બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે આજે વિશેષ મુકામ મેળવી લીધું છે, પણ ક્યારેક ને ક્યારેક એમને પોતાના કરિયરમાં કાસ્ટિંગ કાઉચનું પણ શિકાર થવું પડ્યું છે. આને તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ઘૃણાસ્પદ સત્ય કહી શકો. હિરોઈન બનવાના સ્વપ્ન સાથે ઘણી બૉલીવુડ અભિનેત્રીઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળી, પણ એમનેકાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. ઘણી અભિનેત્રીઓ દ્વારા કાસ્ટિંગ કાઉચની ઘટનાને સાર્વજનિક રીતે સ્વીકાર કરાયું છે અને એમના દ્વારા પોતાના અનુભવ પણ શેર કરવામાં આવ્યા છે. અહીંયા અમે તમને બોલીવુડની એવી જ અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છે, જે કાસ્ટિંગ કાઉચની શિકાર થઇ ચુકી છે.

રાધિકા આપ્ટે


રાધિકા આપ્ટે બોલીવુડમાં આજે કોઈ ઓળખની મોહતાજ નથી. દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એ પોતાની ખાસ ઓળખ બનાવી ચુકી છે. તમિલ, બંગાલી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ હિન્દી ફિલ્મો સિવાય એમણે કામ કર્યું છે. વર્ષ 2018 માં અક્ષય કુમારની લોકપ્રિય ફિલ્મ પૈડમેનમાં પણ એ જોવા મળી હતી. રાધિકા આપ્ટે એ વાતનો સ્વીકાર કરી ચુકી છે કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમને કાસ્ટિંગ કાઉચનું શિકાર થવું પડ્યું છે. એક અભિનેતાએ બોલીવુડની એક ફિલ્મની ઓફર કરી હતી, પણ એના માટે એને સમાધાન કરવાનું કહેવામાં આવ્યું હતું.

સુરવીન ચાવલા


ખુબ જ સુંદર અભિનેત્રી છે સુરવીન ચાવલા. ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ તે પ્રવેશી હતી. સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ પણ બે-ચાર વાર કાસ્ટિંગ કાઉચની શિકાર બની હતી, પણ એણે જણાવ્યા મુજબ, સમાધાન કરવાની એણે ચોખ્ખી ના પાડી દીધી હતી. જોકે, સુરવીને એ પણ માન્યું કે બોલીવુડમાં ક્યારેય એને આવા કોઈ મુદ્દાનો સામનો કરવો નથી પડ્યો.

કલ્કી કોચલીન


બૉલીવુડ અભિનેત્રી કલ્કી કોચલીન ,જે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની પૂર્વ પત્ની પણ છે. સાર્વજનિક રીતે એ વાતનો સ્વીકાર કરી ચુકી છે કે કાસ્ટિંગ કાઉચનો એમને પોતાના કરિયરમાં સામનો કરવો પડ્યો છે. કલ્કીએ જણાવ્યું કે લોકોનું કહેવું છે કે હું ભારતથી નથી, તો સરળતાથી મારો ફાયદો ઉઠાવીને મારુ શોષણ કરશે, પણ કલ્કીએ જણાવ્યા મુજબ, ક્યારેય પણ એણે એવું કોઈ સમાધાન નથી કર્યું.

ટીસ્કા ચોપડા


ટીસ્કા ચોપડા કે જે આજે એક જાણીતી અભિનેત્રી છે, એમણે ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલ અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. ‘તારે જમીન પર’ માં ઈશાનની માં નો રોલ એણે જ કર્યો હતો. એ જાહેરમાં એ વાતનો સ્વીકાર કરી ચુકી છે કે પોતાના કરિયરની શરૂઆતમાં એક ફિલ્મમાં કામ કરવા માટે એને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.

એલી અવરામ


બૉલીવુડ અભિનેત્રી એલી અવરામે જણાવ્યું હતું કે કરિયરના શરૂઆતના દિવસોમાં બે નિર્દેશકોએ એમને એની સાથે સુવાનો સંકેત આપી દીધો હતો. અવરામે જણાવ્યા મુજબ, બોડી સમિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. એને ઘણી નાની હોવાને લીધે કહેવામાં આવતું હતું કે એ અભિનેત્રી ક્યારેય નથી બની શકે. વજન ઓછું કરવા માટે એમને કહેવામાં આવતું હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube