શેર બજારમાં પૈસા લગાવનારાને RBI ગવર્નર શશિકાંત દાસે આપી આ સલાહ

ઘરેલૂં શેરબજારની સ્થિતિ અને અર્થવ્યવસ્થાની વાસ્તવિક પરિસ્થિતિની વચ્ચે મેળ નથી પડી રહ્યો. આથી, શેર બજારમાં ઘટાડો આવશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે આ વાત કહી હતી. મીડિયા સાથેના પોતાના ઈન્ટરવ્યૂમાં શક્તિકાંત દાસે કહ્યું કે, ગ્લોબલ ઈકોનોમી અને સિસ્ટમમાં ઘણી વધારે લિક્વિડિટી છે. આ જ કારણ છે કે, શેર બજારમાં આટલી તેજી છે. પાકા પાયા પર આ વાસ્તવિક અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલું છે. તેમણે કહ્યું કે, એ પાક્કું છે કે, શેર બજારમાં ઘટાડો આવશે. પરંતુ અમે એ ના જણાવી શકીએ કે તે ઘટાડો ક્યારે આવશે.

એપ્રિલ મહિનાથી લઈને અત્યારસુધી નિફ્ટી 50 સૂચકાંકમાં 37.1 ટકા અને સેન્સેક્સમાં 35.2 ટકા તેજી આવી છે. આ મહિને પોતાની ક્રેડિટ પોલિસીમાં RBIએ ફુગાવો વધવાને પગલે વ્યાજ દરમાં કોઈ બદલાવ નથી કર્યો. પરંતુ મોનેટરી પોલિસી બાદ શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કેન્દ્રીય બેંકની પાસે અવકાશ હજુ બચ્યો છે. જરૂર પડવા પર તેનો ઉપયોગ કરવામાં આવશે.

RBI ફેબ્રુઆરીથી લઈને અત્યારસુધીમાં રેપો રેટમાં કુલ 1.15 ટકાનો ઘટાડો કરી ચુક્યું છે. ગત વર્ષે તેમાં 1.35 ટકાનો ઘટાડો આવ્યો હતો. શક્તિકાંત દાસે કહ્યું કે, નીતિના સ્તર પર અમારી પાસે અવકાશ બચ્યો છે. અમારે અમારું હથિયાર તૈયાર રાખવું પડે છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે.

આ મહિનાના પહેલા અઠવાડિયામાં મોનેટરી પોલિસી કમિટીની બેઠકના મિનિટ્સ ગુરુવારે જાહેર કરવામાં આવ્યા. તેના પરથી જાણવા મળે છે કે, કેન્દ્રીય બેંકને હાલની પરિસ્થિતિમાં વ્યાજ દરમાં ઘટાડાની જરૂરિયાત નથી દેખાઈ રહી. જૂનમાં છૂટક ફુગાવાનો દર વધીને 6.09 ટકા થઈ ગયો. તે RBIના નક્કી કરવામાં આવેલા લક્ષ્ય કરતા વધુ રહેવા પર તેણે સરકારને તે અંગે સ્પષ્ટતા કરવી પડે છે. કોરોના વાયરસની અર્થવ્યવસ્થા પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આ કારણે આ નાણાકીય વર્ષના પહેલા છ માસિકમાં RBIને GDPમાં મોટો ઘટાડો આવવાનું અનુમાન છે.

શક્તિકાંત દાસે કહ્યું, આ નાણાકીય વર્ષના બીજા છમાસિકમાં અર્થવ્યવસ્થામાં રિકવરી આવશે. પરંતુ આર્થિક વૃદ્ધિ દરના વાર્ષિક આંકડા નેગેટિવ રહેશે. જોકે, અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિને જોતા તેમણે નિશ્ચિત અનુમાન વ્યક્ત નથી કર્યું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube