Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Lifestyle

સ્માર્ટફોન ખરીદીમાં આવી તેજી, જાણો તો ખરા ભારતમાં ફક્ત 3 મહિનામાં કેટલા કરોડ વેચાયા સ્માર્ટફોન, જાણો ટોપની 5 કંપનીઓના નામ

કોરોના સંકટના કારણે સર્જાયેલા આર્થિક પડકારો વચ્ચે રોજગાર ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. 22 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં દેશમાં આશરે રૂ. 11.5 લાખ કરોડના મોબાઈલ ફોન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી તરફ લૉકડાઉન પછી દેશમાં 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા. જેથી દેશમાં સ્માર્ટફોન યુઝર્સ 50 કરોડને પાર થઈ ગયા છે.

કેન્દ્રિય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદના કહેવા પ્રમાણે, આ યોજનાથી 12 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ અપ્રત્યક્ષ હશે. કેન્દ્રની રૂ. 41 હજાર કરોડની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ આ આવેદન આવ્યા છે. આ કંપનીઓમાં આઈફોન બનાવનારી કંપની ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સિવાય સેમસંગ, લાવા અને માઈક્રોમેક્સ પણ સામેલ છે. આ પ્રસ્તાવ મંજૂર થશે તેના આધારે આ કંપનીઓ હજારો કરોડનું રોકાણ કરશે. જૂનના આખરી સપ્તાહમાં કસ્ટમમાં તપાસના નામે આયાત રોકાતા ઉત્પાદન પર અસર પડી.

લોકડાઉન બાદ ભારતમાં સ્માર્ટફોનની ખરીદીમાં તેજી આવી છે. ભારતમાં છેલ્લા 3 મહિનામાં એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીમાં 5 કરોડ સ્માર્ટફોન વેચાયા છે. અત્યાર સુધીના ત્રિમાસિક ગાળામાં વેચાણનો આ આંક સૌથી વધારે છે. અગાઉ 2019માં ત્રિમાસિક ગાળામાં 4.62 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા. આવનારી તહેવારોની સિઝનમાં સ્માર્ટફોનનું વેચાણ વધશે તેવી આશા કંપનીઓ રાખી રહી છે.

જાણો હાલમાં 3 મહિનામાં કઇ કંપનીના સ્માર્ટફોન વધુ વેચાયા?

શાઓમીના 1.31 કરોડ સ્માર્ટફોન વેચાયા, જે માર્કેટનો 26.01 ટકા છે

સેમસંગના 1.02 કરોડ સ્માર્ટફોન વેચાયા, જે માર્કેટનો 20.4 ટકા છે

વીવોના 88 લાખ સ્માર્ટફોન વેચાયા, જે માર્કેટના 17.06 ટકા છે

રિયલમી 87 લાખ સ્માર્ટફોન વેચાયા, જે માર્કેટના 17.4 ટકા છે

ઓપ્પોના 61 લાખ સ્માર્ટફોન વેચાયા, જે માર્કેટના 12.1 ટકા છે

એપલના 9 લાખ ફોન વેચાયા છે

ચીની કંપનીઓની ભાગીદારીમાં 14 ટકાનો ઘટાડો

રિપોર્ટના આધારે આ ત્રિમાસિક ગાળામાં ચીની મોબાઈલ કંપનીઓની બજાર ભાગીદારી વાર્ષિક આધારે 2 ટકા વધી છે અને 76 ટકાએ પહોંચી છે. પરંતુ ગયા વર્ષના આ સમાન ગાળાની સરખામણીએ આ ભાગીદારી 74 ટકાની રહી છે. સીમા વિવાદના કારણે ચીની સામાનનો બહિશ્કાર થતાં આ ત્રિમાસિક ગાળામાં તેની બજારમાં ભાગીદારીમાં 14 ટકાનો ઘટાડો આવ્યો છે. જૂનના ત્રિમાસિક ગાળામાં ચીની કંપનીઓની ભાગીદારી 80 ટકા રહી હતી.

અનલૉકમાં તેજી આવી

કોરોના સંકટ વચ્ચે દેશમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 50 કરોડ છે. 31 માર્ચ સુધી આ આંકડો 48.3 કરોડ હતો. લૉકડાઉન ખૂલ્યા પછી મે-જૂનમાં 1.8 કરોડ ફોન વેચાયા, જેથી યુઝર્સ વધ્યા. આ સિવાય 35 કરોડ લોકો ફિચર ફોનનો પણ ઉપયોગ કરે છે. જોકે, લૉકડાઉનમાં ફોન કંપનીઓને ઘણું નુકસાન થયું. એપ્રિલથી જૂન વચ્ચે ફક્ત 1.8 કરોડ સ્માર્ટફોન વેચાયા છે, 2019માં આ જ ગાળામાં આ આંકડો 3.7 કરોડનો હતો. કાઉન્ટર પોઈન્ટના સિનિયર એનાલિસ્ટ પ્રાચીર સિંહ કહે છે કે, 40 દિવસના લૉકડાઉન પછી જૂનથી મોબાઈલ માર્કેટમાં તેજી આવી હતી. મોટા ભાગના યુનિટ એપ્રલથી બંધ થયા હતા, જે મેમાં જ ખૂલવા લાગ્યા હતા. ત્યાં પ્રોડક્શન તો ના થયું, પરંતુ કેટલીક બ્રાન્ડ્સે હૉલસેલમાં હેન્ડસેટ આયાત કરવાની માંગ પૂરી કરી.
51% ઘટાડો નોંધાયો સ્માર્ટફોન વેચાણમાં. આ અછત લૉકડાઉન પછી એપ્રિલ, મે અને જૂનમાં નોંધાઈ હતી.

68% ફિચર ફોન પણ ઓછા વેચાયા. ફોનના બદલે જરૂરી કામોમાં વધુ ખર્ચ કરાયો.

45% રેકોર્ડબ્રેક વેચાણ ઓનલાઈન થયું અનેક પ્રોડક્ટ પણ ઓનલાઈન લૉન્ચ કરાઈ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Romantic: છોકરીને પ્રપોઝ કરતા પહેલા આ 5 વાતો જાણી લેશો તો ‘ના’ નહીં સાંભળો

Nikitmaniya

લોકડાઉન પછી ઓફિસથી કામ શરૂ કરતા સમયે જાણો તમારે કઈ જરૂરી વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન

Nikitmaniya

સવારને Romantic બનાવવા પાર્ટનરને આ રીતે જગાડો

Nikitmaniya