નવી દિલ્હી : જેવી રીતે દેશમાં કોરોના વાયરસ તબાહીનું કારણ બની રહ્યું છે. તેને જોતા દેશમાં વહેલી તકે કોરોનાની રસી (Corona vaccine)ને લઈને તમામ પ્રકારે રીસર્ચ (Research) કરવામાં આવી રહ્યા છે. આજે દેશભરમાં કોરોના વાયરસ (Corona virus)નાં લીધે 30 લાખ લોકો સંક્રમિત છે તથા 56 હજારથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની રસી ઝડપી રીતે લોકો માટે ઉપલબ્ધ કરવાની તૈયારીઓ કરી રહી છે. દેશમાં કોરોના માટે ત્રણ કોરોનાની રસી પરીક્ષણ તબક્કાઓમાં (Corona vaccine in testing phases) છે. બધુ બરાબર રહેશે તો 73 દિવસોની અંદર દેશને કોરોના વાયરસની રસી ઉપલબ્ધ થઈ શકશે. ઓક્સફોર્ડ યુનિવર્સીટી એસ્ટ્રાજેનેકા (Oxford University AstraZeneca) ની ‘કોવિશીલ્ડ’ ભારતમાં તૈયાર કરી રહેલા ‘સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા’નાં એક અધિકારીએ આ માહિતી આપી હતી.

રીપોર્ટ અનુસાર સરકારનાં રાષ્ટ્રીય ટીકાકરણ કાર્યક્રમ મુજબ આ રસી તમામ ભારતીયોને મફતમાં આપવામાં આવશે. આ માહિતી ભારતમાં રસીનાં ત્રીજા પરિક્ષણ તબક્કાનાં એક દિવસ પહેલા આવ્યા છે. જણાવી દઈએ કે ભારતમાં વેક્સીન ત્રીજા તબક્કામાં છે અને ભારતની ફાર્માસ્યુટિકલ પ્રસિદ્ધ સીરમ ઇન્સ્ટીટ્યૂટ (Serum Institute) દ્વારા કરવામાં આવી છે. એક સમાચાર મુજબ સીરમ ઇન્સ્ટીટ્યૂટનાં એક અધિકારીએ જણાવ્યુ કે, સરકારે અમને વિશેષ મેન્યુફેક્ચરિંગ પ્રાયોરિટી લાઈસન્સ (Manufacturing Priority License) આપ્યુ છે અને 58 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવા માટે પ્રક્રિયાને ફાસ્ટ-ટ્રેક કરી દેવાયુ છે. પ્રથમ ડોઝ આજે લગાવવામાં આવશે, બીજી ડોઝ 29 દિવસ બાદ અને ત્યારનાં 15 દિવસ બાદ ટ્રાયલનાં અંતિમ આંકડાઓ સમક્ષ આવશે.
कब तक आएगी #कोरोना की #vaccine ?
पत्रकारों के इस सवाल पर मैंने उम्मीद जताई कि अगर सब कुछ ठीक रहा तो भारत इस साल के आखिर तक #coronavaccine हासिल कर लेगा। @MoHFW_INDIA @CSIR_IND @NDRFHQ pic.twitter.com/zqAxftKUdt
— Dr Harsh Vardhan (@drharshvardhan) August 22, 2020
કેન્દ્રિય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને (Harshvardhan) કહ્યુ કે, કોરોના વાયરસ સામે ભારતની પ્રથમ રસી વર્ષનાં અંત સુધી ઉપલબ્ધ થઈ શકે છે. ડો. હર્ષવર્ધને દિલ્હીનાં ગાઝિયાબાદમાં NDRFનાં 10 બેડનાં હોસ્પિટલનું ઉદઘાટન કરતા સમયે કહ્યુ કે, આપણા કોવિડ 19 રસી (The vaccine) નાં ઉમેદવારોમાંથી એક ક્લિનિકલ ટ્રાયલનાં ત્રીજા તબક્કામાં છે, અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વર્ષનાં અંતે રસી તૈયાર થઈ જશે. વધુમાં તેમણે કહ્યુ કે, મને આ જણાવી ખુશી થઈ રહી છે કે કોરોના સાથે લડાઈનાં આઠમાં મહિનામાં ભારતમાં 75 ટકાની સૌથી શ્રેષ્ઠ રિકવરી રેટ છે દેશમાં કુલ 22 લાખથી વધુ દર્દીઓ રિકવર થઈને ઘરે ગયા છે અને સાત લાખ પણ વહેલા સ્વસ્થ્ય થશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.