સુગર સ્ટૉક્સ(Sugar Stocks)માં રોકાણ કરનાર લોકોને છેલ્લા 1-2 મહિનામાં 100%થી વધારે ફાયદો મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં આ સ્ટૉક્સમાં 52 ટકા સુધી વળતર મળવાની સંભાવના છે.

નવી દિલ્હી: જો તમે શેરબજાર (Share Market)થી મોટી કમાણી કરવા માંગો છો તે સુગર સ્ટૉક્સમાં પૈસા લગાવી શકો છો. શુક્રવારે અનેક સુગર સ્ટૉક્સ (Sugar Stocks)માં અપર સર્કિટ લાગી હતી. સુગર ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી મહિનાઓમાં ખાંડની કિંમત (Sugar Price)માં 36-37 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સુગર સ્ટૉક્સમાં રોકાણ કરનાર લોકોને છેલ્લા 1-2 મહિનામાં 100%થી વધારે ફાયદો મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં આ સ્ટૉક્સમાં 52 ટકા સુધી વળતર મળવાની સંભાવના છે.
ચાર મહિનામાં ચાર ગણી તેજી આવી

Sugar Stoke

ઘરેલૂ બ્રોકરેજ પેઢી આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ (ICICI Securities) તરફથી એક રિપોર્ટમાં આ ક્ષેત્રમાં સકારાત્મક વલણ હોવાનું કહેવાયું છે. સુગર સ્ટૉક્સમાં 2-4 ગણી તેજી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે સુગર સ્ટૉક્સ પર એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં છ કંપનીને સામેલ કરવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે બલરામપુર સુગરનો ભાવ હાલ 344 રૂપિયા છે. આ શેર 515 રૂપિયા સુધી જઈ શકે છે. તેમાં 52 ટકા સુધી વળતર મળી શકે છે. ડાલમિયા ભારતના શેરની કિંમત હાલ 467 રૂપિયા છે અને તે 650 સુધી જઈ શકે છે. આનો મતલબ એવો કે તેમાં તમને 42 ટકા વળતર મળે છે. જ્યારે ત્રિવેણી એન્જિનીયરિંગના શેરનો ભાવ 199 રૂપિયા છે. આગામી મહિના તે 270 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે આ શેરમાં તમને 38 ટકા વળતર મળી શકે છે.

શેરની કિંમત વધવાનું કારણ

નિષ્ણાતોનું માનીએ તો સુગર સ્ટૉક્સમાં તેજીનું કારણ માળખાકીય વિકાસ છે. આવું એ માટે થયું છે કે કારણ કે સરકારે એથેનૉલ બ્લેન્ડિંગ કાર્યક્રમ તેજીથી લાગૂ કર્યો છે. આથી બ્રોકરેજ હાઉસનું માનવું છે કે સુગર ઉદ્યોગ દર વર્ષે 60 લાખ ટનથી વધારે ખાંડનું નિર્માણ કરી શકે છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આનાથી કંપનીઓની આવકમાં વધારો થશે

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube