સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા બાબા રામદેવ પર વધુ પડતી ઓવારી ગઇ હોય એવી છાપ પડી હતી. અગાઉ રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝને અપાયેલી746 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરી દેવામાં આવી હતી અને બાબા  રામદેવને અપાયેલી લોનનો રિકવરી રેટ ઝીરો હતો છતાં 2019-20માં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ બાબા રામદેવને 1200 કરોડ રૂપિયાની લોન ફરી આપી હતી એવું ખુદ સ્ટેટ બેંકે એક શૅરહોલ્ડરે માગેલી માહિતીના  જવાબમાં જણાવ્યું હતું.

અત્યાર અગાઉ ઇન્સોલ્વન્સી એન્ડ બેંક્રપ્ટસી કૉડ અન્વયે સ્ટેટ બેંકે બાબાની કંપની કનેથી 883 કરોડ વસૂલવાના હતા. એ વસૂલ કરવાને બદલે બેંકે બાબાની પતંજલિ કંપનીને 1200 કરોડની લોન આપી હતી. આ મુદ્દે પ્રખર ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે બાબા સામે કાનૂની પગલાં લેવાની યોજના ઘડી હોવાનું કહેવાય છે. મનીલાઇફ ડૉટ ઇન વેબસાઇટના રિપોર્ટને ટ્વીટર પર મૂકીને પ્રશાંત ભૂષણે લખ્યું હતું કે 746 કરોડ રાઇટ ઑફ્ફ કરવા પડ્યા છતાં સ્ટેટ બેંકે રુચિ સોયા ખરીદવા માટે પતંજલિને 1200 કરોડની લોન કયા આધારે આપી એ સમજાતું નથી. આ પૈસા પ્રજાના છે, તો એને શા માટે આ રીતે વેડફી નાખવા જોઇએ ?

હકીકતમાં બેંકોના કોન્સોર્ટિયમે બાબા રામદેની પતંજલિ કંપનીને રુચિ સોયા કબજે કરવા માટે કુલ 3200 કરોડ રૂપિયાનું કર્જ આપ્યું છે. સૌથી વધુ રકમ 1200 કરોડ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ આપ્યા છે, પંજાબ નેશનલ બેંકે 700 કરોડ, યુનિયન બેંક ઑફ ઇન્ડિયાએ 600 કરોડ, સિંડિકેટ બેંકે 400 કરોડ અને અલાહાબાદ બેંકે 300 કરોડ આપ્યા છે.

અત્રે એ યાદ રહેવું ઘટે કે રુચિ સોયા કંપની પાસે બેંકોએ 12,146 કરોડ રૂપિયા લેવાના બાકી હતા. એમાં સૌથી વધુ રકમ એટલે કે 1800 કરોડ એકલી સ્ટેટ બેંકના સંડોવાયા હતા પરંતુ સ્ટેટ બેંકે 883 કરોડ વસૂલવાના બાકી હોવાની જાહેરાત કરી હતી. એ તો વસૂલ્યા નહીં અને ઉપરથી બીજા 1200 કરોડ બાબા રામદેવની પતંજલિ કંપનીને લોન તરીકે આપ્યા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube