શું તમારા આધાર કાર્ડનો દૂરઉપયોગ થઈ રહ્યો છે ? કરી લો આ રીતે ચેક અને લગાવી દો બાયોમેટ્રિક લોક

છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકાર દ્વારા આધાર – કાર્ડ નામનો એક નવો દસ્તાવેજ દેશના દરેક નાગરિક માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જેમાં તમારી દરેક માહિતિઓનો સમાવેશ કરવામા આવ્યો છે. તમારા આધાર કાર્ડ સાથે, તમારું બેંકનું ખાતુ, તમારો પાન નંબર, તમારો ફોન નંબર આ બધું જ લિંક કરવામાં આવ્યું છે. આ સાથે જ આધાર કાર્ડનો દસ્તાવેજ તમને ઘણા બધા લાભો પણ આપે છે અને સેવાઓ પણ આપે છે.

આ આધાર કાર્ડ તમે ફિઝિકલી પણ મેળવી શકો છો એટલે કે એક કાર્ડ તરીકે અને uidai.go.in પર તમે તેની સોફ્ટ કોફી પણ મેળવી શકો છો એક ભારતીય નાગરીક માટે આ એક મહત્ત્વનો દસ્તાવેજ છે, પણ જ્યારથી ઓનલાઈન વ્યવહારો વધ્યા છે ત્યારથી તમારી આધાર કાર્ડમાંની અત્યંત મહત્ત્વની અને અંગત માહિતિઓ ગેરવલ્લે જવાની પણ શક્યતાઓ વધી ગઈ છે. અને એવી ઘટનાઓ પણ બની ગઈ છે. પણ તમારા આધાર કાર્ડનો કોઈ દૂર ઉપયોગ ન કરી જાય તે માટે એક વ્યવસ્થાપણ ઉભી કરવાં આવી છે, જે છે બાયોમેટ્રિક ડિટેલ્સ લોક તેમજ અન લોક કરવાની સુવિધા. તમે તમારી આધાર કાર્ડની માહિતિને ઇચ્છો ત્યારે બાયોમેટ્રિક લોક કરી શકો છો અને તેને અનલોક પણ કરી શકો છો. યુઆઈડીએઆઈની વેબસાઇટ પર તેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

બાયોમેટ્રિક લોકથી શું લાભ થાય છે

બાયોમેટ્રિક લોક એટલે એવું લોક કે જે તમારી આંખની કીકી તેમજ તમારી ફિંગપ્રિન્ટથી થતું લોક. એક વાર તમે જો તમારુ આધાર કાર્ડ આ રીતે લોક કરી લેશો તો તેને ખોલવા માટે આધાર કાર્ડ કે બીજી કોઈ વસ્તુનો ઉપોયગ નહી થઈ શકે. આ બાયોમેટ્રિક લોકનો લાભ તેવા લોકોને મળે છે જેમની પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હોય.

ઘરે બેઠા-બેઠા જ લગાવી શકો છો બાયોમેટ્રિક લોક

આ બાયોમેટ્રિક લોક લગાવવા માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે તમે ઘરે બેઠા જ આ લોક લગાવી શકો છો. તેના માટે તમારે સૌ પ્રથમ તો http://udai.gov.in/ ની વેબસાઇટ પર જવાનું રહેશે. તેના પર ગયા બાદ અહીં તમારા સ્ક્રીન પર એક Aadhaar Services નામનો વિકલ્પ ઉપલબ્ધ હશે. તેમાં તમારે જવાનું છે જ્યાં તમને Lock/Unlock Biometricsનો વિકલ્પ મળશે. જેના પર તમારે ક્લિક કરવાનું છે.

અહીં ક્લિક કર્યા બાદ તમારે તમારો 12 આંકડાવાળો આધાર નંબર નાખવાનો રહેશે. જો તમે ઇચ્છો તો વર્ચ્યુઅલ આઈડી નંબર (Virtual ID number)નો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. આટલું કર્યા બાદ તમારી સમક્ષ વેરિફિકેશન માટે કેપ્ચા આવશે જે તમારે નાખવાનું છે ત્યાર બાદ તમારે સેન્ડ ઓટીપી (Send OTP) પર ક્લિક કરવાનું છે.

હવે એક નવું પોપઅપ ખુલશે જેના પર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તેને તમારે અહીં નાખવાનો રહેશે. ત્યાર બાદ તમારે Submit પર ક્લિક કરવું. આમ કરવાથી તમારું આધાર કાર્ડ લોક થઈ જશે.

બાયોમેટ્રિક્સને આ રીતે કરો અનલોક

ઉપર તમે શીખી ગયા કે લોક કેવી રીતે લગાવવાનું હવે તે લોકને કેવી રીતે ખોલવું તે વિષે જાણી લો. અહીં તમારે ઉપર દર્શાવવામા આવેલી પ્રક્રિયા જ કરવાની છે. તમારે ઉપર જણાવેલી વેબસાઇટ પર જવું અહીં તમારે અનલોક બાયોમેટ્રિક પર ક્લિક કરવું. અહીં ક્લિક કર્યા બાદ થોડા સમય માટે તમારો બાયોમેટ્રિક અનલોક થઈ જશે અને થોડા સમય બાદ તે ફરી લોક થઈ જશે. આ અનલોકના સમયગાળામાં તમારે તમારા આધાર નંબરને ઓથેન્ટિક કરવા માટે તમારે તમારા ફિંગ પ્રિન્ટ તેમજ આંખની કીકી જેવા બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવાનો છે. હવે જો તમે તમારા બાયોમેટ્રિક્સને સ્થાયી રીતે અનલોક કરવા માગતા હોવ તો તમારે ડિસેબલ લોકિંગ ફીચર કરવાનું છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube