માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ દુનિયાના મહાન બેટ્સમેનોમાં શામેલ છે. પરંતુ ઘણી એવી વસ્તુઓ પણ છે જે સચિન પણ તેમના કરિયરમાં મેળવી શક્યા નથી. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે તાજેતરમાં સચિન તેંડુલકરને લઈ મોટું નિવેદન આપ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ કપિલ દેવે કહ્યું કે સચિન નિર્દય બેટ્સમેન નહોતા. તે સદીને 200 અથવા 300માં બદલી શકતા નહોતા. આપને જણાવી દઈએ કે સચિન તેંડુલકરનું નામ માર્વેન અટ્ટાપટ્ટૂ, વીરેન્દ્ર સહેવાગ, જાવેદ મિયાંદાદ, યૂનિસ ખાન અને રિકી પોન્ટિંગની જેમ ટેસ્ટ ક્રિકેટમાં 6 બેવડી સદી ફટકારવામાં સામેલ છે. સર ડોન બ્રેડમેન આ લિસ્ટમાં સૌથી ઉપર છે જેમના નામે 12 બેવડી સદી છે.

સચિનને લઈ કપિલ દેવનું મોટું નિવેદન:

રિપોર્ટ મુજબ કપિલ દેવે કહ્યું કે,‘સચિન પાસે જેટલી પ્રતિભા હતી એટલી મે કોઈમાં જોઈ નથી. તેઓ જાણતા હતા કે સદી કેવી રીતે ફટકારવી છે. પરંતુ તે ક્યારે નિષ્ઠુર બેટ્સમેન ન બન્યા. તેઓ સદી બાદ હળવું વલણ અપનાવતા હતા અને ફાસ્ટ રમવાની જગ્યાએ ‘સિંગલ’ લેવાનું શરૂ કરતા. સચિન પાસે ક્રિકેટમાં બધુ હતુ. પરંતુ સદીને બેવડી સદી અથવા તો ટ્રિપલ સેન્ચુરીમાં તેઓ પરિવર્તિત નહોતા કરી શકતા.’

રિપોર્ટ મુજબ કપિલ દેવને લાગે છે કે સચિનના નામે ઓછામાં ઓછી 3 ટ્રિપલ સેન્ચુરી અને 10 ડબલ સેન્ચુરી હોવી જોઈતી હતી. કારણ કે તે ફાસ્ટ બોલર અને સ્પિનર બંનેને દરેક ઓવરમાં ચોગ્ગો ફટકારતા હતા. આપને જણાવી દઈએ કે ભારત માટે સચિને 200 ટેસ્ટ મેચ રમી જેમાં 53.78ની સરેરાશથી 15,921 રન બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારનાર સચિને પહેલી બેવડી સદી ફટકારવામાં 10 વર્ષ લીધા. અમદાવાદમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 217 રન બનાવી પહેલી બેવડી સદી ફટકારી હતી.

વિરાટ કોહલીના નામે 7 બેવડી સદી:

હાલની વાત કરીએ તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે 7 બેવડી સદી છે. તે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. જ્યારે ટ્રિપલ સેન્ચુરીની વાત કરીએ તો ભારતના માત્ર 2 બેટ્સમેન છે જેમને આ સિદ્ધિ મેળવી છે. વીરેન્દ્ર સહેવાગે બે વાર અને કરુણ નાયરે એક વાર ટ્રિપલ સેન્ચુરી બનાવી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube