મુંબઈઃ સલમાન ખાનની બહેન અર્પિતાએ શનિવારે ભગવાન ગણેશની સ્થાપના કરી હતી. રવિવારે એર્પિતાએ ગણેશ વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે સલમાન ખાન પણ સામેલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગણેશ વિસર્જન સમયે સલમાન ખાને ચહેરા પર માસ્ક પહેર્યું હતું, પણ તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. ત્યાં સુધી કે, સલમાન ખાન ઇશારામાં કંઈક કહેતો પણ હતો. સલમાન ખાન સાથે તેમના બૉડીગાર્ડ શેરા અને કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વન્તૂર પણ હતી. આ દરમિયાન સલમાન ખાનની સાથે કેટલાક ફૅમિલી મેમ્બર પણ હતાં. જોકે, પછી જ્યારે સલમાન ખાનનો ગુસ્સો શાંત થયો ત્યારે તેમણે તેમના મોબાઇલમાંથી ફોટો ક્લિક કર્યો હતો.

સલમાન ખાન ગણપતિ વિસર્જન દરમિયાન અચાનક કોઈ વાતને લીધે ગુસ્સે થયો હતો.

સલમાન તેના બૉડીગાર્ડ શેરા અને ત્યાં હાજર બીજા લોકોને ઇશારામાં કંઈક કહેતો હતો.

થોડીવાર માટે સલમાને તેના ચહેરા પરથી માસ્ક પણ હટાવ્યું, જોકે, પછી થોડીવાર બાદ પહેરી પણ લીધું.

યૂલિયા વન્તૂર અને બૉડીગાર્ડ શેરા સાથે કારમાં સલમાન ખાન.

સલમાન ખાન ઇશારામાં ગુસ્સો જાહેર કરતો હતો.

કોરોના મહામારી દરમિયાન પહેલીવાર સલમાન માસ્ક પહેરેલો જોવા મળ્યો હતો.

જ્યારે સલમાનનો ગુસ્સો શાંત થયો ત્યારે તેણે તેના મોબાઇલમાંથી કેટલાંક ફોટો ક્લિક કર્યાં હતાં.

ગણપતિ વિસર્જનમાં અરબાજના દીકરા અરહાન સાથે વલુશ્વા ડિસૂજા પણ આવી હતી.

ગણપતિ વિસર્જન દરમિયાન ડેઝી શાહ સાથે સલમાન ખાનના બનેવી આયુષ શર્મા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube