શું તમે જાણો છો ગુરુવારે આ કાર્ય ક્યારેય ન કરવું જોઈએ, પતિ અને બાળકોનું જીવન ઓછું થઈ જાય છે, ઘરમાં આવે છે પરેશાનીઓ.

ભારતીય સંસ્કૃતિ મુજબ હર એક દિનનું પોતાનું અલગ મહત્વ રહેલુ છે. હર એક દિન પોતાનામાં કંઈક ખાસ હોય છે. આ જ ક્રમમાં ગુરૂવારને હિન્દુ ધર્મમાં ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે. કેમ કે ગુરુ અંગે એવી માન્યતા પ્રચલિત છે કે તે અન્ય ગ્રહો કરતા વધારે ભારે હોય છે. તેથી ગુરૂવારે એવું કોઈપણ કાર્ય ન કરવું જોઈએ કે જેના થી શરીરમાં અથવા તો ઘરમાં હળવાશ લાવે. કેમ કે જે ગુરુના પ્રભાવમાં આવે છે તે અસર હળવી બને છે. તો ચાલો હવે જાણીએ કે ગુરૂવારે કઈ વસ્તુઓ ન કરવી જોઈએ.

વાળ ન ધોવા કે ન કાપવા : 

શાસ્ત્રો મુજબ ગુરૂવાર સ્ત્રીઓની કુંડલીમાં પતિ તથા બાળકોનું કારક માનવામાં આવે છે. તેથી તેનો સીધો અર્થ અહીં એ થાય છે કે ગુરૂગ્રહ બાળકો તેમજ પતિના જીવનને પ્રભાવિત કરે છે. તેથી ગુરૂવારે સ્ત્રીઓને ન તો વાળ કપાવવા જોઈએ કે ન ધોવા જોઈએ. કેમ કે આમ કરવાથી તમારો ગુરુ નબળો બને છે અને પ્રગતિમા અવરોધ જન્મે છે.

હજામત ન કરાવી તથા નખ ન કાપવા: 

ગુરૂગ્રહને જીવ પણ માનવામાં આવે છે તેમજ જીવ જીવનનો સંદર્ભ પ્રદાન કરે છે. તેથી કોઈ વ્યક્તિએ ગુરૂવારના રોજ નખ ન કાપવા તેમજ હજામત કરવી ન જોઈએ. આ કરવાથી તમારી આયુમાં ઘટાડો થાય છે અને જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે.

ઘરમાં લૂછવું ન જોઈએ :

ગુરૂવારના રોજ ઘરે કાંઈ પણ લૂછવું ન જોઈએ. ઘરમા કોઈ વસ્તુને ટાળવું જોઈએ. કેમ કે આમ કરવાથી બાળકો, પુત્રો, ઘરના સદસ્યોનું શિક્ષણ, ધર્મ વગેરે પર સારી અસર ઓછી થાય છે.

લક્ષ્મી દેવીને અવગણવા નહીં :

ગુરૂવારે નારાયણનો દિન ગણવામાં આવે છે. પણ નારાયણ ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે તેમની સાથે તેમના પત્ની માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. આવું કરવાથી કુટુંબમાં ખુશીઓ આવે છે તથા પતિ-પત્નીના સંબંધો પણ સારા બની રહે છે. તમારી સંપત્તિમાં પણ ઘણી વૃદ્ધિ થાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube