસ્વસ્થ છો તો તેના વિશે સંબંધિત લોકો સાથે વાત કરી મન હળવું કરી શકશો.

મિથુન – આજનો દિવસ તમારા માટે અપેક્ષાઓ અને સકારાત્મક ઊર્જાથી ભરેલો હોઈ શકે છે. આજનો દિવસ તમારા માટે ખૂબ મૈત્રીપૂર્ણ અને આરામદાયક હોવાનું જણાય છે. આજે તમે આખો દિવસ સરસ મૂડમાં રહેશો. દિનચર્યા ઠીક રહેશે અને તમે આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરશો. સામાજિક બાબતોમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે.

કર્ક – તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈ હાંસલ કરવાની તક મેળવશો. તમે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ઈચ્છા આજે પૂરી થશે. જે લોકો રોકાણ કરવામાં રસ ધરાવે છે તેમના માટે આજે જોખમ લેવાનો દિવસ છે. કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે તમારે બધા કામ જાતે કરવાના છે.

સિંહ – આજે તમે તમારી જાતને એક અલગ પરિસ્થિતિમાં મુકાયેલી પામશો. તમે તમારા આસપાસના વાતાવરણથી પણ થોડી અસ્વસ્થતા અનુભવી શકો છો. પરંતુ આ સમયે ધૈર્યથી કામ કરવાની સલાહ આપવામાં આવે છે. તમે મહેનત કરી રહ્યા છો તેના પ્રમાણમાં તમને ઓછું ફળ મળે છે તેમ અનુભવશો. નવી જવાબદારી મળશે જે તમને ભવિષ્યમાં લાભ કરશે.

કન્યા – આજે તમારા લક્ષ્ય અને જીવનની મહત્વાકાંક્ષાઓની સમીક્ષા કરવાનો સમય છે. દિવસ તમારા માટે ખૂબ રસપ્રદ અને સફળ બની શકે છે. તમારા માટે સમય અનુકૂળ અને આરામદાયક રહેશે. આજનો દિવસ તમારા માટે દરેક રીતે અનુકૂળ છે. તમારી આસપાસના લોકો પણ તમારી સાથે ખૂબ જ સરળતાથી વર્તન કરશે.

તુલા – આજે તમારાથી થોડી ભુલો થઈ શકે છે. તમારા ખોટા નિર્ણયો અથવા વર્તનથી વસ્તુઓ વધુ ખરાબ થઈ શકે છે. તેથી જરૂરી છે કે તમે તમારા નિર્ણયોની સમીક્ષા કરો. તમે તમારા ઘર અને ઓફિસ માટે વસ્તુઓ ખરીદી શકો છો. દિવસ તમારા માટે સારો રહેશે. તમને કેટલીક સારી તકો મળી શકે છે.

વૃશ્ચિક – આજનો દિવસ તમારા માટે ઉત્તમ અને સફળ દિવસ બની શકે છે. કેટલાક કામની સ્થિતિમાં તમે જવાબદારીઓથી છૂટકારો મેળવી શકો છો. તમે તમારા શોખને પૂરા કરવા અથવા કુટુંબ સાથે સમય પસાર કરી શકશો. તમે દિવસને ખૂબ આનંદથી પસાર કરશો. તમને પ્રિય હોય તેવી કેટલીક વસ્તુઓ બની શકે છે. તેનો લાભ લેવો.

ધન – આજનો દિવસ તમારા માટે તણાવ અને જવાબદારીઓથી ભરેલો હોઈ શકે છે. તમારે આજે કોઈ મહત્વના નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. તમારે ઘર અને ઓફિસ બંનેમાં એક સાથે કામ કરવું પડી શકે છે. તમારે તમારી છબી સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

મકર – આજનો દિવસ કારકિર્દીની દ્રષ્ટિએ આગળ વધવાનો દિવસ બની શકે છે. જો કે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ સારો સમય નથી. અન્ય લોકો તમારા મંતવ્યો અથવા અધિકારોને પડકાર શકે છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ અથવા અધિકારી તમારા મંતવ્યોનો વિરોધ કરી શકે છે.

કુંભ – આજનો દિવસ તમારા માટે કુટુંબ અને કામકાજમાં કેટલીક સમસ્યા લાવનાર સાબિત થશે. તમારા પરિવારના સભ્યો અથવા પ્રિયજનો તમારી પાસેથી વધુ સમય માંગી શકે છે, પરંતુ તમારા પર વધારે કામ કરવાનું દબાણ પણ આવી શકે છે. થાક અને તાણને લીધે તમને કામ કરવાનું મન થશે નહીં. જો શક્ય હોય તો કામને ટાળવાને બદલે તેને જવાબદારી સાથે પૂર્ણ કરો.

મીન – આજનો દિવસ કલ્પનામાં રાચવા માટેનો છે. તમે તમારા માટે ઘણી યોજનાઓ બનાવશો. કારકિર્દી અને કુટુંબ બંનેને સાથે રાખવાના વિચારો તમારા મગજમાં આવી શકે છે. તમે તમારા માટે કોઈ કામ કરવાનું વિચારશો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ગ્રહોને સંબંધો સાથે છે આટલું મોટુ કનેક્શન, તમારા માટે જાણવું છે ખૂબ જરૂરી નહિં તો અંતે પસ્તાશો

Nikitmaniya

Rashifal:- જાણો આજે ધનતેરસ ના દિવસે તમારો દિવસ કેવો રહેશે, આ રાશી ઓ માટે છે સારા સમાચાર…

Nikitmaniya

Rashifal:- 16.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

Nikitmaniya