• નેસ્લ, HDFC, ઈન્ફોસિસ, HCL ટેક, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 403 અંક વધી 55958 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 128 અંક વધી 16624 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 7.91 ટકા વધી 16475.25 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 3.41 ટકા વધી 1463.90 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, HDFC, ઈન્ફોસિસ HCL ટેક, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. નેસ્લે 1.34 ટકા ઘટી 19747.55 પર બંધ રહ્યો હતો. HDFC 1.08 ટકા ઘટી 2692.10 પર બંધ રહ્યો હતો.

કેમપ્લાસ્ટ સનમારના શેર BSE પર 3 ટકા ડિસ્કાઉન્ટની સાથે લીસ્ટ થયા
કેમપ્લાસ્ટ સનમારના શેર પણ બજારમાં લિસ્ટ થયા છે. કંપનીના શેર BSE પર 3 ટકા ડિસ્કાઉન્ટની સાથે લિસ્ટ થયા છે. BSE પર શેર 541 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસની સરખામણીએ 525 રૂપિયા પર લિસ્ટ થયા. જ્યારે NSE પર શેરનું લિસ્ટિંગ 550 રૂપિયા પર થયું.

નબળું રહ્યું એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઈનાન્સનું લિસ્ટિંગ
એપ્ટ્સ વેલ્યુ હાઉસિંગ ફાઈનાન્સના શેર એક્સચેન્જ પર લિસ્ટ થયા છે. કંપનીનો શેર 353 રૂપિયા ઈશ્યુ પ્રાઈસની સરખામણીએ 6.5 ટકા નીચે લિસ્ટ થયો છે. BSE પર ઈશ્યુ પ્રાઈસથી 6.53 ટકા નીચે 329.95 રૂપિયા પર લિસ્ટ થયો છે. જ્યારે NSE પર શેર 5.67 ટકા નીચે 333 રૂપિયા પર લિસ્ટ થયો છે.

મોંઘવારીથી થોડી રાહત, પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટ્યા
ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલ 15-15 પૈસા સસ્તુ થયું છે. જ્યારે પેટ્રોલ 101.55 અને ડિઝલ 88.98 રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે. આ પહેલા 22 ઓગસ્ટના રોજ તેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર પણ તેજીની સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.61 ટકાના વધારા સાથે 35,335 પર બંધ થયો હતો. નેસ્ડેક 1.55 ટકાના વધારા સાથે 14942 અને S&P 500 0.85 ટકાની તેજીની સાથે 4479 ુપર બંધ થયો હતો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube