અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડી લેબ્સ, મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, ટાઈટન કંપનીના શેર વધ્યા
ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 678 અંક ઘટી 59306 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 186 અંક ઘટી 17671 પર બંધ રહ્યો હતો.
શેરબજાર:સેન્સેક્સ 678 અંક ઘટ્યા, નિફ્ટી 17671 પર બંધ; ટેક મહિન્દ્રા, NTPCના શેર ઘટ્યા
મુંબઈ10 કલાક પહેલા
અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડી લેબ્સ, મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, ટાઈટન કંપનીના શેર વધ્યા
ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 678 અંક ઘટી 59306 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 186 અંક ઘટી 17671 પર બંધ રહ્યો હતો.
ટેક મહિન્દ્રા, NTPC, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, NTPC, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 3.53 ટકા ઘટી 1478.75 પર બંધ રહ્યો હતો. NTPC 3.05 ટકા ઘટી 133.30 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડી લેબ્સ, મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેકસિમેન્ટ 2.61 ટકા વધી 7632.75 પર બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 2.12 ટકા વધી 4670.05 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, NTPC, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 3.53 ટકા ઘટી 1478.75 પર બંધ રહ્યો હતો. NTPC 3.05 ટકા ઘટી 133.30 પર બંધ રહ્યો હતો.
ગુરુવારે માર્કેટ કેપ 4.80 લાખ કરોડ રૂપિયા ઘટી
ભારતીય શેરબજારો ગુરુવારે ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 1159 અંક ઘટી 59984 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 354 અંક ઘટી 17857 પર બંધ રહ્યો હતો. આ સેન્સેક્સનું છેલ્લા 20 દિવસનું સૌથી નીચલું સ્તર છે. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સ 8 ઓક્ટોબરે 60 હજારના લેવલે પહોંચ્યો હતો. 6 મહીનાનો આ સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા 12 એપ્રિલે સેન્સેક્સમાં 1700 અંકનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સમાં ભારે ઘટાડાના પગલે 8 દિવસમાં માર્કેટ કેપમાં 14 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. તેમાંથી 4.80 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો ગઈકાલે જ નોંધાયો હતો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.