સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે કંગના રનૌત અને શિવસેના સાંસદ સંજય રાઉત વચ્ચે શાબ્દિક જંગ ચાલુ છે. આ વચ્ચે શિવસેનાના મુખપત્ર સામનાએ ફરી એકવાર કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. સામનાએ કંગનાના નિવેદનને મુંબા દેવી સાથે જોડી દીધું છે. સામનાના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈ મુંબા દેવીનો જ પ્રસાદ છે, આ મુંબઈ માટે 106 મરાઠી લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું.
આ ઉપરાંત સામનામાં છપાયેલા આજના લેખમાં લખાયું છે કે, હિંદુત્વ અને સંસ્કૃતનો ધર્મ અને 106 શહીદોના ત્યાગનું અપમાન કરવામાં આવ્યું છે અને આવું અપમાન કરીને છત્રપતિ શિવરાજના મહારાષ્ટ્રપ ર નશાની પિચકારી ફેંકનાર વ્યક્તિને કેન્દ્ર સરકાર વિશેષ સુરક્ષા આપીને સન્માન આપી રહી છે, રાજનીતિક એન્જડાને સામે લાવવા માટે દેશદ્રોહી પત્રકાર અને સોપારીબાજ કલાકારોના રાજદ્રોહનું સમર્થન કરવું પણ ‘હરામખોરી’ જ છે.
આ ઉપરાંત સંજય રાઉતે કંગનાને મળેલી Y પ્લસ સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. સામનામાં લખાયું કે મહારાષ્ટ્રની 11 કરોડ મરાઠી જનતા અને મુંબઈનું અપમાન દેશદ્રોહ જેવો અપરાધ લાગે છે, પણ જ્યારે આવો અપરાધ કરનાર લોકોની સાથે રાષ્ટ્રભક્ત મોદી સરકારનું ગૃહ મંત્રાલય સુરક્ષા કવચ આપીને ઉભું રહે છે, ત્યારે અમારા 106 શહીદ સ્વર્ગમાં આસૂં વહાવી રહ્યા હશે.
આ લેખમાં લખાયું કે, અમદાવાદ, ગુરુગ્રામ, લખનઉ, વારાણસી, રાંચી, હૈદરાબાદ, બેંગ્લુરુ અને ભોપાલ જેવા શહેરો અંગે જો કોઈ અપમાનજનક નિવેદન આપે તો શું કેન્દ્ર સરકાર તેને આ રીતે જ વાઈ પ્લસની સુરક્ષા આપતી?
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.