Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Entertainment

જ્યારે શુટિંગ દરમ્યાન બેકાબુ બની ગયા હતા દિપીકા અને રણવીર, “કટ” બોલવા છતાં પણ પાગલની જેમ એકબીજાને “કિસ” કરતાં રહ્યા

બોલિવૂડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી ખૂબ જ ફેમસ છે. આ કપલની તસ્વીરો સોશિયલ મીડિયા પર અવારનવાર થતી રહે છે. ફેન્સ તેમને “દીપવીર” કહે છે. બંનેએ વર્ષ ૨૦૧૮ માં ૧૪ અને ૧૫ નવેમ્બરનાં રોજ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમના લગ્નનાં ૩ રિસેપ્શન પણ થયા હતા. લગ્ન પહેલા દીપિકા અને રણવીર એકબીજા સાથે ૬ વર્ષ સુધી લીવ ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના પ્રેમની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગોલીયો કી રાસ લીલા – રામ લીલા” થઈ હતી. આ ફિલ્મમાં બંનેએ પહેલી વખત એક સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જબરદસ્ત હતી.

આ ફિલ્મ સાથે જોડાયેલી એક કિસ્સો ખૂબ જ ફેમસ છે. હકીકતમાં આ ફિલ્મમાં એક લવ મેકિંગ સીન હતો. રણવીર અને દીપિકાએ સીનને ખુબ જ પેશનની સાથે કર્યો હતો. હવે દિલચસ્પી વાત એ છે કે જ્યારે ડાયરેક્ટરે સીન ખતમ થયા બાદ “કટ” કહ્યું તો બંને રોકાયા નહીં અને બધાની સામે એકબીજાને કિસ કરતા રહ્યા.

ત્યાં હાજર રહેલ એક ક્રુ મેમ્બર પાસેથી જાણવા મળ્યું હતું કે આ બંને “ગોલિયોં કી રાસ લીલા – રામ લીલા” નાં ગીત “અંગ લગા દે રે” ગીતનાં શૂટિંગ દરમિયાન બેકાબૂ બની ગયા હતા. જ્યારે ડાયરેક્ટરનાં “કટ” બોલવા છતાં પણ બંનેએ એકબીજાને ચુમવાનું બંધ કર્યું નહીં, તો ત્યાં હાજર બધા જ લોકો સમજી ગયા કે તેઓ રિલેશનશિપમાં છે.

“ગોલિયોં કી રાસલીલા – રામલીલા” વર્ષ ૨૦૧૩માં આવી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ જ હિટ થઈ હતી. ત્યારબાદ બંનેએ ફાઇન્ડિંગ ફેની, બાજીરાવ મસ્તાની અને પદ્માવત માં સાથે કામ કર્યું હતું. હવે ખૂબ જલ્દી બંને ફરીથી એક વખત રોહિત શેટ્ટીની ફિલ્મ “૮૩” માં નજર આવશે. આ ફિલ્મમાં રણબીર તેમજ ક્રિકેટર કપિલ દેવ જ્યારે દીપિકા તેમની પત્ની બનશે.

કોરોના મહામારીને કારણે દીપિકા અને રણવીરને એક સાથે સમય પસાર કરવાનું ખૂબ જ સારો મોકો મળી ગયો છે. હાલમાં બંનેના લગ્નની બીજી એનિવર્સરી પણ હતી. જોકે કોરોનાને કારણે તેઓ સેલિબ્રેટ કરવા કોઈ જગ્યાએ જઈ શક્યા નહીં. જણાવી દઈએ કે લગ્નની પહેલી એનિવર્સરી પર કપલ તિરુપતિ દર્શન કરવા માટે ગયું હતું.

થોડા દિવસો પહેલાં જ દીપિકાનું નામ ડ્રગ્સ જ કેસમાં જોડાયું હતું. તેમની ઉપર પોતાની મેનેજર પાસેથી ડ્રગ્સ માંગવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. જોકે હાલમાં આ આરોપની પુષ્ટિ થઈ નથી. પરંતુ આરોપ લાગ્યા બાદ દીપિકાની ઇમેજ પર નેગેટિવ ઈફેક્ટ જરૂર પડેલી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

પાણીની અંદર હનીમુનમાં પોતાના પતિની સાથે રોમૅન્ટિક થઈ કાજલ અગ્રવાલ, જુઓ હનીમુનની તસ્વીરો

Nikitmaniya

જોઇલો ખુબ જ મજેદાર 10 તસ્વીરો, હસી હસી થાકી જશો તમે પણ…

Nikitmaniya

ખરાબ સીન ને કારણે આ ફિલ્મો પર પ્રતિબંધ મૂકાયો હતો, આજ સુધી રિલીઝ થઇ નથી ભારતમાં

Nikitmaniya