દરેક લોકોને પોતાના ઘરે રહીને કમાવાની ઈચ્છા હોય છે. તો અમુક લોકોને ગામથી દૂર રહીને કમાવાનું પસંદ હોય છે. હાલમાં કોરોના વાયરસ ના કારણે લાખો લોકો શહેર છોડી ગામડામાં વસી રહ્યા છે. જ્યારે અમુક લોકો છે જે ઘરેથી જ કામ કરી રહ્યા છે. જો તમે ઘરે બેઠા કામ કરીને સારી કમાણી કરવા માંગતા હોય તો તમને મોદી સરકાર તરફથી એક સુવર્ણ તક છે.

image source

સરકાર ઘરે બેઠા ઓનલાઇન કમાવવાની તક આપી રહી છે. જો તમે પણ ભણેલા ગણેલા છો અને ગામડામાંથી કંઈક કરવા માગો છો, તો તેના માટે સરકાર પાસે એક યોજના છે, જે તમારી મદદ કરી શકશે.

મોદી સરકારના ડિજીટલ ઇન્ડિયા વિશે તો તમે જાણતા જ હશો પરંતુ ડિજીટાઇઝ ઇન્ડિયા માટે ખૂબ જ ઓછા લોકો જાણે છે. એનો ફાયદો કેવી રીતે ઊઠાવવો એની જાણકારી પણ ઘણા લોકોને નથી. તો તમને જણાવી દઇએ કે સરકારે એક કેમ્પેન શરૂ કર્યું છે. સરકારની ડિઝીટલ ઈંડિયા અંતર્ગત તમે તમારા જ ગામમાં સામાન્ય સેવા કેન્દ્ર એટલે કે, કોમન સર્વિસ સેન્ટર ખોલી કમાણી કરી શકો છો. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામિણ નવયુવાનોને ઉદ્યમી બનાવવા માટે ડિઝીટલ ઈંડિયાનો ફાયદો ગામેગામ પહોચાડવાનો છે.

image source

આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

જો તમે પણ સામાન્ય સેવા કેન્દ્ર ખોલવા માગો છો, તમને કોમ્પ્યુટર આવડવુ જોઈએ. જેના માટે સૌથી પહેલા register.csc.gov.in પર જઈને કોમન સર્વિસ સેન્ટર માટે રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. રજીસ્ટ્રેશન સમયે તમારે 1400 રૂપિયા આપવાના રહેશે.

image source

રજીસ્ટ્રેશન દરમિયાન અહીં આપને ફોટો પણ અપલોડ કરવાનો રહેશે, જ્યાં તમે સેન્ટર ખોલવા માગો છો. ફોર્મ ભર્યા બાદ તમને એક આઈડી પણ મળશે.અરજી સ્વિકાર્ય થયા બાદ તમારી ટ્રેનિંગ થશે. ત્યાર બાદ તમને એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટની સાથે સાથે તમને અનેક સેવાની મંજૂરી મળી જશે, જે એક સાઈબર કાફેવાળાને પણ મળતી નથી.

image source

આ રીતે થાય છે કમાણી

આ કેન્દ્ર પર તમે ઓનલાઈન કોર્સ, સીએસસી બજાર, કૃષિ સેવાઓ, ઈકોર્મસ સેલ, રેલ્વે ટિકિટ, એર અને બસ ટિકિટ બુકીંગની સાથે સાથે મોબાઈલ અને ડીટીએચ રિચાર્જનું પણ કામ કરી શકો. આ ઉપરાંત પાન કાર્ડથી લઈને પાસપોર્ટ સુધી પણ બનાવી શકો છો. આ કામ બદલ સરકાર તમારી પાસે કોઈ પૈસા લેતી નથી. જે પણ કામ કરો, તેના પૈસા તમે ખુદ નક્કી કરી ગ્રાહક પાસે લઈ શકો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube