મિત્રો, ચાણક્ય એક વિદ્વાન હતા. તેમણે નીતિશાસ્ત્ર નામનો એક ગ્રંથ લખેલો છે. તેમા તેણે ઉલ્લેખ કર્યો છે કે, માણસે કેવી રીતે જીવન જીવવુ અને તેને કેવી રીતે સુધારી શકાય છે? ચાણક્ય નીતિ મુજબ માણસ તેનુ જીવન ફરીથી સુધારી શકે છે. ચાણક્ય નીતિ નામના પુસ્તકમા તેમણે આ નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. તેના એક શ્લોક પ્રમાણે તે માણસ કરતા સાપને સારા કહે છે. તો આજે આપણે સૌ જાણીએ તેમની નીતિ વિશે.
તેને માણસ તેના જીવન અને તેના આ સમાજ વિશે પૂરી માહિતી મેળવીને આ નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. આ નીતિને અનુસરી તેમણે એક સામાન્ય યુવક ચંદ્રગુપ્ત ને ભારત નો સમ્રાટ બનાવી દિધો હતો. તેમણે તેના થકી મોર્ય વંશની સ્થાપના પણ કરી હતી. તેમની નીતિ મુજબ માણસ ઈચ્છે તો તેનું જીવન સુધારી શકે છે. તેમને ચાણક્ય નીતિ નામના પુસ્તકમા આ નીતિઓને વર્ણવી છે. તેમા તેને એક શ્લોક થી જણાવ્યુ છે કે, માણસ કરતા સાપ વધારે સારા.
दुर्जनस्य च सर्पस्य वर सर्पो न दुर्जनः ।
सर्पो दंशति काले तु दुर्जनस्तु पदे पदे ।।
આ શ્લોકમાં ચાણક્યએ સાપ અને ખરાબ માણસ ની તુલના કરતા કહે છે કે સાપ ખરાબ માણસ કરતા સારો છે. તેઓ જણાવે છે કે સાપ ત્યારે જ ડંખ મારે છે જ્યારે તે આપણાથી દરે છે અથવા તો તેને મૃત્યુનો ડર લાગે ત્યારે તે આપણને ડંખ મારે છે. તેની સામે ખરાબ વિચારવાળો માણસ આપણે ત્યારે ડંખ મારે છે જ્યારે તેને તક મળે છે. ખરાબ વિચાર વાળો માણસ ક્યારેય બીજાનું ભલું કરી શકતા નથી અને ભલું થવા પણ નથી દેતા.
ચાણક્ય જણાવે છે કે, જ્યારે આપણે મિત્ર બનાવીએ ત્યારે સાવચેત રહેવુ. આપણે મિત્ર એવા વ્યક્તિને બનાવવા જોઈએ કે તે આપણી મુશ્કેલીમાં સાથ આપે અને આપણી સાથે હંમેશા રહે પરંતુ, જો તમે ખરાબ માણસને મિત્ર બનાવશો તો તે હંમેશા તમારુ ખરાબ જ ઈચ્છશે અને તમને હંમેશા નુકશાન કરાવશે. તેથી બને એટલી વેલી તકે તેને છોડી દેવા જોઈએ.
प्रलये भिन्नमार्यादा भविंत किल सागर:
सागरा भेदमिच्छन्ति प्रलेयशपि न साधव:।
આ શ્લોકમા તે વર્ણવે છે કે, જ્યારે સર્વ શક્તિનો પ્રકોપ આવે છે ને ત્યારે દરિયો પણ તેનું અભિમાન છોડી દે છે અને તે ધાર ને તોડી નાખે છે પરંતુ, એક સજ્જન વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમા તેનું સ્વમાન અને પોતાનું ગૌરવ છોડી શકતું નથી. તે પોતાની ધીરજને ગુમાવતા નથી અને ગંભીરતાથી વિચારે છે. મુશ્કેલીના સમયમાં આવા લોકો આપણને સફળ થવામાં મદદ કરે છે અને પોતે પણ સફળ થાય છે. તેથી મિત્ર સજ્જન માણસને જ બનાવવા જોઈએ.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ