શું તમે શુક્રવારના દિવસે કરો છો આ કામ? તો હવેથી કરી દેજો બંધ, નહિં તો રિસાઇ જશે લક્ષ્મીજી

આજે શુક્રવાર છે, હિંદુ ધર્મમાં શુક્રવારના દિવસને માતા લક્ષ્મીના દિવસ તરીકે જોવામાં આવે છે. આ દિવસને વૈભવ અને વિલાસનો દિવસ પણ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે જે ભક્તો માતા લક્ષ્મીની સાચા મનથી પૂજા કરે છે એમની બધા જ પ્રકારના સંસારિક સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવ્યા છે.

માન્યતા છે કે શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની મનથી પૂજા અને અર્ચના કરવાથી એમના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. કારણ કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. કહેવાય છે કે જે પણ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એ ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. એવું પણ માનવામાં આવે છે કે એના પર માતા પ્રશન્ન થઇ જાય છે, એમના બધા જ કષ્ટનો નાશ થઇ જાય છે. જો કે જેમનાથી રિસાઈ જાય છે એમના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવે છે.

ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ધનની દેવી મા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો શુક્રવારના દિવસે ભૂલીને પણ આ કામ ન કરવું જોઈએ. ભવિષ્ય પુરાણ અનુસાર જે ઘરમાં ગૃહલક્ષ્મીનું અપમાન થાય છે, ત્યાંથી માતા લક્ષ્મી રિસાઈને હમેશા માટે જતા રહે છે. કારણ કે માતા લક્ષ્મી સ્ત્રીના અપમાનને જોઈ શકતા નથી.

એવું પણ માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે સાચા મનથી એમની પૂજા અને ધ્યાન ધરવામાં આવે તો ઈચ્છાઓ તરત જ પૂરી થઈ શકે છે. જો કે આ દરમિયાન કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને ભૂલથી પણ આ કામ કરવા ન જોઈએ, જેનાથી તમને ભવિષ્યમાં આર્થિક નુકશાનનો સામનો કરવો પડે. તો ચાલો આજે જાણીએ કે કયા કામો કરવાથી તમને ધનની હાની થઇ શકે છે.

શુક્રવારના દિવસે ભૂલીને પણ આ કામો કરવા જોઈએ નહિ

શુક્રવારના દિવસે ભૂલથી પણ પૈસા ઉધાર આપવા અથવા લેવા જોઈએ નહિ. એવું કહેવાય છે કે શુક્રવારના દિવસે આપેલ ધન ક્યારેય પાછું નથી આવતું. એટલા માટે કોઈને ઉધાર આપવાથી લક્ષ્મી માતા રિસાઈ જાય છે અને સબંધો પણ બગડે છે.

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ, પણ શુક્રવારના દિવસે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ દિવસે ભુલીને પણ સ્ત્રીઓ, બાળકી અને કિન્નરોનું આપમાન ન કરવું જોઈએ. એમના વિશે અપશબ્દો પણ બોલવા જોઈએ નહિ. કારણ કે સ્ત્રીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને એમના અપમાનથી માતા લક્ષ્મી વિમુખ થઇ જાય છે.

શુક્રવારના દિવસે કોઈને અપશબ્દો ન બોલો, આમ કરવાથી લક્ષ્મી માતા નાખુશ થાય છે. પરિવારમાં ધન સબંધી સમસ્યાઓ શરુ થાય છે. ખર્ચાઓમાં વધારો થાય છે અને લોકો બીમાર રહેવા લાગે છે. વેપાર ધંધામાં પણ નુકશાન થવા લાગે છે.

શુક્રવારે જો તમે વ્રત અથવા પૂજન ન પણ કરતા હોય તો તામસિક આહાર ખાસ કરીને માંસ કે શરાબનું સેવન કરવું જોઈએ નહિ. આ દિવસે સાત્વિક આહાર જ લેવો જોઈએ.

શુક્રવારના દિવસે ભૂલથી પણ કોઈને ખાંડ આપવી જોઈએ નહિ. જ્યોતિષ શાસ્ત્રમાં ખાંડનો સબંધ શુક્ર અને ચંદ્ર બંને સાથે છે. આમ શુક્રવારના દિવસે ખાંડ આપવાથી તમારો શુક્ર કમજોર પડે છે, શુક્ર એ ભૌતિક સુખનો સ્વામી છે. શુક્રના ગુસ્સે થવાથી ભૌતિક સુખ અને સગવડોમાં ઘટાડો થાય છે અને આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ શકે છે.

ભૂલીને પણ રાતના સમયે રસોડામાં એઠા વાસણો મુકવા જોઈએ નહિ. એમ કરવાથી લક્ષ્મી માતા રિસાઈ જાય છે અને ઘરમાં અશાંતિ ફેલાય છે. સાથે જ સ્વાસ્થ્યના બગડવાની શક્યતા રહે છે.

લક્ષ્મી માતાને સાફ-સફાઈ પસંદ છે. કેટલીક વાર લોકો આળસના કારણે ઘરની સાફ સફાઈ નથી કરતા, એવામાં લક્ષ્મી માતા એમના ઘરમાં પ્રવેશ કરતી નથી. ઘરમાં પડેલી ધૂળ માટી અને દીવાલો પર મક્ડીના જાળાઓ લાગેલા રહેવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાની કૃપા થતી નથી. આ જ કારણ હોય છે કે તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube