સુશાંત કેસના તાર ‘ડ્રગ્સ’ સાથે જોડાતા જ બોલીવુડમાં હાહાકાર મચી ગયો છે. ડ્રગ્સ કાંડમાં આજ સુધીમાં બોલિવૂડની 7 મોટી અભિનેત્રીઓનાં નામ બહાર આવ્યાં છે. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર અને રકુલ પ્રીત સિંહ બાદ હવે દિયા મિર્ઝાનું નામ પણ બહાર આવ્યું છે. આજે અમે તમને તેમના વિશે જ અમુક વાતો જાણવા જઈ રહ્યા છીએ.

દિયા મિર્ઝા


છેલ્લા કેટલાક દિવસોમા માહિતી મળી હતી કે દીયા મિર્ઝા પણ NCBના રડારમાં આવી ચુકી છે. NCB સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સના સપ્લાયર અનુજ કેશવાણી અને અંકુશની પૂછપરછ બાદ હવે દિયા મિર્ઝાનું નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ડ્રગ્સને તેની મેનેજર તેના સુધી પહોંચાડતી હતી. એ વાત પણ સામે આવી છે કે અભિનેત્રીની મેનેજર આ ડ્રગ્સ પેડલર અનુજની ગર્લફ્રેન્ડ છે. પરંતુ દીયા મિર્ઝાએ આ દરેક આરોપોને ખોટા ગણાવ્યા છે. દીયાએ પોતાનો પક્ષ મુકતા કહ્યું કે તેણે જીવનમાં ક્યારેય ડ્રગ્સ લીધા નથી. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે કોર્ટની પ્રક્રિયા દ્વારા આ જંગ લડવા માટે તૈયાર છે.

દીપિકા પાદુકોણ


જ્યારથી ડ્રગ્સ કાંડમાં બોલિવૂડની શાન દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યું છે ત્યારથી બોલિવૂડમાં હડકંપ મચી ગયો છે. અમુક સમય પહેલા જ દીપિકાની વોટ્સએપ ચેટ સામે આવી હતી, જેમાં તે તેની મેનેજર કરિશ્મા પ્રકાશ પાસેથી ‘માલ’ માંગી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીબી ટૂંક સમયમાં જ દીપિકાને ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે.

નમ્રતા શિરોડકર


જયા સાહાની ચેટ બહાર આવતા જ નમ્રતા શિરોડકરનું નામ પણ સામે આવ્યું છે. જયાની ચેટમાં જે N તરીકે નામ સેવ છે તે નમ્રતાનું માનવામાં આવે છે. ચેટથી સ્પષ્ટ થાય છે કે નમ્રતા જયા સાહા પાસેથી MD માગવી રહી છે અને સાથે પાર્ટી કરવાની વાત પણ કરી રહી છે.

શ્રદ્ધા કપૂર


NCB જેમ-જેમ તેની તપાસમાં આગળ વધી રહ્યું છે, તેમ-તેમ શાંત દેખાતા ચહેરાઓ પણ આ કેસમાં ફસાઈ રહ્યા છે. એક નામ શ્રદ્ધા કપૂરનું પણ છે. રિયા ચક્રવર્તીએ આ ડ્રગ પાર્ટીની લિસ્ટમાં સુશાંત સાથે શ્રાદ્ધનું નામ પણ જણાવ્યું હતું. ધ્યાન આપવા જેવી વાત એ છે કે, અમુક સમય પહેલા એક બોટમેને પણ પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે સુશાંત અનેક વખત લોનાવાલાના વાળા ફાર્મ હાઉસમાં આવતા હતા અને પવાના લેકના એક ટાપુ પર તેના મિત્રો સાથે બોટમાં આવતા હતા અને તે પાર્ટી કરતા હતા. સુશાંત અને શ્રદ્ધાએ ફિલ્મ ‘છિછોરે’ માં સાથે કામ કર્યું છે. આ સિવાય જયા સાહાના વોટ્સએપ ચેટમાં પણ આ વાતનો ખુલાસો થયો છે કે શ્રદ્ધા તેની પાસેથી CBDઓઇલ મંગાવતી હતી.

રકૂલ પ્રીત સિંહ


રકુલ પ્રીત સિંહનું નામ NCB સામે રિયા ચક્રવર્તીએ લીધું હતું. તમને જણાવી દઈએ કે રકુલ રિયા ચક્રવર્તીની ખૂબ જ સારી ફ્રેન્ડ રહી ચુકી છે. બંનેને અનેક વખત સાથે જોવામાં આવ્યા છે. ડ્રગ્સના કેસમાં નામ સામે આવ્યા બાદ રકુલે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરી હતી, જેમાં તેણે મીડિયા ટ્રાયલ બંધ કરવાની માંગ કરી હતી.

સારા અલી ખાન


સારા અલી ખાનનું નામ પણ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું. તમારી જાણ માટે કે સારાનું નામ ખુદ રિયાએ NCBને આપ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ખુદ રિયાએ પૂછપરછ દરમિયાન આ વાત કાબુલી હતી કે સારા સુશાંતના ફાર્મહાઉસમાં ડ્રગ્સ પાર્ટીમાં હાજર હતી. રિયાએ એમ પણ કહ્યું કે ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન તે બને સંપર્કમાં આવ્યા હતા.

રિયા ચક્રવર્તી


સુશાંત કેસમાં ડ્રગનું એન્ગલ સામે આવ્યા બાદ એનસીબી રિયા ચક્રવર્તી સુધી પહોંચી હતી. રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીના મોબાઈલ ફોનના ડિલીટ થયેલા મેસેજીસને રિસ્ટોર કર્યા બાદ, એનસીબી સામે વોટ્સએપ ચેટ્સનો ખુલાસો થયો હતો, જેમાં રિયાનો ડ્રગ્સનો પર્દાફાશ થયો હતો. રિયા ચક્રવર્તી આ કેસમાં જેલમાં પણ જઈ આવી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube