શ્રાવણ મહિનામાં આ સિદ્ધ મંત્રોથી કરો દેવી પાર્વતીને પ્રસન્ન, ભગવાન ભોલેનાથનો પણ મળશે આશીર્વાદ. શ્રાવણ મહિનામાં આ મંત્રોનો જાપ અચૂક કરો, ભગવાન શંકર અને માતા પાર્વતી બંને થશે પ્રસન્ન. દેવી પાર્વતીને કરવા માંગો છો પ્રસન્ન, તો શ્રાવણ મહિનામાં આ સિદ્ધ મંત્રોનો જાપ અવશ્ય કરો, શંકર ભગવાનની કૃપા પણ વરસસે.

શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની પૂજાની સાથે સાથે સમગ્ર શિવ પરિવારની પૂજા પણ કરવામાં આવે તો એનાથી ભોળાનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. શ્રાવણ મહિનાના દરેક મંગળવારે મંગળા ગૌરી અને બુધવારે ગણપતિની પૂજાનું ખાસ મહત્વ હોય છે. તો જો શુક્રવારના દિવસે દેવી પાર્વતીના સિદ્ધ મંત્રનો જાપ કરવામાં આવે તો જીવનમાં એવી કોઈ મનોકામના નહીં હોય જે પૂર્ણ ન થઈ શકે.શુક્રવારના દિવસ દેવી શક્તિનો હોય છે અને દેવી પાર્વતી પણ શક્તિનું રૂપ છે. એટલે શ્રાવણ મહિનામાં દેવી પાર્વતીની પૂજા કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. દેવી પાર્વતીના આ મંત્રનો જાપ કુંવારી કન્યાઓએ પણ જરૂર કરવો જોઈએ.
ભાગવત પુરાણમાં દેવી પાર્વતીને દુર્ગા અને કાલીનું રૂપ માનવામાં આવે છે.

દેવી પાર્વતી દયા, કૃપા અને કરુણાની દેવી કહેવાય છે.શ્રાવણ મહિનામાં શુક્રવારના દિવસે દેવી પાર્વતીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી પાર્વતીની પૂજામાં શણગારની વસ્તુઓ અને લાલ ફૂલ અર્પણ કરવું જોઈએ. સાથે સાથે એ દિવસે એમને ખીર અને મીઠાઇનો પ્રસાદ પણ ધરાવવો જોઈએ. યાદ રાખો કે એકલા દેવી પાર્વતીની પૂજા ન કરો. શિવજીની સાથે જ દેવીની પૂજા થાય છે.

દેવી પાર્વતીને ભવવાન શિવની ડાબી બાજુ સ્થાપિત કરવા જોઈએ. એ પછી દેવીને વસ્ત્ર અર્પણ કરો અને ફૂલની માળા પહેરવો. અત્તર લગાવીને તિલક કરો. ધૂપ અને દીપ, ફૂલ ચોખા અર્પિત કરી એમની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવો. એ પછી આરતી કરો અને નિવેધ ધરાવો. હવે દેવીની સામે શાંત ચિત્તે બેસી એમના સિદ્ધ મંત્રોનો જાપ કરો.
દેવીના આ સિદ્ધ મંત્રોનો જાપ કરો.

ऊँ उमामहेश्वराभ्यां नमः और ऊँ पार्वत्यै नमः ।
શિવ પાર્વતીને પ્રસન્ન કરવા આ મંત્રનો જાપ કરો.
ऊँ साम्ब शिवाय नमः और ऊँ गौर्ये नमः।
ઘરમાં સુખ શાંતિ માટે આ ખાસ મંત્રનો જાપ કરો.
मुनि अनुशासन गनपति हि पूजेहु शंभु भवानि।
कोउ सुनि संशय करै जनि सुर अनादि जिय जानि।।

મનપસંદ જીવનસાથી મવળવવા માટે આ સિદ્ધ મંત્રનો જપ કરો.
हे गौरी शंकरार्धांगी। यथा त्वं शंकर प्रिया।
तथा मां कुरु कल्याणी, कान्त कान्तां सुदुर्लभाम्।।
કાર્ય સિદ્ધિ માટે આ ખાસ મંત્ર જપો.
ऊँ ह्लीं वाग्वादिनी भगवती ममं कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा।
દેવી પાર્વતીના આ મંત્ર શ્રાવણ મહિનામાં જ નહિ તમે ક્યારેય પણ જપી શકો છો. શ્રાવણ મહિનામાં આ મંત્રનો જપ કરવાથી એનું પુણ્ય વધુ મળે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.