શું નીકળેલી ફાંદ, વધતા વજન થી કંટાળી ગયા છો અને નથી મળતો કોઈ કારગર ઉપાય? તો એકવાર જરૂર થી અજમાવી જુઓ આ ઉપાય…

દુનિયા આખી વજન વધવાની સમસ્યાને લઇને પરેશાન છે. તેનું મોટાભાગનું કારણ આપણા ખાવા પીવા પર આધાર આખે છે. શરીરમાં થતા હોર્મોનલના ફેરેફાર અને તેની સાથે તમારી ખરાબ જીવન જીવવાની ટેવોના લીધે આવી તકલીફો થાય છે. જે લોકો પોતાના ખાવા પીવાનું સરખી રીતે ધ્યાન રાખે અને ડાયટ આહાર લેશે તો આવી તકલીફ માંથી હંમેશા માટે છુટકારો મળશે.

આજે આપણે એવા ઘણા બધા ઉપાયો જોવાના છે જેનાથી તમારું વજન જલદીથી ઓછું થઇ જશે. તેની સાથે સાથે તમારા પેટ પર રહેલી ચરબીને દુર કરવામાં મદદ કરશે અને તમને પતલું શરીર બનાવવામાં કામયાબ રહેશો. તો આજે આપણે આવા ઉપાયો જાણવાના છીએ કે જે તમારા ઘરમાંથી સરળતાથી મળી જશે. તો તેને કેટલું, ક્યારે અને કેવી રીતે ખાવું તેના વિશે જાણીએ. તે માહીતી નીચે પ્રમાણે છે.

કઇ વસ્તુ ખાવી અને કેવી રીતથી ખાવું જોઇએ :

પહેલા જાણી લો કે તમને ભૂખ લાગી છે કે નહીં. અને જ્યારે ભુખ લાગે ત્યારે એક સાથે ખાવા કરતા થોડું થોડું ખાવાનું રાખો. એક વાર ખાધા પછી બીજી વાર ખાવા માટે વચ્ચે ઓછામાં ઓછી ત્રણ કલાક જવા દો. તમે જે ભોજન લો તેમા ફાઇબરની માત્રા વધારે પ્રમાણમાં હોવી જોઇએ. પોષ્ટિક આહાર લેવાની ટેવ પાળો. ગાજર, કાકડી, મૂળા, ડુંગળી જેવાં શાકભાજી ને ડાયટમાં ઉમેરો. ભોજન કરતા પહેલા કચુંબર ખાવું જોઇએ અને પછી ભોજન કરો.

સવારના નાસ્તામાં પ્રોટીન વધારે લો :

સવારે તાજો અને પૌષ્ટિક નાસ્તો કરવાની ટેવ પાડો. તેમાં ફાયબર અને પ્રોટિન હોવું ખુબ જરૂરી છે. તે ધ્યાન રાખવું કે પ્રોટિનમાં વધારે ફેટ ન હોય. તેલ વાળુ અને મસાલા વાળું પ્રોટીન કરતા તેને બાફીને અથવા શેકીને લેવું જોઇ. પનીર, ઇંડા, સોયા પનીર જેવી વસ્તુઓને સવારના નાસ્તામાં લો. આ ખાવાથી ભુખ ઓછી લાગશે અને પેટ ભરેલું રહેશે.

પૌષ્ટિક આહાર સાથે કસરત પણ કરો :

જે પૌષ્ટિક આહાર લો છો તેની સાથે સાથે તમારે રોજ થોડી કસરત પણ કરવી જોઇએ. દરરોજ સવારે અથવા સાંજે ઓછામાં ઓછું બે થી ત્રણ કી.મી. ચાલવું જોઇએ. ખાલી ડાયટ કરવાથી વધારે ફાયદો થતો નથી પણ જો તેની સાથે થોડી કસરત કરશો તો વધારે ફાયદો થશે. તમારે કેલેરી ઓછી લેવી. ડાયટ અને કસરત એક સાથે કરવાથી વજન જલદીથી ઘટવા લાગશે અને પેટની ચરબી ઓછી થશે.

રોજના ખોરાકની ટેવ બદલો, ચણા અને જવને વધારે લો :

ઘઉંની રોટલી ના બદલે જવ, બાજરી, ચણા, રાગી અને સોયાબીનના લોટની રોટલી ખાવાનું રાખો. ઘઉંના લોટની રોટલી ખાવાનું બંધ કરવું જોઇએ. આ રોટલી તમારી ભુખને મટાળશે અને તેમાં વધારે પ્રમાણમાં ફાયબર રહેલું હોવાથી તે વજન ઉતારવામાં મદદ કરશે. તેમાં પ્રોટીન વધારે માત્રામાં હશે. તેમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટ પ્રમાણ ઓછુ હશે.

પાચનશક્તિ ને વધારે છે, વરિયાળીના પાણીનું સેવન કરો :

આ પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જેટલી વરિયાળીને નાખીને ઉકાળો. જ્યારે પણ પાણી પીવું હોય ત્યારે તે પીવું. આ પાણી પીવાથી તમારું પાચન તંત્રને સુધારશે અને વજન ઓછુ કરવામાં ઉપયોગી બનશે.

નારિયેળનું પાણી પીવું :

નારિયેળ પાણી પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. તેમાં ઈલેકટોન લાઈટ્સની માત્રા વધારે હોય છે. તે પેટમાં રહેલી ગરમીને શાંત કરીને પાચનક્રિયાને પણ સારી અને ઝડપી બનાવે છે. વજન ઘટાડવામાં આ કારણ ખુબ અસરકારક છે.

જમવાની સાથે પાણી ન પીવું :

આપણે ભોજન કરતા હોઈએ છીએ ત્યારે ઘણા પાણી પણ સાથે પીવાની ટેવ હોય છે તેને બદલવી જોઇએ. આવું કરવાથી ખોરાક સરખો પચતો નથી અને તેના લીધે પેટ ફુલી જાય છે. થોડા સમય પછી પાછી ભુખ લાગે છે. તેનાથી વધારે ખાવાનું મન થાય છે. ભોજન કર્યા પછી અડધા કલાકે પાણી પીવું જોઇએ.

ગ્રીન ટી દિવસમાં બે વાર પીવો :

ગ્રીન ટીમાં રહેલા થાય નાઈન નામની અમીનો એસિડ ભૂખને ઓછી કરે છે. અને તેથી વજન પણ વધતુ નથી. તેને વધારે માત્રામાં પણ ના પીવી જોઇએ. દિવસમાં ત્રણ વાર જ લેવી જોઇએ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube