- વૈશ્વિક બજારમાં સોનું 1870 અંદર છતાં ડોલર સામે રૂપિયો તૂટતા ઘટાડાને બ્રેક
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ચાર દિવસીય ટ્રેડિંગ સેશનમાં 56 પૈસા તૂટ્યો છે. રૂપિયો સપ્તાહમાં 74.70ની સપાટી ઉપર બંધ આપશે તો આગામી ટુંકાગાળામાં 75ની સપાટી ગુમાવી 75.30-75.70 સુધી જઇ શકે છે. સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં ઘટાડાનો મુખ્ય આધાર રૂપિયા પર નિર્ભર રહ્યો છે. રૂપિયો મજબૂત બને અને વૈશ્વિક બજારો તૂટે તો જ સ્થાનિકમાં ભાવ ઝડપી ઘટી શકે છે. નવી દિલ્હીમાં સોનું ઘટી 50057 અને ચાંદી 62037 પહોંચી હતી.
સોના-ચાંદીના વાયદાઓમાં કુલ 110757 સોદાઓમાં રૂ.6૩75.૩6 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50૩15 ખૂલી, ઊપરમાં રૂ.5047૩ અને નીચામાં રૂ.50217 ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.2૩2 વધીને રૂ.50401 બંધ રહ્યો હતો. ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.62767 ખૂલી, ઊપરમાં રૂ.62947 અને નીચામાં રૂ.62145 ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.292 વધીને રૂ.628૩૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.298 વધીને રૂ.628૩0 અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.62826 બંધ રહ્યા હતા.
વાર્ષિક ધોરણે સોનામાં 32 ટકાનું રિટર્ન
ધનતેરસ ટુ ધનતેરસ સોનામાં વાર્ષિક ધોરણે રોકાણકારોને 32 ટકાથી વધુનું રિટર્ન છૂટ્યું છે. ગતવર્ષે આ સમયમાં અમદાવાદ ખાતે સોનું 39500 હતું જે અત્યારે વધીને 52500 ક્વોટ થઇ રહ્યું છે. બૂલિયન એનાલિસ્ટોના મતે આગામી વર્ષે સોનું વધી 60000ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. જ્યારે ચાંદીમાં પણ 40 ટકા સુધી રિટર્ન મળ્યું છે. ચાંદી અત્યારે 63500 ક્વોટ થઇ રહી છે જે આગામી વર્ષે 87000 સુધી પહોંચે તેવા સંકેતો છે. સોનાની તુલનાએ ચાંદીમાં આગામી વર્ષે પણ રોકાણકારોને સર્વોત્તમ રિટર્નનો આશાવાદ છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.