કોરોનાના કહેરથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની સતત અપીલ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય વિભાગથી લઇને પોલીસ પ્રસાશન સુધી લોકો એકબીજાથી દૂરી દાખવી રહ્યાં છે. આ દરમિયાન રાજસ્થાનથી કોરોના સંક્રમણ સાથે જોડાયેલા એવા સમચારા સામે આવ્યા છે જેને બધાને હેરાન કરી નાખ્યા છે. કારણ કે અહીં સેક્સ રેકેટમાં પકડાયેલી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો.

આ ચોંકાવનારી ઘટના અલવર શહેરની છે. અહીં પોલીસને સૂચના મળ્યા બાદ કાર્યવાહી કરી સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. જેમાં બે યુવતીઓ અને બે યુવકોને કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા.

સોમવારે જ્યારે પોલીસે બે યુવતીઓ અને યુવકોને કોર્ટમાં રજૂ કર્યા તો જજે તેઓને જેલ મોકલવાનો આદેશ આપ્યો. આ દરમિયાન થાનાપ્રભારી સુનીતા ગુર્જરે જણાવ્યું કે કોરોના ગાઇડલાઇન પ્રમાણે તમામની તપાસ કરવી જરૂરી છે.

તેઓને કોવિડ સેન્ટર મોકલવામાં આવ્યા જ્યાં તેઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા. જેમાંથી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

એટલું જ નહીં યુવતી જ્યાં રહેતી હતી એ મકાન માલિકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પોલીસે બે યુવતીઓની સાથે બે યુવકોને પણ ઘટનાસ્થળેથી દબોચી લીધા હતા. પોલીસના દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી બે યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube