મોબાઈલ રેડિએશન કઈ રીતે મપાય છે ? SAR ની વેલ્યુ ભારતમાં કેટલી હોવી જોઈએ.

SAR વેલ્યુ એટલે શું? – જાણો સરળ શબ્દોમાં SAR મૂલ્યથી સંબંધિત સંપૂર્ણ માહિતી !
SAR વેલ્યુ જે દિવસ થી લઈને રાતે સૂવા સુધી આપણી સાથે જોડાયેલ છે, એટલે કે આપણે તેનાથી ૨૪ કલાક ઘેરાયેલા રહીએ છીએ, પરંતુ તો પણ તેને આપણે અવગણીએ છીએ.
પરંતુ જો તમે તેના વિશે અજાણ છો, તો પછી તમે તમારા સ્વાસ્થ્યને પણ જોખમમાં મુકી રહ્યા છો, તેથી જાણો કે સત્ય શુ છે.
SAR વેલ્યુ શું છે:
SAR નું પુરુ નામ “Specific Absorption Rate” છે.
SAR વેલ્યુનો અર્થ રેટિયશન(Radiation) કિરણો થાય છે જેને આપણે જોઇ શકતા નથી અને ના તો તેને આપણે અનુભવી શકીએ છીએ, પરંતુ આ રેટિયશન(Radiation) કિરણો માનવી અને અન્ય જીવો માટે ખૂબ નુકસાનકારક થઈ શકે છે.
જોકે SAR વેલ્યુ કિરણો ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે, પરંતુ આ બધામાં મોટાભાગના રેડિયેશન મોબાઇલમાં હોય છે, જે સીધો ટાવર અને સેટેલાઇટથી જોડાયેલ હોય છે.
જો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો રેડિએશન લેવલ વધારે હોય છે તે વસ્તુ તમારા મગજ અને શરીરને નુકસાન પહોંચાડી શકે છે, એટલા માટે મોબાઇલનું SAR મૂલ્ય જેટલુ ઓછું, એટલુ જોખમ ઓછું.
SAR વેલ્યુને ૨ ભાગોમાં વહેંચવામાં આવ્યુ છે. પહેલા માથું (Head) અને બીજો ભાગ શરીર (Body) , એટલે કે તમે જ્યારે ફોન પર કોઈની સાથે વાત કરો છો, તો તમારું માથું નજીક છે, તે માટેનું અલગ SAR મૂલ્ય નક્કિ કરવામાં આવ્યું છે અને જ્યારે તમે ફોન તમારા ખિસ્સા અથવા હાથમાં રાખો છો, તો તેના માટે અલગ SAR વેલ્યુ નક્કિ થયેલ છે.
મોબાઇલ રેડિયેશન કેટલું હોવું જોઈએ.?
શું તમે જાણો છો કે SAR વેલ્યુ કેટલુ હોવુ જોઇએ
SAR વેલ્યુ માટે અલગ અલગ દેશોએ જુદી જુદી મર્યાદાઓ નિર્ધારિત કરી છે, એટલે કે જો કોઈ કંપનીના મોબાઇલની SAR વેલ્યુ નક્કિ કરેલ ચોક્કસ મર્યાદાથી વધુ હોય તો તે બજારમાં વેચી શકતી નથી. ભારત અને અમેરિકાનું SAR મૂલ્ય એકદમ સરખુ છે.
SAR વેલ્યુ ભારતમાં – ૧ કિગ્રા = ૧.૬ વોટ / કેજી જેનો અર્થ છે તમારી ૧ કિલો ટીશ્યુ, ૧.૬ વોટ પાવર શોષી શકે છે. એટલે આટલુ SAR મૂલ્ય ભારતમાં હોવું જોઈએ.
SAR વેલ્યુ કેવી રીતે ચેક કરવું. 
મોબાઇલ રેડિયેશન કેવી રીતે તપાસવું
SAR વેલ્યુ તપાસવા માટે, તમારે તમારા મોબાઇલમાં SAR વેલ્યુ કોડ * # ૦૭ # ડાયલ કરવાનો રહશે. SAR વેલ્યુ કોડ ડાયલ કર્યા પછી, SAR વેલ્યુ તમારી સ્ક્રીન પર દેખાશે. જો તમારા મોબાઇલની SAR વેલ્યુ ૧.૬ વોટ દીઠ કિલોગ્રામ છે, તો તે સલામત SAR વેલ્યુ છે અને જો આવું નથી, તો તમે જલ્દીથી તમારા મોબાઇલને બદલી નાખો. કારણ કે તે સામાન્ય SAR મૂલ્ય નથી.
મોબાઇલ રેડિયેશન ના ગેરલાભ:
તેથી, જાણો મોબાઇલ રેડિયેશનથી થતા ગેરફાયદાઓ વિશે.
⦁ મોબાઇલ રેડિયેશનને કારણે દરેક વ્યક્તિને માત્ર નુકસાન ને નુકસાન છે. મોબાઇલ રેટિયશન(Radiation) થી કેન્સર, મગજની ગાંઠ થવાની પણ સંભાવના છે.
⦁ આપણે બધા જાણીએ છીએ કે ૭૦ ટકા પાણી આપણા શરીરમાં અને મગજમાં ૯૦ ટકા પાણી જોવા મળે છે અને આ જ પાણી આપણા શરીર માંથી રેડિયેશનને કારણે શોષાય જાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબીત થાય છે.
⦁ જો તમારા મોબાઇલનો SAR વેલ્યુ ઉપર દર્શાવેલ સલામત SAR વેલ્યુ કરતા વધારે હોય, તો તમને જણાવી દઈએ કે તેવા મોબાઇલનો વધુ ઉપયોગ કરવાથી તમે કેન્સર જેવા મોટા અને ગંભીર બિમારી પણ ભોગ થઈ શકે છે.
⦁ દરરોજ દિવસમાં અડધો કલાક અથવા વધુ સમય માટે જો તમે આ મોબાઇલનો ઉપયોગ કરો છો, તો ૮-૧૦ વર્ષમાં મગજની ગાંઠ થવાની સંભાવના ૨૦૦-૪૦૦ ટકા વધી શકે છે.
⦁ માથાનો દુખાવો, સતત થાકની અનુભવવુ, ચક્કર આવવા, હતાશામાં રહેવું, શ્રવણશક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે, યાદશક્તિમાં ઘટાડો વગેરે જેવી ફરિયાદો પણ આ રોગને કારણે થાય છે.
તો મોબાઈલ રેડિએશનને કારણે આવા કેટલાક નુકસાન થાય છે જે આપણું મૃત્યુનું કારણ પણ બની શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube