જાણો આ ચમત્કાર છોડ વિશે,જે સાંધાના દુખાવા અને મોંના ચાંદાને જડ-મૂળમાંથી દૂર કરે છે.

વિશ્વના ઘણા રોગોની સારવાર ઘરેના રસોડામાં રહેલા મસાલામાંથી જ જોવા મળે છે.જેમ કે શરદી અથવા ઉધરસ માટે હળદર
જરૂરી છે,તેમજ ગળાની તકલીફ માટે મીઠાના પાણીથી કોગળા કરવાનું કહે છે.એવી જ રીતે, આજે અમે તમને અરડૂસીનાં ફાયદા
જણાવવા જઈ રહ્યા છીએ.તમને જાણીને આશ્ચ્ર્ય થશે,પણ આ સાચું છે.અરડૂસી અનેક પ્રકારના ગંભીર રોગ માટે એક સરળ ઉપાય
છે.તે એક ઝાડીદાર છોડ છે અને તેના ફૂલો સફેદ હોય છે.તમને જણાવી દઈએ કે આ ઝાડ એક ઔષધિ તરીકે વપરાય છે.

Image Source

આજે,અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.અસ્થમા જેવી બીમારીથી બચવા માટે અરડૂસીનો ઉપયોગ થાય છે.કફની
તકલીફથી બચવા માટે પણ અરડૂસી ઉપયોગી છે.તે કફને સંપૂર્ણપણે ઓગાળવામાં અને શરીરમાંથી બહાર કાઢવામાં ખૂબ મદદ કરે
છે.અરડૂસીનો ઉપયોગ કફ,તાવ,કમળો વગેરે જેવા રોગોને મટાડવા માટે પણ થાય છે.તેના સૂકા પાંદડા, કાચી જડીબુટ્ટીઓ વેચતી
દુકાનમાંથી ખરીદી શકાય છે. તો જાણો અહીંયા અરડૂસીનાં અનેક ફાયદાઓ વિશે.

Image Source

મોંના ચાંદાને દૂર કરે છે

ઘણા લોકોને વારંવાર મોમાં ચાંદા રેવાની તકલીફ રહે છે અને મોંના ચાંદાના કારણે તેઓ બરાબર રીતે જમી પણ નથી શકતા.તો મોંના
ચાંદાના ઉપાય માટે,તમારે અરડૂસીના બે થી ત્રણ પાન ચાવવાથી અને તેનો રસ ચૂસવાથી મોંના ચાંદા મટે છે,પણ તમારે એ ધ્યાનમાં
રાખવું કે ચાવેલા પાંદડાઓનો રસ ચૂસીને થુંકી દેવો જોઈએ.

Image Source

દાંત અને પેઢાના દુખાવામાં રાહત આપે છે

અરડૂસીની ડાળીથી દાતણ કરવાથી તમારા દાંત અને પેઢાની સમસ્યા મટે છે.આની સાથે જો તમે તેનાથી નિયમિત દાતણ કરો,તો દાંત
અને પેઠમાં રહેલો સડો દૂર થાય છે.

Image Source

શ્વાસ સંબંધિત તમામ રોગો માટે

અરડૂસીનાં તાજા પાનનો રસ કાઢી અને તેમાં મધ મેળવીને ચાટવાથી તે શરદી અને શ્વાસ જેવી તકલીફ દૂર થાય છે.આની સાથે સૂકી
ઉધરસ પણ મટે છે,અરડૂસીનાં તાજા પાન,સૂકી દ્રાક્ષ અને સાકરનો ઉકાળો દિવસમાં ત્રણથી ચાર વખત પીવાથી સુકી ઉધરસ મટે છે.

Image Source

માસિક સ્રાવની તકલીફ દૂર કરે છે

સ્ત્રીઓના માસિક ગાળામાં અનિયમિતતાને સુધારવા માટે,અરડૂસી ખુબ ફાયદાકારક છે.અરડૂસીનાં 10 ગ્રામ પાંદડા,મૂળા અને
ગાજરનાં 6 ગ્રામ દાણાનો અડધો લિટર પાણીમાં ઉકાળો કરો અને જ્યારે આ પાણી ઉકળીને એક ચોથો ભાગ થઈ જાય,ત્યારે આ
ઉકાળો પીવાથી માસિક સમસ્યાઓ દૂર થાય છે.સાથોસાથ વધારે રક્તસ્રાવની સમસ્યા પણ દૂર થાય છે.

Image Source

પેશાબની સમસ્યામાં રાહત

જેમને પેશાબ યોગ્ય રીતે ન થતો હોય અથવા વારંવાર પેશાબ જવું પડે છે,તેઓને 10 ગ્રામ તરબૂચના બી અને 10 ગ્રામ અરડૂસીનાં
પાંદડા બરાબર પીસીને ખાવાથી આ સમસ્યાથી મુક્તિ મળે છે.

Image Source

સાંધાના દુખાવામાં અરડૂસીનાં ફાયદા

અરડૂસીનો ઉપયોગ સાંધામાં થતા દુખાવા અને સોજા ઘટાડવા માટે થાય છે.તેમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણધર્મો સાંધાના
સોજા ઘટાડવામાં મદદગાર છે.અરડૂસીનાં પાંદડાની પેસ્ટને સોજોવાળા વિસ્તારમાં લગાવવાથી સાંધાનો દુખાવો અને સોજા મટે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube