દિલ્હીના કનોટ પ્લેસ પાસે આવેલા પાલિકા બજાર વિષે તો તમે સાંભળ્યું જ હશે જ્યાં આખું માર્કેટ જ અંડર ગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર છે. ખેર, આ તો એક માર્કેટ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક સ્થાન એવું પણ છે જ્યાં આખું ગામ જમીનની અંદર આવેલું છે અને ત્યાંના લોકો પણ જમીનની અંદર જ રહે છે.

આ અનોખા ગામનું નામ ” કુબર પેડી ” છે જે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. આ ગામની ખાસ વિશેષતા એ છે કે અહીં રહેતા લગભગ તમામ લોકો અન્ડરગ્રાઉન્ડ ઘરોમાં જ રહે છે. બહારથી જોતા આ ઘર ભલે સામાન્ય લાગે પણ તેના અંદરનો માહોલ કોઈ હોટલ જેવો જ લાગે છે.

અસલમાં આ વિસ્તારમાં ઓપલની અનેક ખાણો આવેલી છે અને સ્થાનિક લોકો આ ઓપલની ખાલી પડેલી ખાણમાં જ રહે છે. તમે કદાચ ન જાણતા હોય તો જણાવી દઈએ કે ઓપલ અસલમાં એક પ્રકારના દુધિયા પથ્થરોને કહેવામાં આવે છે જે અહીંની ખાણમાંથી પ્રાપ્ત થાય છે. અને કુબર પેડી ગામને ઓપલની ખાણની રાજધાની પણ કહેવાય છે કારણ કે અહીં જેટલી ઓપલની ખાણો છે તેટલી વિશ્વમાં બીજે ક્યાંય નથી.

મીડિયા અહેવાલો મુજબ કુબેર પેણીમાં માઇનિંગનું કામ વર્ષ 1915 માં શરુ કરવામાં આવ્યું હતું. જ્યાં કુબેર પેડી આવેલું છે તે વિસ્તાર રણપ્રદેશ છે જેથી અહીં ગરમીની ઋતુમાં તાપમાનનો પારો વધી જાય છે જયારે શિયાળાની ઋતુમાં તાપમાનનો પારો અતિશય ઘટી જાય છે.

આ કારણે અહીં રહેતા સ્થાનિક લોકોને જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેનો ઉકેલ લાવવા સ્થાનિક લોકોએ ખાલી પડેલી ઓપલની ખાણોમાં રહેવાનું શરુ કર્યું.

કુબેર પેડીના આ અન્ડરગ્રાઉન્ડ ઘરોમાં ગરમીમાં એસીની જરૂર પણ નથી પડતી અને ઠંડીમાં હીટરની જરૂર પણ નથી પડતી. આજના સમયે અહીં 1500 થી વધુ એવા અન્ડરગ્રાઉન્ડ ઘરો છે જેમાં સ્થાનિક લોકો રહે છે.

જમીનથી નીચે બનેલા આ ઘર લગભગ તમામ સુખ સુવિધાથી સજ્જ છે. વળી, અહીં અનેક હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ થઇ ચૂક્યું છે. વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફીલ ” પીચ બ્લેક ” ના શૂટિંગ બાદ પ્રોડક્શન ટીમે ફિલ્મમાં ઉપયોગ કરેલું સ્પેસશીપ અહીં જ છોડી દીધું હતું. જે હવે અહીં આવતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.