સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને મોટા સમાચાર, 60 કરોડના ખર્ચે 1.25 કિ.મી. લાંબી રોપ-વે બનશે

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે, રોપ-વેનંુ આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ. ૬૨ કરોડના ખર્ચે પેસેન્જર રોપ વે બનાવવામાં આવનાર છે. ૧.૨૫ કિલોમીટર લંબાઇના આ રોપ-વેના કામનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૩૧ ઓક્ટોબરે કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રૂ. ૬૨ કરોડના ખર્ચે પેસેન્જર રોપ વે સુવિધા પીપીપી મોડલથી શરૂ થનાર છે. જે બાબતે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સરદાર સરોવર નર્મદા ડેમ નજીક આવેલી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વસ્તરીય આકર્ષણો બનાવવામાં આવ્યા છે. જેથી ભારતીય તેમજ વિદેશથી આવતા ટુરીસ્ટને આકર્ષિ શકાય. જેમાં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, જંગલ સફરી પાર્ક, કેકટર્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, બટર ફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા નર્સરી સહિત આકર્ષણોનો સમાવેશ થાય છે. ત્યારે હવે, આગામી તા. ૩૧મી ઓક્ટોબરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી પ્લેનની પણ શરૂઆત થનાર છે. જેની સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧.૨૫ કિલોમીટર લાંબા પેસેન્જર રોપ-વેનંુ પણ ખાતમુર્હત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

રૂ. ૬૨ કરોડના ખર્ચે બનનાર ૧.૨૫ કિ.મીના પેસેન્જર રોપ-વે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહત્વનું પૂર્ણ આકર્ષણ બની રહેશે. જેમાં ૮.૩૫ મીટર ઊંચા કુલ પાંચ ટાવર્સ પર રોપ-વે બનાવવામાં આવશે. ૧૨ જેટલા કેબીન હશે, જેમાં પૂરતી સુરક્ષા સાથે પ્રવાસીઓ બેસી શકશે. લગભગ સવા ચાર મિનિટની એક વન વે ટ્રીપ થશે. જે એજન્સીને પેસેન્જર રોપ-વેનું કામ મળશે તેને જ ઓપરેશન એને મેઈન્ટેનન્સનું ૩૦ વર્ષનું કામ પણ આપવામાં આવશે. ૧.૨૫ કિલોમીટર લંબાઈના પેસેન્જર રોપ-વેનું કામ ૨૪ મહિનામાં પુરુ કરવાનું રહેશે. કામપૂર્ણ થયા બાદ તેને ખુલ્લુ મુકાયા બાદ તેની અંદાજિત ટીકીટ રૂ. ૭૦ રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પેસેન્જ રોપ-વે સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે વિધ્યાચલ તેમજ સાતપુડાની પહાડી ઓને જોડશે. નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા નદી, સફારી પાર્ક, કેકટર્સ ગાર્ડન, ફલાવર ઓફ વેલી વિગેરેને ઉપર જોવાનો લ્હાવો પ્રવાસીઓ રોપ-વેમાં બેસી મેળવી શકશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube