મુખ્યમંત્રી અમૃતમ યોજના
અનુ | વિગતો | |
૧ | યોજનાનું નામ/પ્રકાર | મુખ્યમંત્રી અમૃતમ યોજના – મા યોજના |
૨ | યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ | આ યોજના રાજયના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના (નગરપાલિકા વિસ્તાર, મહાનગર પાલિકા વિસ્તાર અને નોટીફાઇડ એરીયા) ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ પ વ્યકિત સુધી) ને લાગુ પાડવામાં આવી છે. તેમજ હાલ મા વાત્સલ્ય યોજના અંતર્ગત “વાર્ષિક રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવક ધરાવતા નીચલા મધ્યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને તેમના ૨૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો’’ ને લાભ આપવામાં આવશે. |
૩ | યોજના અંતર્ગત સહાય/લાભ | આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્ઠ સારવાર બર્ન્સ કેન્સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે. |
૪ | યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ | આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્ઠ સારવાર બર્ન્સ કેન્સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે નિયત સારવાર પેકેજીસ નકકી કરેલ છે. જે અનુસાર યોજના હેઠળ કરારબધ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળવા પાત્ર થાય છે. |
૫ | યોજનાનો લાભ કયાંથી મળશે. | આ યોજના હેઠળ નિયત ચેકલીસ્ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી/અનુદાન મેળવતી સંસ્થાઓ/ ખાનગી હોસ્પિટલોને કરારબધ્ધ કરવામાં આવેલ છે. આ કરારબધ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ આપવામાં આવે છે. |
- મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના
- મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો
- મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો હેઠળ ફરિયાદ નિવારણ સમિતિઓ ની રચના બાબત
- મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં સ્ટેટ નોડલ સેલ માટે કરાર આધારિત જગ્યા મંજુર કરવા બાબત-
- મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના- ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ ને નોધણી કાર્ડ આપવા બાબતે-
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન વિશે જાણવા માટે
- કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી આવકના પ્રમાણપત્રો રાખવા બાબતે-
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે મુખ્ય મંત્રી રાહતનિધિમાંથી ૫૨૧ દર્દીઓને રૂ.ર.૨૮ કરોડની સહાય કિડની, કેન્સર, હ્રદય અને લીવરના રોગની સારવાર માટે આપીને નવજીવન બક્ષ્યું છે. શ્રીમતી આનંદીબહેને મે-ર૦૧૪માં રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી જ આવા ગંભીરતમ રોગોની સારવાર માટે માનવીય સંવેદના સ્પર્શી ભાવ સાથે મુખ્યમંત્રી રાહતફંડમાંથી ઉદાત સહાય તેઓ આપતા રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંવેદનાસભર અભિગમથી તાજેતરમાં આવા રોગના વધુ સાત ગરીબ દર્દીઓને રૂ. ૧૦.૬૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી મંજૂર કરી છે. રાજયના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચે તેની સાથે ગંભીરતમ રોગના નિદાન-પરિક્ષણની પણ વિનામૂલ્યે વ્યવસ્થા રાજય સરકારે કરી છે.
મુખ્ય મંત્રીશ્રીએ ગંભીર રોગની સારવાર રાજય સરકાર દ્વારા આપવાની આરોગ્ય સુખાકારીની મુખ્યમંત્રી અમૃતમ ‘મા’ વાત્સલ્યમ યોજના તહેત મધ્યમ વર્ગના પરિવારોના ૧૯૮૪૦ હ્રદયરોગના દર્દીઓને રૂ. ૩૮.૬૫ કરોડની કેશ લેસ સારવાર પૂરી પાડી છે. ‘મા’ વાત્સલ્યમ યોજના સાથે જ મુખ્ય મંત્રી અમૃતમ ‘મા’યોજના અંતર્ગત ૩૧ ઓગસ્ટ, ર૦૧૫ સુધીમાં ૧૩૬૪૯ દર્દીઓને રૂ. ર૦.૧ર કરોડની સારવાર સરકારે આપી છે
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.