આ રીતે હોમલોનમાં કરો લાખો રૂપિયાની બચત
હોમ પર બચત કરવાનો જાણો સૌથી બેસ્ટ રસ્તો

સરળ રીતે જાણી લો લાખો રૂપિયા બચાવવાનું શું છે ગણિત
તાજેતરમાં જ અનેક પબ્લિક સેક્ટર બેંકો એ રેપો રેટ લિંક્ડ હોમ લોન રજુ કરી છે. આ સ્કીમ હેઠળ આવતી લોનમાં ફ્લોટિંગ હોમ લોનના વ્યાજ નો દર માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેટને બદલે રેપો રેટ સાથે લીંક હોય છે. MCLR મહા ગ્રાહકોને ઓછા વ્યાજદરનો લાભ મળે છે. રેપો રેટ એ દર હોય છે જે દર ભારતીય રિઝર્વ બેંક અન્ય કોમર્શિયલ બેંકોને કરજ આપે છે. સામાન્ય રીતે રેપો રેટ સાથે જોડાયેલી હોમ લોન પર આરબીઆઇ દ્વારા નીતિગત વ્યાજના દરમાં જે ફેરફાર કરવામાં આવે તેનો લાભ તુરંત મળી જાય છે.

કોરોના ના કારણે અર્થવ્યવસ્થાને જે માર પડયો છે તેને સુધારવા માટે છેલ્લા કેટલાક મહિનામાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે રેપો રેટ સાથે જોડાયેલી હોમ લોનમાં આ જ રીતે વ્યાજદરમાં ઘટાડો થાય છે. જેની સરખામણીમાં એમસીએલઆર હોમલોન મોંઘી પડે છે એટલે કે તેમાં વધુ વ્યાજ ચૂકવવું પડે છે.

શા માટે લોન કરવી શિફ્ટ ?
એમ સી એલ આર ની સરખામણીમાં રેપો રેટમાં એવા અનેક ટ્રેક્ટર છે જે હોમ લોન લેનારને આકર્ષે છે. તેમાં સૌથી મોટું ફેક્ટર છે કોસ્ટ ઓફ ડિપોઝિટ. આજના સમયમાં રેપો રેટ સાથે જોડાયેલ હોમ લોન સૌથી સસ્તી હોય છે. આજ કારણ છે કે નિષ્ણાતો પણ લોન લેનારને પોતાની લોન repo rate લીંકડમા શિફ્ટ કરવાની સલાહ આપે છે. આનંદમાં દર સાત ટકાથી પણ ઓછો છે જ્યારે અન્ય લોનમાં 7.50 ટકા થી વધારે વ્યાજ દર આપવું પડે છે. તેવામાં લોન શિફ્ટ કરવી સારો વિકલ્પ સાબિત થાય છે. લોનની અવધિ પૂરી થતા લાખો રૂપિયાની બચત કરી શકાય છે.

માની લો કે કોઈ વ્યક્તિએ 8.2 ટકાના દરે હોમ લોન લીધી છે. આ લોન પર 180 મહિનાના 25 લાખ રૂપિયા ચુકવવાના છે. હવે જો આ લોનમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે તો કુલ વ્યાજ 18.52 લાખ રૂપિયા જેટલું થાય છે અને તેની ઈએમઆઈ 24180 રૂપિયા થાય.

જો આ લોન અને રેપોરેટ લોન માં કન્વર્ટ કરવામાં આવે તો 180 મહિનામાં કુલ વ્યાજ 15.69 લાખ રૂપિયા થાય છે અને 2.83 લાખ રૂપિયાની બચત થાય છે. તેના ઇએમઆઇ પણ દર મહિને 22610 રૂપિયા થશે.

જો લોન લેનાર વ્યક્તિ રીફાઇનાન્સ લોન પર પહેલાની જેમ જ દર મહીને 24180 રૂપિયાની ઈએમઆઈ ભરે તો તેના લોનની અવધિ ઘટી 161 મહિના થઈ જાય છે. જેનાથી પણ તે 1.92 લાખ રૂપિયાની બચત કરી શકે છે.

આ લાભ મળવા પાત્ર હોવાથી આરબીઆઇએ બેન્કોને કહ્યું પણ છે કે તેઓ વધારે માર્જિનની લોનને ટ્રાન્સફર કરવાની ગ્રાહકને સુવિધા આપે. આ રીતે લોન શિફ્ટ કરવા પર વ્યક્તિએ થોડો ચાર્જ ચૂકવવો પડે છે પરંતુ ત્યારબાદ તે લોન પર લાખો રૂપિયાની બચત કરી શકે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.