મિર્ઝાપુર 2 વેબ સિરિઝ રિલિઝ થતાં જ ફરી એકવાર તેના કલાકારો તેમજ તેના ડાયલોગ સોશિયલ મિડિયા પર છવાઈ ગયા છે. મિર્ઝાપુર સિરિઝની પ્રથમ કડીને ભારે લોકપ્રિયતા મળી હતી અને હવે ફરી એકવાર લોકો સિઝન ટુ પાછળ ઘેલા થયા છે. અને સોશિયલ મિડિયા યુઝર્સ આ સિરિઝના ડાયલોગ્સના મિમ્સ બનાવીને તરખાટ મચાવી રહ્યા છે.

મિર્ઝાપુરની પ્રથમ સિઝનને ભારે લોકપ્રિયતા મળી હતી અને તેના ડાયલોગ્સ પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા અને ત્યાર બાદ તેના પરથી જ બનાવવામાં આવેલા મિમ્સ પણ ખૂબ વાયરલ થયા હતા અને અત્યાર સુધી મીમ્સ રસિયાઓ તેનો જ ઉપયોગ કરી રહ્યા હતા પણ હવે લોકોને મિર્ઝાપુર 2ના આવવાથી મીમ્સનો નવો મસાલો મળી ગયો છે અને ફરી એકવાર મિર્ઝાપુર મિમ્સનું ઘોડાપુર આવ્યું છે. આ સિરિઝના ડાયલોગ્સની સાથે સાથે સિરિઝના કેરેક્ટર જેમ કે ગુડ્ડુ ભૈયા, કાલીન ભૈયા ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાઈ ગયા છે. જોકે સીઝન 2માં નવા કેરેક્ટર્સ પણ ઉમેરાયા છે.

તમે જ જોઈલો મિર્ઝાપુર 2ના ડાયલોગ્સ પરથી ટ્વીટર યુઝર્સ કેવા મિમ્સ બનાવી રહ્યા છે. અને તરખાટ મચાવી રહ્યા છે.


મીર્ઝાપુર સિઝન 2માં તમને પહેલી સિઝનના કલાકારોની સાથે સાથે નવા કલાકારો પણ જોવા મળશે અને નવા કેરેક્ટર પણ ઉમેરવામાં આવ્યા છે. પંકજ ત્રિપાઠી, અલી ફેઝલ, દિવ્યેંદુ શર્મા, શ્વેતા ત્રિપાઠી, કુલ ભૂષણ ખરબંદા, રસિકા દુગ્ગલ, અંજુમ શર્મા, રાજેશ તૈલંગ, દિવ્યેંદુ ભટાચાર્ય, અમિત વિગેરે આ સિઝનમાં તમને જોવા મળશે. આ સિરિઝનું ડીરેક્શન ત્રણ ડીરેક્ટરે ભેગા મળીને કર્યું છે, કરણ, અંશુમન, અને ગુરમીત સિંહ.


ભારતીય વેબસિરિઝમાં ટોપની વેબસિરિઝમાં મિર્ઝાપુરનું નામ આવ્યા વગર ન રહે. આ સિરિઝ ભારતીય દર્શકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની છે. અને તેના પાત્રોને અને તે પાત્રોના અંદાજને લોકો ભૂલી નથી શક્યા. હવે તેની બીજી સીઝન આવી ગઈ છે.

શું છે સિઝન 2ની સ્ટોરી


પહેલી સિઝનની વાર્તા જ્યાંથી પુરી થઈ હતી ત્યાંથી જ બીજી સીઝનની વાર્તા શરૂ થાય છે. કાલિન ભૈયા એટેલે કે પંકજ ત્રિપાઠીનો બગડેલો દીકરો મુન્ના ગુડ્ડુ પંડિતના ભાઈ બબલુ એટલે કે વિક્રાંત મેસીના ભાઈને અને ગોલુ ગુપ્તાની બહેન સ્વીટી ગુપ્તાને મારી નાખે છે. હવે ગુડ્ડુ જીવનમાં એક જ લક્ષ રાખે છે અને તે છે કાલીન ભૈયાની હત્યા અને મિર્ઝાપુરનું શાસન. પણ આ વખતે વાર્તામાં નવા પાત્રો પણ ઉમેરવામાં આવ્યા છે જેઓ પોતે પણ મિર્ઝાપૂર પર રાજ કરવા માગે છે. સિઝન ટુમાં સિઝન 1 કરતાં પણ વધારે ખૂનામરકી બતાવવામાં આવી છે અને રાજકારણ પણ ખૂબ ખેલવામા આવ્યું છે.


માટે જે લોકોને એક્શન ખૂબ પસંદ છે તેમને આ સિઝનમાં ભરપુર એક્શન જોવા મળશે. પહેલી સીઝન કરતાં આ સિઝનમાં વધારે જીંદગીઓ કૂરબાન થશે.

પહેલી સીઝનની જેમ જ આ સીઝનની ખાસીયત પણ તેના ડાયલોગ્સ છે. અને હવે તો ઉપર જણાવ્યું તેમ તેના મીમ્સ પણ બનવા લાગ્યા છે. પહેલી સીઝનની જેમ અહીં પણ ખૂબ જ ગાળા-ગાળી છે જે સાંભળીને કદાચ તમારા કાનમાં કીડા પડ્યા જેવી ઝણઝણાટી પણ આવે. પહેલી સીઝનની જેમ આ સીઝનમાં પણ પંકજ ત્રિપાઠીની અદાકારીનો કોઈ જ જોડ જડે તેમ નથી. અલી ફૈઝલનું પાત્ર પ્રથમ સિઝન જેવું જ છે, તો વળી મુન્નાનું પાત્ર પણ પહેલી સિઝનની જેમ ઘાતક અને રમુજી છે. પણ આ વખતે શ્વેતા ત્રિપાઠીને ખૂબ ઇટેન્સ બતાવવામાં આવી છે. જો તમે પણ આ વેબસિરિઝના ફેન હોવ તો જોઈ નાખો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube