પરિણિત મહિલાએ શાસ્ત્રોમાં કહેલી આ 4 કામ ક્યારેય ન કરવા, નહીં તો થશે મોટું નુકસાન

આપણા જીવનમા શાસ્ત્રોનુ વિશેષ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ એ શાસ્ત્રો અનુસાર જ પોતાનુ જીવન વ્યતીત કરવુ જોઇએ. આ શાસ્ત્રોમા પરિણીત સ્ત્રીઓ અને પુરુષો માટે અનેકવિધ નિયમોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. કહેવાય છે કે પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી.પ્રેમ અનેક પ્રકારના બંધનથી મુક્ત હોય છે. ગરુડ પુરાણમાં પણ સ્ત્રીઓને પ્રેમ સાથે જોડાયેલી અનેક વાતનું પાલન કરવાનું કહેવાયું છે.

આ અનુસાર સ્ત્રીઓના પ્રેમને બનાવી રાખવા માટે આ વાતોએ પોતાનામાં ઉતારી લેવી જોઈએ. આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવેલા કેટલાક નીતિ-નિયમો મુજબ વિવાહિત સ્ત્રીઓએ ક્યારેય ભુલથી પણ આ કાર્ય ના કરવા જોઈએ. તો ચાલો આજે જાણીએ કે એવા કયા ખાસ 4 કાર્યો છે જે એક વિવાહિત સ્ત્રીએ ક્યારેય ભૂલથી પણ ના કરવા જોઈએ.

સ્ત્રીઓની અંદર બે વિશેષ પ્રકારની પ્રકૃતિ જોવા મળે છે. એક વધુ પડતી વાતચીત કરવી અને બીજુ વધુ પડતુ લાગણીશીલ બનવુ. ઘણીવાર, વિવાહિત સ્ત્રીઓ લાગણીના આવેશમા આવીને નાની-નાની ભૂલો કરી બેસતી હોય છે અને ઘણી વખત આ બાબતમા એટલી ઊંડાણપૂર્વક ઉતરી જાય છે કે તેને હલ કરી શકતી નથી. સ્ત્રીઓ એ ક્યારેય પણ લાગણીના આવેશમા આવીને નિર્ણય ના લેવા.

એવુ કહેવાય છે કે, સ્ત્રીઓના પેટમાં ક્યારેય પણ કોઈ વાત પચતી નથી. પરંતુ, આ આદત ખરાબ છે કારણકે, સ્ત્રી એ ઘરનો અગત્યનો ભાગ છે અને જો તે ઘરની નાની-નાની વસ્તુઓ દરેકને કહેવાનુ શરૂ કરે છે, તો બધું બગડે છે. માટે બને ત્યા સુધી સ્ત્રીઓએ પોતાના ઘરની વાતો બધા લોકોને કરવાની આદત ટાળવી જોઈએ. શાસ્ત્રો અનુસાર કોઈપણ વિવાહિત સ્ત્રીએ તેના પતિથી દૂર ના રહેવુ જોઈએ.

જે સ્ત્રી તેના જીવનસાથીને સમજી શકતી નથી તેણે સમાજમા અનેકવિધ માનસિક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. કોઈપણ સ્ત્રી તેના પતિ સાથે રહીને વધુ સુખી રહે છે. પરિણીત સ્ત્રીઓએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ કે, લગ્ન બાદ તે અન્ય કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ ના રાખે. આ વાતની અસર તેમના લગ્નજીવન ને એક જ ઝટકામા ચકનાચૂર કરી શકે છે, આવી સ્થિતિમા તમારા ઘરનુ વાતાવરણ સંપૂર્ણપણે દૂષિત થઈ શકે છે.

અમુકવાર ઘરેલુ અને સામાજિક પ્રસંગો પર ઘણી સ્ત્રીઓ તેમના ઘરના સદસ્યો વિશે ખરાબ બોલતી હોય છે. આવી સ્થિતિમાં સ્ત્રીઓએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવુ જોઈએ. નહિતર તમારે ઘરમા વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે અને ઘરનુ વાતાવરણ તણાવમય બની રહે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube