શું તમારા ફોનમાં પણ દેખાય છે ગ્રીન બ્લીન્કર ? સમજી જાઓ થઇ રહી છે જાસુસી

IOS ૧૪ માં એપલે બધા આઈફોન માટે નવું સોફ્ટવેર તૈયાર કર્યું છે. આ અપગ્રેડ સોફ્ટવેરમાં નવું ફીચર તૈયાર કરવામાં આવ્યું છે. એ હેઠળ જો કોઈ તમારી પરવાનગી વિના તમારો કેમેરા કે સ્પીકર ચાલુ કરે છે તો આ બ્લીન્કર એની જાતે જ ચાલુ થઇ જાય છે.

શું તમે ક્યારેય તમારા iphone ના આગળના કેમેરાની એકદમ બાજુમાં કોઈ બ્લીન્કર જબકતું જોયું છે? એ ક્યારેય ગ્રીન તો ક્યારેક ઓરેન્જ કલરમાં જબકે છે. જો તમારો જવાબ હા છે તો થઇ જાઓ સાવધાન. તમારી કોઈ જાસુસી કરી રહ્યું છે. તમારા સ્થળ અને પ્રવૃત્તિને રીયલ ટાઈમમાં મોનીટર કરવામાં આવી રહ્યું છે.

અમે તમને જણાવીશું કે શું છે એનું કારણ?

એપલનું છે આ નવું ફીચર


એપલે હાલમાં જ પોતાના ઓપરેટીંગ સોફ્ટવેરને અપગ્રેડ કર્યું છે. IOS ૧૪ માં એપલએ બધા આઈફોન માટે નવું સોફ્ટવેર તૈયાર કર્યું છે. આ અપગ્રેડ સોફ્ટવેરમાં નવું ફીચર તૈયાર કરવામાં આવ્યું છે. એ હેઠળ જો કોઈ તમારી પરવાનગી વિના તમારો કેમેરા કે સ્પીકર ચાલુ કરે છે તો આ બ્લીન્કર એની જાતે જ ચાલુ થઇ જાય છે. આ બ્લીન્કર આઈફોનના ફ્રન્ટ કેમેરાની એકદમ બાજુમાં હોય છે. અત્યાર સુધી એનો વધારે વપરાશ નથી થયો. પણ હવે એને ચાલુ કરી દેવામાં આવ્યું છે.

શું છે ગ્રીન કે ઓરેન્જ બ્લીન્કરના જબકાવાનો અર્થ?


દ સન વેબસાઈટ મુજબ, જો તમારા આઈફોનમાં ગ્રીન કલરનું બ્લીન્કર દેખાઈ રહ્યું છે તો સમજી જાઓ કે તમારો કેમેરો એક્ટીવેટ કરી દેવામાં આવ્યો છે. કોઈ એપ તમારો વિડીયો રેકોર્ડ કરી રહી છે. વિડીયો સાથે તમારો ફોટો પણ લઈ શકે છે. એવી જ રીતે જો મોબાઈલના આગળના ભાગમાં ઓરેન્જ બ્લીન્કર દેખાઈ રહ્યું છે તો સમજી જાઓ કે કોઈ એપ તમારો અવાજ રેકોર્ડ કરી રહ્યુ છે.

આ રીતે થઇ શકે છે બચાવ

એપલના નવા સોફ્ટવેર અપગ્રેડ મુજબ, જો તમે તમારા કેમરા અને ઓડિયો પર પોતેજ નિયંત્રણ રાખી શકો છો. એના માટે તમારે મોબાઈલના કંટ્રોલ સેન્ટરમાં જવું પડશે. અહિયાં તમે ખુદ જોઈ શકો છો કે તમે કયા એપને ઓડિયો અને વિડીયો રેકોર્ડ કરવાની મંજુરી આપી છે? જો તમને લાગે છે કે કોઈ એપ તમારી ઈચ્છા વિના ઓડિયો અને વિડીયો રેકોર્ડ કરવાની પરમીશન લીધેલ છે તો એને તમે બંદ કરી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube