શું તમારી પાસે ફાટેલી અને જૂની નોટ છે? તો ચિંતા કર્યા વગર કરો આ 1 કામ, ફ્રીમાં મળશે પૂરા પૈસા

તમારી પાસે રહેલી ચલણી નોટો ફાટી જાય છે. તો તે કોઈ લેવા માટે તૈયાર નથી હોતું. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને જણાવીશું કે તમારી એ ફાટલી નોટોના પૂરા પૈસા કોણ આપશે. આરબીઆઈએ તેના માટે પણ એક નિયમ બનાવી રાખ્યો છે. જો તમારી પાસે જૂની અને ફાટેલી નોટો હોય અને કોઈ દુકાનદાર તેને લેતો નથી તો, હવે તમે સરળતાથી આવી નોટો બદલી શકો છો. આરબીઆઈ તરફથી પણ ફાટેલી અને જૂની નોટોને લઈને સૂચના જાહેર કરવામાં આવી છે, જે મુજબ ગ્રાહક બેંકમાં જઈને આ પ્રકારની નોટોને બદલી શકે છે.

અહીં બદલી શકાશે આ ફાટેલી ચલણી નોટો

ભારતીય રિઝર્વ બેંકના નિયમ મુજબ, દરેક બેંકને જૂની, ફાટેલી કે વળેલી નોટ સ્વીકાર કરવી પડશે, બસ શરત એ હશે કે તે નકલી ન હોવી જોઈએ. તમે સરળતાથી તમારી નજીકની બેંક બ્રાન્ચમાં જઈને નોટ બદલી શકો છો. તેના માટે કોઈ ચાર્જ નહીં લાગે. સાથે જ તેના માટે તે બેંકના ગ્રાહક હોવું પણ જરૂરી નથી. જો તમારી પાસે 5 , 10 અને 20 રૂપિયાની નોટોના 2 કે તેથી વધુ ટુકડા હશે અને તમારી પાસે એક નોટનો ટુકડો 50 % થી વધારે હોય છે તો તમને તે નોટોના પૂરા પૈસા મળશે. જો તેનાથી ઓછું હશે તો કંઈ નહીં મળે.

બદલતા પહેલા બેંક ચેક નોટની કન્ડીશન કરે છે

નોંધનીય છે કે, નોટ બદલવી કે નહીં એ બેંક પર આધાર રાખે છે. તેના માટે કોઈપણ ગ્રાહક બેંકમાં બળજબરી નહીં કરી શકે. બેંક નોટ લેતી સમયે એ ચેક કરશે કે નોટને જાણી જોઈને તો ફાડવામાં નથી આવી ને. આ ઉપરાંત નોટની કન્ડીશન કેવી છે. ત્યારબાદ જ તેને બદલવામાં આવશે. જો નોટ નકલી નહીં હોય અને તેની કન્ડીશન થોડી ઠીક હશે તો બેંક તેને સરળતાથી બદલી દે છે.

50, 100, 500ના નોટને બદલવા માટે નોટનો એક ભાગ ઓછામાં ઓછો 65 ટકા હોવો જોઈએ. આ કન્ડીશનમાં પૂરા પૈસા મળશે. જો નોટનો ભાગ 40-65 ટકાની વચ્ચે હશે તો નોટના 50 ટકા કિંમત મળશે. જો 40 ટકાથી ઓછો ભાગ હશે તો તેની કોઈ કિંમત મળશે નહીં. આરબીઆઈના નિયમ મુજબ સંપૂર્ણ રીતે સળગેલા, ફાટેલા નોટ બદલી શકાશે નહીં.

આવી નોટ નહીં બદલી આપવામાં આવે

તમને જણાવી દઈએ કે, કેટલીક સ્થિતિઓમાં નોટોને બદલી નથી શકાતી. ભારતીય રિઝર્વ બેંકના નિયમો મુજબ, ખરાબ રીતે બળી ગયેલી, ટુકડે ટુકડા થવાની સ્થિતિમાં નોટોને બદલી આપવામાં આવતી નથી. આ પ્રકારની નોટોને આરબીઆઇની ઈશ્યૂ ઓફિસમાં જમા કરાવી શકાય છે.

બિલ કે ટેક્સની ચૂકવણી  કરી ચકો છો

તમને જણાવી દઈએ કે, આ પ્રકારની નોટોથી પોતાના બિલ કે ટેક્સની ચૂકવણી બેંકોમાં કરી શકો છો. આ ઉપરાંત આ પ્રકારની નોટોને બેંકમાં જમા કરી તમે પોતાના ખાતાની રકમને વધારી શકો છો. ઉલ્લેખનીય છે કે, જે પણ નોટ પર કોઈ સંદેશ લખ્યો હોય કે પછી કોઈ પ્રકારના રાજકીય સંદેશ લખ્યા હોય તે નોટોનો ઉપયોગ ન કરવો જોઈએ. એક દિવસમાં 20 નોટો અથવા 5000 રૂપિયાથી વધુની નોટો બદલાવવી હોય તો તેના માટે ચાર્જ આપવો પડશે.-જો કોઈ બેંક નિયમો મુજબ ખરાબ નોટ બદલવાની ના પાડે તો બેંકને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.-જો નોટ પર સીરિયલ નંબર, ગાંધીજીનું વોટરમાર્ક અને ગવર્નરની શપર દેખાય છે તો બેંકને નોટ બદલી આપવી જ પડશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube