હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે ટી-૨૦ નું સમાપન થયું છે. ત્યારબાદ હવે બંને ટીમો વન-ડે સિરીઝમાં આમને-સામને છે. હાલમાં જ બંને ટીમોની વચ્ચે એક વન-ડે મેચ રમવામાં આવી હતી, જેમાં વેસ્ટ ઇન્ડીઝે જીત પ્રાપ્ત કરી હતી. ૩ મેચની વન-ડે સિરીઝમાં હવે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧-૦ થી આગળ છે. સિરીઝના પહેલા મુકાબલાની ચર્ચા સૌથી વધારે શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકાનાં ચર્ચિત અને વિવાદિત રૂપથી આઉટ થવાને લઈને થઈ રહી છે.
t20 match
હકીકતમાં આ મેચ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાનુષ્કા ગુનાથિલકા ને વિવાદિત રીતે આઉટ આપવામાં આવેલ છે. દાનુષ્કા ગુનાથિલકાને આઉટ આપવા પર દરેક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તેને લઈને ક્રિકેટની દુનિયામાં પણ એક ચર્ચા છવાયેલી છે. ઘણા લોકો દાનુષ્કા ગુનાથિલકા નાં પક્ષમાં ઉતરી આવ્યા છે, તો વળી ઘણા લોકોએ પોલાર્ડનાં અપીલ કરવાના નિર્ણયની પણ આલોચના કરી હતી.
જણાવી દઈએ કે પોલાર્ડ પોતાની ઓવર કરી રહ્યા હતા અને સ્ટ્રાઇક પર દાનુષ્કા ગુનાથિલકા હતા. પોલાર્ડનાં બોલને દાનુષ્કા ગુનાથિલકાએ રમ્યો અને તેઓ રન લેવા માટે થોડા આગળ આવ્યા, ત્યારે નોન સ્ટ્રાઈકર પર ઉભેલા બેટ્સમેને તેમને રન લેવાથી મનાઈ કરી દીધી હતી. તેવામાં અનુષ્કા પરત ક્રિઝ પર જવા લાગ્યા, ત્યારે પોલાર્ડ બોલ લેવા માટે દોડી પડ્યા હતા. જોકે બોલ શ્રીલંકાના બેટ્સમેનનાં પગમાં ફસાઈ ગયો અને મામલો ગૂંચવાઈ ગયો હતો. તેમાં પોલાર્ડ નારાજ થઈ ગયા અને અમ્પાયરની સામે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
પોલાર્ડે અમ્પાયરને અપીલ કર્યા બાદ મામલો થર્ડ અમ્પાયર પાસે ચાલ્યો ગયો હતો અને થોડા સમય બાદ દાનુષ્કા ગુનાથિલકાને રન આઉટ આપવામાં આવેલ. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે દાનુષ્કા ગુનાથિલકાની કોઈ ભૂલ હતી નહીં, પરંતુ તેમ છતાં પણ તેમણે પોતાની વિકેટ ગુમાવી પડી હતી. આ અજીબોગરીબ આઉટના નિર્ણય પર ખૂબ જ હંગામો થઈ રહ્યો છે.
This rare dismissal has sparked outrage. Surely it wasn’t deliberate! 😳😳
MORE: https://t.co/roxIfLJm8E
🎥@windiescricket pic.twitter.com/CRcYmk2l08
— Fox Cricket (@FoxCricket) March 11, 2021
દાનુષ્કા ગુનાથિલકા પર લાગ્યો આરોપ
wicket
દાનુષ્કા ગુનાથિલકા પર આરોપ લાગ્યો હતો કે તેમણે આઉટ ન થઈ જાય એટલા માટે જાણી જોઈને બોલને રોક્યો હતો, પરંતુ વીડિયોમાં એવું કંઈ પણ નજર આવી રહ્યું ન હતું પરંતુ અમ્પાયરે દાનુષ્કા ગુનાથિલકાને Obstructing the field (ફિલ્ડીંગ માં ખલેલ પાડવા) માટે આઉટ આપ્યો હતો.
પોલાર્ડ ની ઝાટકણી કરી રહ્યા છે લોકો
Srilanka macth wicket
બીજી તરફ દાનુષ્કા ગુનાથિલકાનાં વિવાદિત આઉટ પર લોકો વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ ની ખૂબ જ ઝાટકણી કરી રહ્યા છે. ઘણા લોકોએ દાનુષ્કા ગુનાથિલકાને આઉટ આપવાની બાબતમાં અપીલ કરવા પર પોલાર્ડની આલોચના કરી છે. કારણ કે પોલાર્ડ દ્વારા અમ્પાયરને Obstructing the field ની ફરિયાદ કર્યા બાદ જ દાનુષ્કા ગુનાથિલકાને આઉટ આપવામાં આવ્યો હતો. લોકો પોલાર્ડની આ હરકતથી નાખુશ છે અને તેના પર સવાલો ઉભા કરી રહ્યા છે. લોકોને પોલાર્ડનું આ પ્રકારથી અપીલ કરવું પસંદ આવ્યું નહીં.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.