જો તમે ઘર બેઠા કમાણી કરવા માગો છો તો સરગવાની ખેતી પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સીક્રેટ રેસિપીમાં સરગવો સામેલ છે. સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક પણ કહેવામાં આવે છે. સરગવામાં પ્રોટીન, આયરન, બીટા કેરોટીન, અમીનો એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નીશિયમ, વિટામિન A, C, અને B જેવા ઘણા પોષક તત્વા મળી આવે છે. એન્ટીઓક્સિડેન્ટ્સ અને એન્ટીબેક્ટીરિયલ જેવા ગુણોથી ભરપૂર સરગવાનો સરગવાને માત્ર અઠવાડિયામાં ત્રણ દિવસ ખાવામાં આવે તો આ શુગર લેવલને ઘણી હદ સુધી કંટ્રોલ કરી દે છે. મિનરલ્સથી ભરપૂર સરગવાની ખેતી કરી તમે સારી કમાણી પણ કરી શકો છો. એક એકરમાં સરેરાશ 50 હજાર રૂપિયાની લાગત આવે છે અને વર્ષના તેના થકી લાખો રૂપિયા કમાઈ શકો છો.
મેડિસિનલ ક્રોપની ઘણી ડિમાન્ડ
ઓછી લાગતમાં તૈયાર થનારી આ ખેતીની ખાસિયત એ છે કે, સરગવાની એક વખત વાવણી કર્યા બાદ 4 વર્ષ સુધી રોપણી કરવી પડી નથી. આ ઔષધીય પ્લાન્ટની ખેતીની સાથએ તેની માર્કેટિંગ અને નિર્યાત પણ કરવુ સરળ થઈ ગયુ છે. ભારત જ નહી આખી દુનિયામાં સાચી રીતથી ઉગાડવામાં આવેલી મેડિસિનલ ક્રોપની ઘણી ડિમાન્ડ રહે છે.
એક ઝાડ 10 વર્ષ સુધી આપે છે ઉત્પાદન
શબલા સેવા સંસ્થાનના સંસ્થાપક અવિનાશ કુમારનું કહેવુ છે કે, સરગવો ગરમીવાળા વિસ્તારમાં સરળતાથી ઉગી જાય છે. તેને વધારે પાણીની જરૂરિયાત રહેતી નથી. શરદીવાળા વિસ્તારમાં તેની ખેતી ખૂબ જ પ્રોફિટેબલ થઈ શકતી નથી. કારણ કે, તેનુ ફૂલ ખીલવા માટે 25 થી 30 ડિગ્રી તાપમાનની જરૂરિયાત હોય છે.
આ સૂકી બુલઈ અથવા ચિકની બલુઈ માટીમાં સારી રીતે ફળે-ફુલે છે. પહેલા વર્ષ બાદમાં બે વખત ઉત્પાદન થાય છે અને સામાન્ય રીતે એક ઝાડ 10 વર્ષ સુધી સારુ ઉત્પાદન કરે છે. તેના પ્રમુખ કિસ્મે છે- કોયમ્બટૂર 2, રોહિત 1, પી.કે.એમ 1 અને પી.કે.એમ 2.
કેટલી થશે કમાણી
અવિનાશના મત પ્રમાણે એક એકરમાં લગભગ 1,200 પ્લાન્ટ લગાવી શકાય છે. તેના પ્લાન્ટ લગાવવા પર લગભગ 50 હજાર રૂપિયા આવશે. સરગવાની માત્ર પાંદડાઓ વેચીને તમે વર્ષના 60 હજાર રૂપિયા સુધી કમાણી શકે છે. તો સરગવાનું ઉત્પાદન કરવા પર તમે વર્ષના 1 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરી શકે છે.
સરગવાનું લગભગ દરેક ભાગ ખાવા લાયક છે. તેના પાંદડાઓને પણ તમે સલાડ તરીકે ખાઈ શકો છો. સરગવાના પાંદડા, ફૂલ અને ફળ પણ ઘણા પોષક તત્વ હોય છે. તેમાં ઔષધીય ગુણ પણ હોય છે. તેના બી તેલમાંથી પણ નીકળે છે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ