કંગના રનૌત મુંબઈ આવી ગઈ છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તો બીજી બાજી કંગનાના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના સમર્થક એરપોર્ટ પર હાજર છે. તો શિવસેનાના અનેક સમર્થકો કાળા વાવટા તથા બેનર સાથે આવ્યા હતા.
કંગનાની સુરક્ષામાં મુંબઈ પોલીસે ફિલ્ડ માર્શલ, CISF તથા મુંબઈ પોલીસના 24થી વધુ જવાન છે. કંગનાની સાથે તેની બહેન પણ છે. એરપોર્ટ પર કંગનાની વિરુદ્ધમાં તથા સમર્થનમાં નારેબાજી થઈ રહી છે.
કરણી સેના સમર્થનમાં
કરણી સેના કંગના રનૌતના સમર્થનમાં આવી છે. કરણી સેનાના કાર્યકર્તાઓ પણ એરપોર્ટ પર આવ્યા છે. કાર્યકર્તાઓએ કહ્યું હતું કે તેઓ કંગનાને ઘરથી બહાર આવવા-જવા સુધી સુરક્ષા આપશે. જોકે, કંગનાને પહેલેથી જ કેન્દ્ર સરકારે Y કેટેગરીની સુરક્ષા આપી છે.



આ પહેલા કંગનાની ઓફિસ તોડી પડાઈ હતી
BMCએ કંગનાની મુંબઈ સ્થિત ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ અંગે 24 કલાકની અંદર બીજી નોટિસ ફટકારી હતી. BMCની એક ટીમ તેની ઓફિસ પહોંચી હતી. ટીમે 10.30થી 12.40 સુધી ઓફિસમાં કાર્યવાહી કરી હતી. હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ પર સ્ટે મૂક્યો હતો. આવતીકાલે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ વાગે આ કેસની બીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. કંગનાની આ ઓફિસ બાંદ્રાના પાલી હિલમાં છે. કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી.કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે, આજે અહીંયા બાબર આવી ગયો છે.
BMCએ કાર્યવાહી પર શું કહ્યું?
BMCએ કહ્યું, ‘નોટિસ મળ્યા બાદ પણ કંગનાએ ઓફિસમાં કામ ચાલુ રાખ્યું હતું. આથી જ નોટિસ પ્રમાણે, તાત્કાલિક તોડફોડ શરૂ કરવામાં આવી હતી. આ માટે તમે (કંગના) જાતે જ જવાબદાર છો. આ કામ તમારા ખર્ચે કરવામાં આવી રહ્યું છે.’
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.