ઘણા દિવસોથી મેકર્સ પૌરાણિક કથાઓ અને કહાનીઓ અને પોતાના પોતાના દ્રષ્ટિકોણથી રજુ કરવામાં જોડાયેલા છે. આ કડીમાં બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીનાં રાઇટર વિજયેન્દ્ર પ્રસાદ પણ રામાયણ ની કહાનીને સીતાનાં દ્રષ્ટિકોણથી બતાવવાની કોશિશ કરી રહ્યા છે. આ બાબતમાં મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો આ કિરદાર માટે મેકર્સની નજર ઘણી એક્ટ્રેસ પર હતી, પરંતુ મેકર્સ આ કિરદાર માટે કરીના કપુર સાથે વાત કરી હતી. ત્યારબાદ લોકોએ તેનો ખુબ જ વિરોધ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર કંગનાને આ ફિલ્મમાં લેવાની વાત કરી હતી.

તમને જણાવી દઈએ કે વિજયેન્દ્ર એ થોડા સમય પહેલાં જ સીતા-ધ ઇનકાર્નેશન નામની એક ફિલ્મની ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં ખુબ જ મોટા લેવલ પર શુટ કરવામાં આવશે અને દેશની પાંચ અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરવાની તૈયારી છે. આ ફિલ્મ માટે મેકર્સે કરીના કપુર સાથે વાત કરી હતી. કરીના કપુરે આ કિરદાર માટે ૧૨ કરોડ રૃપિયાની મોટી ફી માંગી હતી, પરંતુ હવે આ ફિલ્મ સાથે જોડાયેલી ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. આ ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા છે.

તાજી મળતી જાણકારી અનુસાર માનવામાં આવે તો સીતા-ધ ઇનકાર્નેશન નાં મેકર્સે કરીના કપુરને બદલે કંગના રનૌતને આ ફિલ્મમાં લેવાનું વિચારી રહ્યા છે. આ ફિલ્મના રાઈટર પ્રસાદે કંગનાને ફિલ્મમાં લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે ફિલ્મ સાથે કરિના કપુરનું નામ જોડાઈ રહ્યું હતું, પરંતુ મેકર્સ દ્વારા ક્યારેય પણ આ ફિલ્મ માટે રોજ કરવામાં આવેલ ન હતું. વિજયેન્દ્ર પ્રસાદ માને છે કે કંગના રનૌત આ કિરદાર માટે એકદમ પરફેક્ટ રહેશે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ફિલ્મનાં કાસ્ટિંગને લઈને આખરી નિર્ણય આવ્યો નથી. વિજયેન્દ્ર પ્રસાદ હાલનાં દિવસોમાં ટ્રિપલ આર (RRR) માં વ્યસ્ત છે, જેને તેના દીકરા એસએસ રાજામૌલીએ બનાવેલ છે.

વળી અભિનેત્રી કંગનાનાં વર્ગફ્રંટની વાત કરવામાં આવે તો ફેન્સને તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ રિલીઝ થવાની પણ આતુરતાથી રાહ છે. વળી કોરોનાને લીધે ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી. તેની સાથે જ કંગના તેજસ, ધાકડ અને મણિકર્ણિકા રીટન્સ ઓફ ધ લેજન્ડ ઓફ દિદ્દા માં નજર આવનાર છે. તેની સાથે જ કંગના પોતાની ફિલ્મમાં પુર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો રોલ પણ નિભાવતી નજર આવશે.

વળી એક્ટ્રેસ કરિના કપુરનાં કામ વિશે વાત કરવામાં આવે તો તેને છેલ્લી વખત ૨૦૨૦માં આવેલી ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવામાં આવી હતી. તેની સાથે દિવંગત અભિનેતા ઈરફાન ખાન અને અભિનેત્રી રાધિકા મદાન હતી. કરિનાનાં પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો હવે તે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા નજર આવનાર છે, જે ૧૯૯૪ની ફિલ્મ “ફોરેસ્ટ ગમ્પ” ની રિમેક છે. તે સિવાય તે કરણ જોહરની “તખ્ત” પર નજર આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ, અનિલ કપુર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભુમિ પેડનેકર, જ્હાનવી કપુર મહત્વનાં રોલમાં નજર આવશે.

જણાવી દઈએ કે જ્યારે સીતા નાં કીરદાર માટે કરીના કપુરનું નામ સામે આવ્યું હતું, તો સોશિયલ મીડિયા પર તેને ખુબ જ આલોચના થઈ હતી. ઘણા બધા યુઝર સોશિયલ મીડિયા પર આ કિરદાર માટે કંગના રનૌત અને યામી ગૌતમનું નામ પણ લઇ રહ્યા હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube