સુશાંતનો પરિવાર શા માટે CBI તપાસની માગ નથી કરતો? બહેન શ્વેતાએ કર્યો ખુલાસો

બોલિવૂડના રાઇઝિંગ સ્ટાર સુશાતસિંહ રાજપૂતના નિધન બાદ તેનો પરિવાર અને ફેન્સ આઘાતમાંથી હજી બહાર આવ્યાં નથી. તેના મૃત્યુને એક મહિનો વીતી ગયો પરંતુ ફેન્સ હજી પણ ન્યાય માટે લડત આપી રહ્યા છે. કોઈને વિશ્વાસ નથી થતો કે તેમનો પ્રિય સ્ટાર આત્મ હત્યા કરી શકે છે. જ્યાં તેના ફેન્સ અને કેટલાક સ્ટાર્સ સુશાંતને ન્યાય અપાવવા માટે સતત સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યા છે. ત્યારે દરેકના મનમાં એક જ સવાલ ઉદભવે છે કે ક્યાં કારણથી તેનો પરિવાર આ કેસમાં સીબીઆઈ તપાસની માગણી નથી કરી રહ્યો. હવે સીબીઆઈ તપાસ ન કરવા બાબતે તેની બહેન શ્વેતાસિંહ કીર્તિએ નિવેદન આપ્યું છે.

સુશાંતની બહેન શ્વેતાએ જણાવ્યું કારણ

સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ તેના ભાઈના નિધન બાદ સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ શેર કરતી જોવા મળી છે. તેણે તેના ભાઈ સાથે વિતાવેલી ક્ષણો યાદ આવે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર શ્વેતાની એક પોસ્ટ પર કમેન્ટ કરીને એક વ્યક્તિએ તેમને કહ્યું હતું કે ‘તમે અને તમારા પરિવારજનો સીબીઆઈ તપાસની માગણી કેમ નથી કરી રહ્યા. જ્યારે તમે જાણો છો કે જો તમારો પરિવાર સીબીઆઈ તપાસની માગણી કરશે તો આખો દેશ તેમનું સમર્થન કરશે.

આટલું જ નહીં, તે વ્યક્તિએ વધુમાં લખ્યું કે, ‘ફક્ત ફેન્સ જ માંગ કરી રહ્યા છે, તેથી સરકાર વધારે ધ્યાન આપી રહી નથી, પરંતુ એવા ઘણા પુરાવા છે જે સાબિત કરે છે કે સુશાંતનું એક કાવતરા હેઠળ મોત નીપજ્યું હતું.’ આ શખ્સની કમેન્ટનો જવાબ આપતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ જણાવ્યું હતું કે ‘અમે મુંબઈ પોલીસની તપાસ સમાપ્ત થવા અને તેમના રીપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.’
દરમિયાન સુશાંતના પિતા કેકે સિંઘે એવો આરોપ કર્યો હતો કે મુંબઈ પોલીસની તપાસમાં અમને ભરોસો નથી. આમ તેમણે પટણાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube