શ્રાવણ મહિનામાં શિવ ચાલિસા કરવાનું પણ છે મહત્વ, ક્યારે કરી શકાય અને શું થશે તેના અનેક ફાયદા જાણો… શિવ ચાલિસાના પાઠ કરવાથી થાય છે અનેક લાભ, જાણો અહીં તેનું મહાત્મય… ભગવાન શંકરને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને સચોટ ઉપાયઃ શિવ ચાલિસા….
શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવ ભક્તો શિવાલયોમાં જળાભિષેક કરવા જાય છે. વહેલી સવારથી જ લાંબી લાઈન જોવા મળે છે. શ્રાવણ માસમાં લોકો અનેક જગ્યાએ યાત્રા પણ કરવા જતા હોય છે. હરિદ્વાર, કાશિવિશ્વનાથ કે દ્વાદશ જ્યોતિર્લિંગ જેવી અનેક પવિત્ર જગ્યાઓએ જાય છે. ભાંગ, ધતૂરો અને બિલિપત્ર શિવલિંગ પર ચડાવીને તેમને પ્રસન્ન કરવા આરાધના કરે છે, જળાભિષેકની સાથે, કાચું દૂધ, દહીં, સાકર, મધ, ધી જેવા દ્રવ્યો સાથે પંચાંમૃતનો અભિષેક, શેરડીનો રસ, કે નારિયેળ / તરોફુંનું પાણી જેવા પવિત્ર પદાર્થોથી પણ શિવલિંગને અભિષેક કરાય છે.
રૂદ્રાક્ષ અને જનોઈથી સ્મશાનની ભષ્મ, ચંદન અને અબિલ જેવી વસ્તુઓથી શણગાર થાય છે. ત્યારે અમે આજે આપને એક એવા મંત્ર જાપ વિશે જણાવીએ છીએ કે જેથી તમને ઘરે બેસીને પણ જો શિવજીને રિઝવવા હોય ને તો આ ઉપાય જરૂરથી કરવા જેવો છે. નિજ મંદિરમાં સ્ત્રીઓએ અભિષેક કરવા જવાનું શાસ્ત્રોમાં વર્જ્ય કહ્યું છે ત્યારે આ ઉપાય એક સચોટ તરીકો બની રહે છે ભગવાન ભોળા શંકરને પ્રસન્ન કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટેનો. એ ઉપાય છે શિવ ચાલિસા… જી હા, શિવ ચાલિસા કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોરથો અવસ્ય પૂર્ણ કરે છે.
શિવ ચાલીસાનું મહત્વ
ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને સીધો રસ્તો છે શિવ ચાલીસાનો પાઠ કરવો. શિવ ચાલીસા કરવા માટે કોઈ ખાસ કાયદાઓ – નિયમો કે શિસ્તનું પાલન કરવાની બહુ જરૂર નથી હોતી. સાફ મનથી અને શુદ્ધ નીતિથી તમે કોઈપણ સમયે શિવ ચાલીસાના પાઠ કરી શકો છો. આ પાઠ કરતી વખતે ખાસ સામગ્રી કે ચીજ વસ્તુઓની પણ જરૂર નથી હોતી.
ક્યારે આ પાઠ કરવાથી સર્વાધિક લાભ મળે છે?
સવારના ભાગમાં ૧૧ વાગ્યે આ શિવ ચાલિસા કરવાથી ખૂબ જ લાભ થાય છે. તેમાં પણ જો કોઈને ધન – વૈભવનો લાભ જોઈતો હોય તેમણે આ શિવ ચાલિસામાંથીની આ પંક્તિ અચૂક બોલવી જોઈએ, જેમાં લખ્યું છે, “ધન નિર્ધન કો દેત સદા હી, જો કોઈ ઝાંચે, સો ફલ પાઈ…”
શિવ ચાલીસા કરવાના છે અનેક ફાયદા
શ્રાવણ માસના પવિત્ર સોમવારે શિવ ચાલીસા વાંચવું એ વધુ ફાયદાકારક છે. આ કરવાથી તમારા જીવનમાં આવતી બધી બાધાઓ અને બધા અવરોધો દૂર થાય છે. શિવ ચાલીસાના જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેનાથી ઇચ્છિત અસર થાય છે. શિવ ચાલિસા કરવાથી અનેક લાભ મળે છે જેમાં બીમાર વ્યક્તિનો રોગ મટે છે. નાણાભીડ હોય તેની દરિદ્રતા દૂર થાય છે અને શિવ ચાલિસા કરવાથી મનમાં ઉત્પન્ન થતા દરેક ભયથી તમને સુરક્ષિત રાખે છે.
જો કોઈ ગર્ભવતી મહિલા શિવ ચાલિસાના પાઠ કરે છે તો તેનું શારીરિક સ્વાસ્થ્ય અને તેના આવનાર બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેને ગર્ભમાંથી નિર્ભયતાના સંસ્કાર મળે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.