બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ત્રીજા દિવસે ધરપકડ કરી અને હવે તો ૧૪ દિવસ જેલભેગી પણ કરી દીધી છે. આ દરમિયાન બોલિવૂડના ઘણા સ્ટાર્સ અનન્ય રીતે રિયાને ટેકો આપતા નજરે પડે છે.

રિયા મંગળવારે બ્લેક ટી-શર્ટ પહેરીને એનસીબી ઓફિસ ગઈ હતી. તેના પર લખ્યું હતું, “ગુલાબ લાલ હોય છે, વાયોલેટ વાદળી હોય છે, આવો હું અને તમે મળીને પિતૃસત્તાનો નાશ કરીએ.” સેલેબ્સ આ લાઈનોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને રિયાને ન્યાય આપવા માટે વિનંતી કરી રહ્યા છે.

રિયાના ટી-શર્ટ પર લખેલ આ સંદેશ ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, પરંતુ તે જ સમયે ફિલ્મ જગતની ઘણી હસ્તીઓએ ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ ફોટો શેર કરીને ન્યાય માંગ્યો હતો. તે જ રીતે ઘણા લોકો #justiceforrhea અને #SmashPatriarchy નામના હેશટેગ્સ પણ ચલાવી રહ્યા છે.

 

રિયા મંગળવારે સતત ત્રીજા દિવસે પૂછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી હતી. એનસીબીએ પૂછપરછ બાદ બપોરે 3.45 વાગ્યે રિયાની સત્તાવાર રીતે ધરપકડ કરી હતી. આ પછી તેના પરિવારના સભ્યોને તેના વિશે જાણ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ, તેને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

લોકોએ બોલિવૂડ સ્ટાર્સને ખરી-ખોટી સંભળાવી

બોલિવૂડના તમામ સ્ટાર્સને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જેમણે રિયાના સમર્થનમાં ટ્વિટ કર્યું છે. તે બધા જ સ્ટાર્સ હાલમાં ટ્રોલરો નો સામનો કરી રહ્યા છે. કોઈ તે બધા સ્ટાર્સને હિપોક્રેટ્સ ગણાવી રહ્યા છે અને કેટલાક તેમના પર ગુનેગારને બચાવવાનો આરોપ લગાવી રહ્યા છે. એક યુઝરે બોલિવૂડ સેલેબ્સના ટ્વીટ્સને રિટ્વિટ કરીને નવો અર્થ આપ્યો છે. યુઝરો લખે છે- ગુલાબ લાલ હોય છે, વાયોલેટ વાદળી હોય છે, તમે કોઈ ગુનેગારને બચાવો છો, તમને શરમ આવવી જોઈએ. આ રીતે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઇ ગયું છે.

સુશાંત સિંહ રાજપૂત મોત મામલે નોહતા બોલ્યા એ સેલેબ્સ પણ રિયાના સપોર્ટમાં:-

 

કેટલાક સોશીયલ મિડીયા યુઝર સેલેબ્સ પર એટલા માટે પણ ભડક્યા છે કે અમુક સેલેબ્સ સુશાંતના મોત વખતે નોહતાં બોલ્યા એ પણ હાલમાં રિયાનો સપોર્ટ કરી રહ્યા છે અને ન્યાય માંગી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં સેલેબ્સના ડ્રગ્સ એંગલ બહાર આવ્યા હતા. આ પછી, તાજેતરમાં જ બેંગલુરુનો હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસ ચર્ચામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તાજેતરમાં આ કેસમાં કન્નડ અભિનેત્રી રાગિની દ્વિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. હવે ડ્રગ્સના કેસમાં બીજી કન્નડ અભિનેત્રી સંજના ગલરાનીની ધરપકડ કરવામાં આવી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube