શું તમને પણ કામેથી આવ્યા બાદ ખભા દુખે છે? તો આજમાવો આ ઘરેલુ ઉપાય

ખભાના દુખાવાથી ઘણા લોકો પીડાતા હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે જયારે ખભામાં દુખાવો થતો હોય છે ત્યારે અન્ય કોઈ કામમાં મન લાગતું નથી. આ સમસ્યા કોઈ પણ ઉમર ધરાવતા લોકોને થઈ શકે છે. જો કે જે લોકો લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરતા હોય છે તે લોકોને આ સમસ્યા વધારે થાય છે. ખાંભામાં દુખાવાના કારણે તે લોકો ઘણી વસ્તુઓ કરી શકતા નથી.

આ પાછળ ઘણા બધા કારણ હોઈ શકે છે. જેમકે ઉઠવા-બેસવાની રીત, એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવું અથવા ખોટી રીતે એક્સરસાઈજ કરવી વગેરે… મોટાભગના લોકોને સૂઈને ઉઠ્યા પછી ખભમાં દુખાવો થતો હોય છે. તો આજના અમારા આ ખાસ આર્ટિકલમાં તમને આ સાસ્યાથી છુટકારો મેળવવા માટે અમુક ખાસ રીતો બતાવીશું.

હળદર


હળદર એ ખભાનો દુખાવો દૂર કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. ખરેખર, હળદરમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને સોજા સામે રક્ષણ આપતા ગુણો હોય છે. જેના કારણે તમને આ સસ્ય સામે રક્ષણ મળે છે. તેમાટે તમારે એક કપમાં ગરમ દૂધ લઇ તેમાં એક ચમચી હળદર નાખવું સાથે તેમાં મધ પણ નાખવું અને તેનું બે દિવસ સેવન કરવાથી તમને અમુક સમયમાંજ આ સમસ્યાથી છુટકારો મળી જશે.

આ સિવાય તમે બે ચમચી હળદર લઇ તેને નારિયેળના તેલમાં નાખી મિક્સ કરી લો અને તેનો પેસ્ટ બનાવી અને તમારા ખભા પર માલિશ કરો અને જયારે તે પેસ્ટ સુકાઈ જાય ત્યારે ગરમ પાણી વડે તેને સાફ કરી લો આમ કરવાથી બે દિવસમાં તમને શાંતિ મળી જશે.

આદુ


ખાંભાના દુખાવામાં રાહત આપવામાં આદુ પણ તમને મદદ કરી શકે છે. તેમાં પણ એન્ટી ઓક્સીડેન્ટ અને સોજા સામે રક્ષણ આપનારા ગુણો હોય છે. જે તમને સોજો દૂર કરવામાં મદદ કરે છે. તે માટે તમે મધ અને આદુ નાખી ચા પી શકો છો.

લેવેન્ડરનું તેલ


લેવેન્ડરનું તેલ તમારા થાકેલી માંસપેશીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે દુખાવા અને સોજા સામે રક્ષણ આપે છે અને આ સમસ્યા સામે જલ્દી રાહત આપે છે. તે માટે તમારે અડધી ડોલ ગરમ પાણી લઇ તેમાં લેવેન્ડરના તેલના અમુક ટીપા નખવા પછી પાણીને થોડું થોડું કરીને તમારા ખભા પર રેડવું આમ કરવાથી તમને આ સમસ્યા સામે રક્ષણ મળે છે.

સિંધવનું મીઠું


ખાંભાના દુખાવા સામે સિંધવનું મીઠું પણ તમને રાહત આપે છે. ખરેખર,સિંધવનું મીઠું મેગ્નેશિયમ સલ્ફેટનું બનેલું હોય છે. જે ખાંભાના દુખાવા સામે રાહત છે. તેના કારણે શરીરના દુખાવામાં રાહત મળે છે.અને માંસપેશીઓને પણ આરામ મળે છે. ખાંભાના દુખાવાને દૂર કરવા માટે તમારે એક ડોલ ગરમ પાણી લઇ તેમાં સિંધવનું મીઠું નાખી તેને મિક્સ કરી લો ત્યારબાદ ખભા પર થોડું થોડું કરીને રેડો આમ કરવાથી તમને રાહત મળશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube