મિત્રો, જ્યારે તમને શ્વાસ સાથે જોરથી અવાજ તેમજ કંપન આવે છે, ત્યારે તેને નાકોરા કહે છે. શ્વાસ અંદર લેતી વેળાએ નાકોરા આવે છે. નાક અથવા મુખમાંથી નાકોરાનો અવાજ આવી શકે છે. તેને અવગણવું યોગ્ય નથી. શરીરમાં પાણીની અછત હોવાથી પણ નાકોરા નું આવવાનું કારણ હોય છે. એટલે પાણીનું સેવન દિવસ દરમિયાન વધુમાં વધુ કરો. નાકોરા ને દુર કરવા માટે ઊંઘતા સમયે મગજમાં કોઈ વિચાર ન રાખો અને મનને શાંત રાખો. તેનાથી ખર્રાટા લેવાની ટેવ ઓછી થઇ જશે.
નાકોરાની સમસ્યા માથી છૂટકારો મેળવવા ના ઉપાય :
સરસવનું તેલ અને લસણ :
નાકોરા ની સમસ્યા થી છુટકારો મેળવવા માટે લસણ ની બે ચાર કળીઓ લઇ અને તેમાં સરસોનું તેલ નાખીને પછી તેને નવશેકા કરો. હવે તે તેલને ઊંઘતા પૂર્વે છાતી ઉપર માલીશ કરો. નાકોરા ની સમસ્યા ને દુર કરવા માટે રાત્રે ઊંઘતા પૂર્વે નવશેકા પાણી જરૂર પીવો. તેનાથી નાકોરા બોલવાની સમસ્યા દુર થઇ જશે. ઊંઘતા પૂર્વે એક ચમચી મધનું સેવન કરો. તેનાથી તમને નાકોરા બોલવાની સમસ્યા માંથી છુટકારો મળશે.
નવશેકા પાણીના કોગળા :
નાક સાફ ન હોવાથી અને સોજો હોવાને લીધે પણ નાકોરાની સમસ્યા થાય છે. આવામાં નાકની સમય સમય પર સફાઈ કરો. નાકોરા બોલવા ની સમસ્યા ને દુર કરવા માટે રાત્રિના સમયે નમકવાળા હળવા નવશેકા પાણીથી કોગળા કરો. તેનાથી નાકોરા બોલવા ની સમસ્યા દુર થશે.
ગાયનું શુદ્ધ ઘી:
ઘી થોડુંક નવશેકા કરો અને ડ્રોપર ની મદદ થી એક એક ટીપું નાક માં નાખો. તેનાથી નાકોરા બોલવા ની સમસ્યા દુર થશે. ધૂમ્રપાન કરનારા વ્યક્તિઓને નાકોરાની સમસ્યા વધુ હોય છે તો સારા સ્વાસ્થ્ય અને નાકોરાથી છુટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવુ છોડી દો. યોગાસન કરવાથે શ્વાસ નળી ઠીક રહે છે અને ફેફ્સામાં ઓક્સીજન પર્યાપ્ત માત્રામાં પહોંચે છે જેનાથી નાકોરા દૂર થાય છે.
રોજ પ્રાણાયામ કરવા:
નાકોરા બોલાવવાની સમસ્યાને ખતમ કરવા માટે નિયમિત રીતે પ્રાણાયામ કરવું જોઈએ. પદ્માસન કે સુખાસનમાં બેસીને, આંખો બંદ કરીને ઉંડા શ્વાસ લેવા અને બહાર કાઢવા. આનાથી ફેફસાથી લઈ શ્વાસનળી સુધીની કસરત થઈ જાય છે. સૂતા પહેલાં આ રીતે કરવાથી ઝડપથી ફાયદો થાય છે અને ધીરે ધીરે નાકોરાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
ડાબા પડખે ઊંઘવુ તથા પ્રાણાયામ:
નાકોરા આવવાની સમસ્યાનુ એક કારણ વધતુ વજન છે. તેથી તમારા વજનને કંટ્રોલ કરો. આયુર્વેદ એવું કહે છે કે ડાબી બાજુ પડખું કરીને સૂવાથી નાકોરા ઓછા બોલે છે. સિંહગર્જન આસનથી પણ નાકોરા બંધ કરી શકાય છે. જેમાં તમે ઘૂંટણ પર બેસી જાવ. બંને હાથને પગની વચ્ચે સીધા રાખો. તમે ઇચ્છો તો સુખાસનમાં પણ બેસી શકો છો. હવે મોને બંધ કરી ઊંડો શ્વાસ લો અનો છોડો જેટલી શક્ય બને તેટલી જીભ બહાર કાઢો. નાકોરાની સમસ્યા માટે બેસ્ટ છે.
અનુલોમ વિલોમ પ્રાણાયમ કરવાથી પણ નાકોરામાં આરામ મળે છે. સૌથી પહેલા તમે સુખાસનમાં બેસી જાવ. નાકને એક બાજુને દબાવવુ. બીજી બાજુથી શ્વાસ લો, ફરી બીજી બાજુ નાકને દબાવવુ, પહેલી બાજુથી શ્વાસ લો, આ પ્રક્રિયા પાંચથી દસ મિનિટ કરવાથી નાકોરામાં ફાયદો થાય છે. દરરોજ ઓછામાં ઓછુ પાંચથી દસ મિનિટ જોગિંગ કરવાનું શરૂ કરો. જો તમે મોઢું બંધ રાખીને સ્થળ ઉપર જ જોગીંગ કરતા હોવ તો તેનાથી પણ નાકનાં બંધ માર્ગ ખુલશે.
નાકોરાનું ચોક્કસ કારણ જાણવા માટે દર્દીનું વજન, થાઇરોઇડના ટેસ્ટ તથા સાઇનસની સમસ્યા માટે એક્સ-રે કે સીટીસ્કેન કરાવવામાં આવે છે. આખી રાત્રિ નાકોરા બોલાવતા વ્યક્તિઓના રક્તમાં ગઠ્ઠા જામવાની શક્યતા બમણી થઇ જાય છે. ઉપરાંત નાકોરા બોલાવતા વ્યક્તિઓમાં હૃદયરોગ થવાની શક્યતા પણ ૮૦% જેટલી વધી જાય છે.
સવારે ઉઠવાનો અને રાત્રે સુવાનો ટાઈમ સુનિશ્ચિત કરો. રાત્રે સુવાના કલાક પૂર્વે મોબાઈલ, ટીવી, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી દૂર રહો. બેડરૂમનું વાતાવરણ સ્વસ્છ અને શાંતિમય હોવું જોઈએ. રાત્રિ ભોજન અને સુવાના ટાઈમમાં ઓછામાં ઓછો બે કલાકનો ટાઈમ રહેવો જોઈએ. નાના બાળકોને ઓછામાં ઓછી દસ કલાકની ઉંઘ લેવી જોઈએ. સૌથી પ્રાથમિક ઈલાજ નિયમિત કસરત તથા વજન ઘટાડવું છે. નાકોરા બોલવા સારી ઉંઘની નિશાની નથી, એક રોગ છે..!!!!
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.