દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની ટેક્નિકલ ખામીને કારણે 1 લાખ 80 હજારથી વધુ કારો રિકોલ કરશે એટલે કે વાપસ મંગાવશે. જેમાં કંપનીના આ મોડેલનો સમાવેશ થાય છે Ciaz, Ertiga, Vitara Brezza, S-cross અને XL6 વેરિએન્ટનો સમાવેશ થાય છે.ત્યારે મારુતિ સુઝુકીના જણાવ્યા પ્રમાણે 4 મે 2018 થી 27 ઓક્ટોબર 2020 ની વચ્ચે જે કારનું ઉત્પાદન થયું છે. તેમને પાછા બોલાવવામાં આવશે અને સુધારવામાં આવશે અને ગ્રાહકને પરત કરવામાં આવશે.

આ મહિનામાં રિકોલ શરૂ કરવામાં આવેશે – ત્યારે મારુતિ સુઝુકીના જણાવ્યા પ્રમાણે ગ્રાહકના હિતોને ધ્યાનમાં રાખીને, કંપની નવેમ્બરથી રિકોલની પ્રક્રિયા શરૂ કરશે. અને આ અંતર્ગત વાહનોના મોટર જનરેટર યુનિટની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ ખામી જણાય તો તેને બદલવામાં આવશે. આ મારુતિના અધિકૃત વર્કશોપમાંથી વાહનોના માલિકોને જાણ કરવામાં આવશે. જો વાહનના આ ભાગમાં કોઈ ખામી જોવા મળે છે તો નવેમ્બર 2021 ના ​​પહેલા સપ્તાહથી, તેને સુધારવાની કામગીરી શરૂ થશે.

Eeco, Wagon R અને Baleno ને રિકોલ કરવામાં આવ્યા છે ત્યારે અગાઉ નવેમ્બર 2020 માં, મારુતિ સુઝુકીએ ખામીયુક્ત હેડલાઇટને કારણે તેના Eeco વાહનોના 40 હજારથી વધુ યુનિટ પાછા લીધા હતા.ત્યારે જુલાઈ 2020 માં જ કંપનીએ ફ્યુઅલ પંપની સમસ્યાને કારણે વેગનઆર અને બલેનોના લગભગ 1 લાખ 34 હજાર યુનિટ પાછા બોલાવી લીધા છે.

ત્યારે તમને જણાવી દઈએ કે કંપનીઓ પોતાની પહેલ પર કારો પરત લે છે ત્યારે તે ખરાબ પાર્ટ્સને પોતાના ખર્ચે ઠીક કરે છે. આ કંપનીની વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે.ત્યારે બ્રાન્ડને બજારમાં મજબૂતી મળે છે. 2020 માં, મારુતિ સુઝુકીએ 3,80,615 કારો રિકોલ કરી છે. અત્યાર સુધી, કંપનીએ તેની કારના 5 લાખથી વધુ યુનિટ પાછા બોલાવી લીધા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube