નવી દિલ્હીઃ સસ્તું ઘર ખરીદવાની હાલમાં સારી તક છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank Of India) સસ્તામાં પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે. આ હરાજી કાલથી એટલે કે 30 ડિસેમ્બરથી શરૂ થઈ જશે. જો આપને પણ પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન છે તો તમે તમારા દસ્તાવેજો તૈયાર કરી દો, જેનાથી આપને બાદમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમાં રેસિડેન્સિયલ (Residential), કોમર્શિયલ (Commercial) અને ઇન્ડસ્ટ્રીયલ (Industrial), એમ તમામ પ્રકારની પ્રોપર્ટી સામેલ છે. તો તમે હાલમાં ઓછા પૈસામાં પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું કરી શકો છો. નોંધનીય છે કે આ એ પ્રોપર્ટી છે જે ડિફોલ્ટની યાદીમાં આવી ચૂકી છે.
ડિફોલ્ટ પ્રોપર્ટીની થાય છે હરાજી
નોંધનીય છે કે, જે પણ પ્રોપર્ટીના માલિકે પોતાની લોન નથી ચૂકવી કે કોઈ કારણથીસ નહી આપી શક્યા તે તમામ લોકોની પ્રોપર્ટી બેંકો દ્વારા પોતાના કબજામાં લઈ લેવામાં આવે છે. SBI સમયાંતરે આ પ્રકારની પ્રોપર્ટીની હરાજી કરતી રહે છે. આ હરાજીમાં બેંક પ્રોપર્ટી વેચીને પોતાની બાકી રકમ વસૂલ કરે છે.
Planning to buy a new property? We’ve got good news for you. Register for SBI Mega E-Auction: https://t.co/ndlGZhPyk6#SBI #StateBankOfIndia #Auction #Properties pic.twitter.com/Lqkp6sjrXM
— State Bank of India (@TheOfficialSBI) December 29, 2020
હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તો આ તમામ બાબતોનું ધ્યાન રાખો
>> SBIએ આ ઇ-હરાજીના માધ્યમથી બાકીની વસૂલી માટે લોન ડિફોલ્ટરોની બંધક સંપત્તિ રાખી છે અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક, ટ્વીટર, વગેરેની સાથે અગ્રણી અખબારોમાં જાહેરાત પ્રકાશિત કરી છે.
>> બોલી મૂલ્ય વાસ્તવિક બજાર મૂલ્યથી ઓછી હશે. મેગા ઇ-હરાજી દરમિયાન, વ્યક્તિઓની પાસે રેસિડેન્સિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સંપત્તિઓની બોલી લગાવવાની તક હશે.
>> આ ઉપરાંત પ્રોપર્ટી માટે EMD જોઈશે.
>> KYC સંબંધિત તમામ દસ્તાવેજને શાખામાં જમા કરાવવા પડશે.
>> વેલિડ ડિજિટલ સિગ્નેચરઃ બોલી લગાડનાર ડિજિટલ સિગ્નેચર કરવા માટે ઇ-હરાજીકર્તા કે કોઈ અન્ય અધિકૃતથ એજન્સી સાથે સંપર્ક કરી શકે છે.
>> જ્યારે બોલી લગાડનારા ઇએમડી અને કેવાયસી દસ્તાવેજોને સંબંધિત શાખામાં જમા કરાવી દેશે, ત્યારબાદ રજિસ્ટર્ડ લોગ-ઇન આઇડી અને પાસવર્ડ ઇ-હરાજીકર્તા દ્વારા ઇમેલ આઇડીના માધ્યમથી મોકલવામાં આવશે.
>> હરાજીના નિયમો અનુસાર બોલી લગાડનારને હરાજીની તારીખ દરમિયાન લોગ-ઇન કરીને બોલી લગાવવી પડશે.
આવનારા દિવસોમાં થવાની છે હરાજી
આગામી 7 દિવસમાં- 758 રેસિડેન્સિયલ, 251 કોમર્શિયલ અને 98 ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીની હરાજી થશે.
આગામી 30 દિવસમાં – 3032 રેસિડેન્સિયલ, 844 કોમર્શિયલ અને 410 ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીની હરાજી થશે.
SBI ઓક્શન વિશે વધુ જાણકારી મેળવવા માટે તમે આ લિંક પર વિઝિટ કરી શકો છો…
>> bankeauctions.com/Sbi;
>> sbi.auctiontiger.net/EPROC/;
>> ibapi.in; and
>> mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ