નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસે ઈન્વેસ્ટર્સની ચિંતા વધારી દીધી છે. રોકાણકારોના ડરના પગલે સોમવારે બજાર (Share Market)  ખુલતા જ મોટો કડાકો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખુલતા જ મોટો ઘટાડો નોંધાયો. પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 813.07 અંકોના ભારે ઘટાડા સાથે  48,778.25ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 245.90 અંક એટલે કે 1.66 ટકાના ઘટાડા સાથે 14589ના સ્તરે ખુલ્યો. આજે 386 શેરોમાં તેજી જોવા મળી. 1181 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે 76 શેરોમાં કોઈ ફેરફાર ન થયો. એક સમય એવો પણ આવ્યો કે સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઘટાડો થઈ ગયો હતો. આ દરમિયાન રોકાણકારોના 7 લાખ કરોડ માત્ર 15 મિનિટમાં જ સ્વાહા થઈ ગયા હોવાનું અનુમાન છે.

સવારે લગભગ 11.42 વાગે સેન્સેક્સમાં 1520.1 અંકોનો મોટો ઘટાડો જોવા મળ્યો. તે 3.07 ટકા નીચે 48071.22ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 456.95 અંક ગગડીને 14377.90 ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે અત્યારે વાત કરીએ તો નિફ્ટીમાં 495.10 ના ઘટાડા સાથે 143369.80 અને સેન્સેક્સમાં 1655.80ના ઘટાડા સાથે 47935.52 પર કારોબાર કરી થઈ રહ્યો છે.

કોરોનાનો કેર દેશમાં ચરમસીમાએ પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,68,912 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,35,27,717 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,21,56,529 લોકો રિકવર થયા છે જ્યારે 12,01,009 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

એક જ દિવસમાં 904 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,70,179 પર પહોંચ્યો છે. હાલ દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 10,45,28,565 લોકોને રસી આપવામાં આવી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube