સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મૃત્યુ મામલામાં સીબીઆઈની (CBI) ટીમે તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) આજે એટલે કે રવિવારે સતત ત્રીજા દિવસે પૂછપરછ કરશે. દરમિયાન આ કેસ અંગે નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ રિયાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુશાંત સિંહ ‘કિંગ સાઇઝ’ જીવન જીવતો હતો. એટલે કે, વૈભવી જીવન જીવવા માટે તેઓ ઉગ્રતાથી ખર્ચ કરતા હતા. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે વર્ષ 2018 માં સુશાંત તેના મિત્રો સાથે થાઇલેન્ડ ટ્રીપ પર ગયો હતો. રિયાના જણાવ્યા અનુસાર તેણે આ ટ્રિપ પર 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આ સિવાય રિયાએ એ પણ કહ્યું કે સુશાંત એક ખાનગી જેટમાં આ ટ્રિપ પર ગયો હતો. સવાલ એ ઉભો થાય છે કે થાઇલેન્ડની આ ટ્રીપમાં તેની સાથે કોણ ગયુ હતું.

સારા અલી ખાન સુશાંત સાથે
એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન (Sara Ali Khan) પણ સુશાંત સિંહની આ ટ્રિપ પર ગઈ હતી. આ વાતનો ખુલાસો સુશાંતના પૂર્વ સહાયક સાબીર અહમદે એક ચેનલ સાથેની વાતચીતમાં કર્યો છે. જણાવી દઈએ કે સારાએ સુશાંત સાથેની ફિલ્મ કેદારનાથમાં કામ કર્યુ છે. સાબીર પોતે ટ્રીપ પર સુશાંત સાથે હતો. સાબીરે જણાવ્યું હતું કે કુલ 7 લોકો ટ્રીપ પર હતા. તેમણે કહ્યું કે, ટ્રીપના પહેલા દિવસે, બધા લોકો બીચ પર ફરવા ગયા હતા. પરંતુ સુશાંત અને સારા ત્રણ દિવસ સુધી હોટલમાં રોકાયા હતા, તેઓ ફરવા ગયા ન હતા.

આ ટ્રીપ પર બીજું કોણ હતું?
સુશાંત સાથેની આ ટ્રીપમાં સારા અલી ખાન ઉપરાંત સાબીર અહમદ, સિદ્ધાર્થ ગુપ્તા, કુશલ ઝવેરી, અબ્બાસ અને સુશાંતના બોડીગાર્ડ્સ મુશતક હતા. સાબીર અહમદે કહ્યું કે ત્રણ દિવસ પછી, તે બધા બીચ ટ્રીપથી પાછા ફર્યા હતા કારણ કે થાઇલેન્ડમાં સુનામીની સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે બધા લોકો એક ખાનગી જેટ દ્વારા ત્યાં ગયા હતા. તેમણે એમ પણ કહ્યું કે બાકીના લોકો તો ટ્રીપના ત્રણ દિવસ પછી જ ભારત પરત ફર્યા હતા, પરંતુ સુશાંતનો બોડીગાર્ડ અને તે ત્યાં એક મહિના માટે રોકાયા હતા. સુશાંતે તેના બોડીગાર્ડને ખર્ચ માટે એટીએમ કાર્ડ પણ આપ્યું હતું.

રિયાએ શું કહ્યું?
ઇન્ટરવ્યૂ દરમિયાન, રિયા ચક્રવર્તીને પૂછવામાં આવ્યું હતું કે સુશાંત સાથે યુરોપ ટ્રીપ દરમિયાન સુશાંતે જ બધો ખર્ચો કેમ કર્યો હતો. આના પર રિયાએ કહ્યું કે સુશાંત પોતાનું જીવન એના પ્રમાણે જીવવાનું પસંદ કરતો હતો. તેણે કહ્યું, ‘જ્યારે અમે યુરોપ ટ્રીપ પર ગયા હતા ત્યારે તેણે કહ્યું કે તે પૈસા ખર્ચ કરશે. તો મેં પણ કશું કહ્યું નહીં.’ તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા સુશાંત તેના મિત્રો સાથે થાઇલેન્ડ ટ્રીપ પર ગયો હતો ત્યારે તેણે 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.