3 જુલાઈ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આ રાશિના લોકોને વિનંતી છે કે આજે બહારની ગતિવિધિઓને ટાળીને ઘરમાં જ પોતાના નાણાકીય કાર્યો પૂર્ણ કરે. તમારા બધા કાર્યો આજે પૂર્ણ થશે. ઘરે રહેવાથી તમે થોડો સમય મિત્રો તથા પરિવારના લોકો સાથે પણ વિતાવી શકશો.

નેગેટિવઃ– કોઇ અજાણ્યા વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો અને તમની વાતોમાં આવવું તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. પારિવારિક ગતિવિધિઓમાં પણ સહયોગ કરવાની જરૂરિયાત છે. બાળકોની સમસ્યાઓને સમજવા અને તેનો ઉકેલ મેળવવામાં પણ સમય પસાર થશે.

વ્યવસાયઃ– વર્તમાનમા જે વેપાર ચાલી રહ્યો છે તેના ઉપર ધ્યાન આપો.

લવઃ– લગ્નસંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– જો તમે સ્થાન પરિવર્તનને લગતી યોજના બનાવી રહ્યા છો તો કોઈની સલાહથી તમારી યોજનાની શરૂઆત કરો. બાળકો તરફથી પણ કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ– ક્યારેક વધારે વિચારવાના કારણે તણાવમાં આવવું તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. પોતાને વ્યસ્ત રાખો. કોઇ અજાણ વ્યક્તિને રૂપિયા ઉધાર આપશો નહીં. કેમ કે પાછા આવવાની શક્યતા નથી.

વ્યવસાયઃ– વેપારમાં કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો

લવઃ– જીવનસાથી સાથે સંબંધોમા સુધાર લાવવા માટે એકબીજાનો સહયોગ અને તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ– વાસી અને તળેલુ ભોજન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજકાલ તમે ભાવનાઓથી અલગ તમારા દરેક કાર્યને વ્યવહારિક રીતે પૂર્ણ કરી રહ્યા છો. જેથી તમને કોઈપણ નિર્ણય લેવામાં સુવિધા રહેશે. આજે તમારા કાર્યોમાં કોઇની મદદ લેવાની જગ્યાએ જાતે જ તેને પૂર્ણ કરશો તો સારું રહેશે,

નેગેટિવઃ– જો કોઈ યાત્રાને લગતો પ્રોગ્રામ બની રહ્યો છે તો હાલ તેને ટાળવો યોગ્ય રહેશે. તણાવને હાવી થવા દેશો નહીં, તેના કારણે કાર્ય ક્ષમતામા ઘટાડો આવી શકે છે. જોકે, પરિસ્થિતિઓ ધીમે-ધીમે અનુકૂળ પણ થઈ જશે.

વ્યવસાયઃ– આજનો દિવસ મોટાભાગે વ્યવસાયિક ક્ષેત્રમાં જ પસાર થશે.

લવઃ– ઘર-પરિવારની વ્યવસ્થાને યોગ્ય અને સુખમય જાળવી રાખવી યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ– આજનું ગોચર તમારા પક્ષમાં છે. સમયનો ભરપૂર લાભ ઉઠાવો. આર્થિક મામલાઓને પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. થોડો સમય ધાર્મિક કાર્યોને લગતી ચેરિટીમાં પણ પસાર થઈ શકે છે. તેનાથી તમને આત્મિક સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ– ક્યારેક આળસના કારણે તમે થોડી સફળતા ગુમાવી શકો છો. જેથી તમારી આર્થિક સ્થિતિમાં પણ નુકસાન થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. તમારી નકારાત્મક ખામીઓમાં સુધાર લાવવો ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ– વેપારમાં આજે માર્કેટિંગને લગતા કાર્યોને આજે વધારે મહત્ત્વ આપો.

લવઃ– લગ્ન તથા પ્રેમ સંબંધ બંનેમાં સંબંધોને મધુર જાળવી રાખવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ– જીવનસાથી સાથે સંબંધ મધુર જાળવી રાખવા માટે થોડા મનોરંજનને લગતા પ્રોગ્રામ બનાવો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે તમે તમારા કોઇ કામને કરતા પહેલાં તેના પોઝિટિવ અને નકારાત્મક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો. તેનાથી તમને યોગ્ય પરિણામ મળી શકે છે. આજે અન્ય લોકોની જગ્યાએ તમે તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપશો

નેગેટિવઃ– જો કોઈ પ્રોપર્ટીને લગતી લેવડ-દેવડ ચાલી રહી છે, તો તેના ઉપર વધારે આશા કર્યા વિના તરત જ નિર્ણય લેવો યોગ્ય રહેશે. ઈગો અને અતિ આત્મવિશઅવાસ નુકસાનદાયી રહી શકે છે.બાળકોની સમસ્યાઓ ઉપર પણ વધારે ધ્યાન આપો તો સારું રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં થોડા ફેરફાર કરવાથી કામમાં સુધાર આવી શકે છે.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તમારે ઘરની વ્યવસ્થામાં ધ્યાન આપવું પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– જો તમને વારસાગત કોઇ તકલીફ છે તો બેદરકારી ન કરો.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– તમે થોડા સમયથી ખૂબ જ સહજ અને આરામદાયક રીતે દિનચર્યા પસાર કરી રહ્યા હતાં. પરંતુ આજે તમારે અન્યની અપેક્ષાએ પોતાના નિર્ણય લેવાની જરૂરિયાત છે. કોઈપણ ફોનકોલને ઇગ્નોર કરશો નહીં.

નેગેટિવઃ– કોઇ મિત્ર કે સંબંધીનું પોતાના વચનથી હટી જવું તમને ચિંતા આપી શકે છે. કેમ કે, તેના કારણે તમારી થોડી યોજનાઓ વચ્ચે જ અટકી શકે છે. આત્મવિશ્વાસ જાળવી રાખો તથા પોતાના નિર્ણય જાતે જ લેવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોને કોઇ પ્રોજેક્ટને લઇને કોઈ યાત્રાને લગતો ઓર્ડર મળી શકે છે.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– આજનો દિવસ ઘર-પરિવાર તથા બાળકો સાથે પસાર કરવાનો છે. ઓનલાઇન શોપિંગમાં પણ સુખમય સમય પસાર થશે. છેલ્લાં થોડા સમયથી જે ખાસ કાર્યમા વિઘ્ન આવી રહ્યા હતાં, આજે તેને પૂર્ણ કરવાની શક્યતા છે.

નેગેટિવઃ– થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી આલોચના અને નિંદા કરી શકે છે. તેનાથી તમારું કોઈપણ નુકસાન થશે નહીં. જોકે, સાવધાન રહેવાની શક્યતા છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમા સુધાર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારી પરેશાનીઓને કોઈ નજીકના સંબંધીઓ સામે જાહેર કરો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– તમારા વ્યક્તિગત મામલાઓ ગુપ્ત રીતે પૂર્ણ કરવાથી સફળતા મળી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી દુવિધા અને બેચેની પણ દૂર થશે. વડીલોની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું તમારા માટે ઉન્નતિના નવા માર્ગ ખોલશે.

નેગેટિવઃ– તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ સાચવીને રાખો. અન્ય લોકો ઉપર નિર્ભર ન રહો. ઘરના સમારકામ કે દેખરેખને લગતા કાર્યોમાં વધારે ખર્ચ થઈ શકે છે. જેની અસર તમારા સુકૂન અને ઊંઘ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક લોકો સાથે ચાલી રહેલી પ્રતિસ્પર્ધામાં વિજય તમારી નિશ્ચિત રહેશે.

લવઃ– બાળકોના કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો પોતાની જીવનશૈલી અને ખાનપાનને વ્યવસ્થિત રાખે

——————————–

ધનઃ

પોઝિટિવઃ– થોડા ખાસ લોકો સાથે લાભદાયક સંપર્ક બનશે. જેથી તમારી વિચારશૈલીમાં પણ નવીનતા આવશે. તમારું તમારા કામ પ્રત્યે વધારે ગંભીર અને જાગરૂત રહેવું લાભદાયક સ્થિતિઓનું નિર્માણ કરશે.

નેગેટિવઃ– શોપિંગ અને મનોરંજનને લગતા કાર્યોમાં ખર્ચ કરતા પહેલાં તમારા બજેટનું પણ ધ્યાન રાખવું. તમારી વ્યક્તિગત યોજનાઓને અન્ય લોકો સામે જાહેર ન કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય જ રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોમાં લગ્નમાં પરિણિત રહેવા હેતુ પારિવારિક મંજૂરી મળી જશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– તમારો વિનમ્ર સ્વભાવ લોકો વચ્ચે વખાણવા લાયક રહેશે. તમને તમારા સંપર્કો દ્વારા થોડો ફાયદો થઇ શકે છે. ઘણાં સમય પછી ઘરમાં કોઇ નજીકના લોકો આવવાથી ચહેલપહેલ રહી શકે છે.

નેગેટિવઃ– કોઇ વિરોધીના કારણે તમે કોઇ મુશ્કેલીમા ફસાઇ શકો છો. જેના કારણે કોઈ આરોપ તમારા ઉપર લાગી શકે છે. બાળકોને લગતી કોઇ સમસ્યાનું કોઇ અનુભવી વ્યક્તિની સલાહથી સમાધાન મળી જશે.

વ્યવસાયઃ– વેપારમાં કોઈ નવી જવાબદારી તમારા ઉપર આવી શકે છે.

લવઃ– જીવનસાથી સાથે સુખમય સંબંધ જળવાયેલાં રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– કામ વધારે રહેવા છતાં તમે સંબંધીઓ તથા મિત્રો સાથે સંબંધમા મધુરતા જાળવી રાખશો. કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમારા વ્યવહારમા પણ પોઝિટિવિટી આવી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીઓનું પણ સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ– વધારે વાક્પટુ હોવાના કારણે તમારા મોંઢામાથી થોડી નકારાત્મક વાતો બોલાઈ શકે છે. આજે કોઇ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા આવી શકશે નહીં. તમે તમારા ઘરની ગતિવિધિઓમાં જ સમય પસાર કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં આજે તમને ઇચ્છિત પરિણામ મળી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– જો નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમે દરેક મુશ્કેલ કામને આજે પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. વાતચીતના માધ્યમથી અનેક મામલાઓનો ઉકેલ અને સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ– કોઈ જગ્યાએથી કોઇ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. આ સમયે બિનજરૂરી ખર્ચ અટકાવો તો સારું રહેશે. ક્યારેક મન પ્રમાણે કામ ન બનવાથી તમે અસહજ અનુભવ કરી શકો છો.

વ્યવસાયઃ– વેપારમાં જે કાર્ય માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તે કાર્ય સિદ્ધિ કોઇ વ્યક્તિની મદદથી થઈ શકે છે.

લવઃ– ઘરના સભ્યો સાથે મળીને નિર્ણય લેવાથી સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube