સોની એક્સ્પીરિયા પ્રો-I લોન્ચ થઈ ગયો છે. આ સોનીનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન છે, તેમાં ફેસ ડિટેક્શન ઓટોફોકસની સાથે 1 ઈંચનું એક્સમોર RS CMOS સેન્સર આપ્યું છે. સોની એક્સપીરિયા પ્રો-Iમાં આઈ ઇમેજિંગ માટે આપ્યું છે. આ ફોન સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે, તેની સાથે 12GB રેમ મળે છે. સોનીએ ફોન સાથે એક વ્લોગ મોનિટર પણ રજૂ કર્યું છે, તે સોની એક્સપીરિયા પ્રો-Iની એક્સેસરિઝ તરીકે કામ કરે છે.
સોની એક્સ્પીરિયા પ્રો-Iની કિંમત
આ સ્માર્ટફોનની કિંમત $1,799.99 (આશરે 1.3 લાખ રૂપિયા) છે. સોની વ્લોગ મોનિટરની કિંમત 15 હજાર રૂપિયા છે. ડિસેમ્બરથી સોની એક્સપીરિયા સ્માર્ટફોન અને વ્લોગ મોનિટર ઓફિશિયલ રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. એક્સપીરિયા પ્રો-Iમાં સિંગલ ફ્રોસ્ટેડ કલર મળશે.
સોની એક્સ્પીરિયા પ્રો-I લોન્ચ:ફોટોગ્રાફી એક્સપીરિયન્સ વધારવા માટે 1 ઇંચનું સેન્સર મળશે, માત્ર 30 મિનિટમાં 50% ચાર્જિંગ થઈ જશે
3 મિનિટ પહેલા
સ્માર્ટફોનમાં 12GB રેમ મળશે
સોની એક્સ્પીરિયા પ્રો-I લોન્ચ થઈ ગયો છે. આ સોનીનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન છે, તેમાં ફેસ ડિટેક્શન ઓટોફોકસની સાથે 1 ઈંચનું એક્સમોર RS CMOS સેન્સર આપ્યું છે. સોની એક્સપીરિયા પ્રો-Iમાં આઈ ઇમેજિંગ માટે આપ્યું છે. આ ફોન સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે, તેની સાથે 12GB રેમ મળે છે. સોનીએ ફોન સાથે એક વ્લોગ મોનિટર પણ રજૂ કર્યું છે, તે સોની એક્સપીરિયા પ્રો-Iની એક્સેસરિઝ તરીકે કામ કરે છે.
સોની એક્સ્પીરિયા પ્રો-Iની કિંમત
આ સ્માર્ટફોનની કિંમત $1,799.99 (આશરે 1.3 લાખ રૂપિયા) છે. સોની વ્લોગ મોનિટરની કિંમત 15 હજાર રૂપિયા છે. ડિસેમ્બરથી સોની એક્સપીરિયા સ્માર્ટફોન અને વ્લોગ મોનિટર ઓફિશિયલ રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. એક્સપીરિયા પ્રો-Iમાં સિંગલ ફ્રોસ્ટેડ કલર મળશે.
સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન અને ફીચર્સ
સોની એક્સ્પીરિયા પ્રો-I ફોન એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે. તેમાં 6.5 ઇંચની 4K HDR (3840×1644 પિક્સલ) OLED ડિસ્પ્લે છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટ્સ અવેલેબલ છે. ફોનની બેક પેનલ પર ગોરિલ્લા ગ્લાસ 6 પ્રોટેક્શન મળશે.
ફોનની બેટરી 4,500mAhની છે, તે 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીએ દાવો કર્યો કે, 30 મિનિટમાં ફોનની બેટરી 50% સુધી ચાર્જ થઈ જાય છે. IPX5 અને IPX8 વોટર રેઝિસ્ટન્સ અને ડસ્ટ રેઝિસ્ટન્ટ માટે IP6X રેટિંગ છે. ફોનનું ડાયમેંશન 166x72x8.9mm અને વજન 211 ગ્રામ છે.
ફોટોગ્રાફી અને વીડિયો માટે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં રિઅર કેમેરા 12MP+12MP+12MP અને ફ્રન્ટ કેમેરા 8MPનો આપ્યો છે.
સોનીનો નવો સ્માર્ટફોન 4K રેઝોલ્યુશન અને 120 ફ્રેમ પ્રતિ સેકન્ડ પર 21:9 વીડિયો ફોર્મેટમાં વીડિયો રેકોર્ડ કરે છે. આ એક સિનેમેટોગ્રાફી પ્રો મોડથી સજ્જ છે, જેમાં યુઝર્સને ઘણા બધા સેટિંગ્સ એડજસ્ટ કરવાની પરવાનગી મળે છે. સોનીનું વ્લોગ મોનિટર એક સેકન્ડરી ડિસ્પ્લે તરીકે કામ કરે છે.તેમાં બિલ્ટ-ઈન સ્પીકર માટે ડોલ્બી એટમોસ ફીચર આપ્યું છે, કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, WiFi 6, ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈની સાથે 2.4GHz અને 5GHz બેન્ડ, બ્લૂટૂથ v5.2, NFC, USB ટાઈપ-C પોર્ટ સામેલ છે.
સોની એક્સપીરિયા પ્રો-Iમાં 512GB સુધીનું UFS સ્ટોરેજ છે. માઈક્રો SD કાર્ડ દ્વારા તે 1 TB સુધી વધારી શકાય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.