રૂલ લેવલમાં સતત વધારો થતાં ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર પાણી રિલીઝ કરાયુ

સુરત : રાજ્યમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ (Heavy rain)ને કારણે ઉકાઈ ડેમ (Ukai Dam)ની સપાટી ભયજનક સ્થિતિએ પહોંચતા ઉકાઈ ડેમમાંથી 1 લાખ 55 હજાર ક્યુસેક પાણી રીલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. પહેલા ઉકાઈ ડેમ ઓથોરિટી (Ukai Dam Authority)એ 1 લાખ 30 હજાર ક્યુસેક પાણી રિલીઝ (Cusec water release) કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે. સવારે 9.15 વાગ્યાથી ઉકાઈ ડેમમાંથી તબક્કા વાર પાણી રિલીઝ કરવામાં આવ્યુ હતુ. સવારે 6 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 335.46 ફૂટ સુધી પહોંચી હતી. ત્યાર બાદ સવારે 8 વાગ્યે 335.53 ફૂટ સૂધી પહોંચી હતી. છેલ્લા બે દિવસમાં વરસાદે ફરી વાર ધમાકેદાર બેટિંગ કરી જેના લીધે શનિવારે ઉકાઈ ડેમમાં 38 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી જેની સામે ઉકાઈ ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડાયુ હતુ.

રૂલ લેવલમાં સતત વધારો થતાં ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર પાણી રિલીઝ કરાયુ

ઉકાઈ ડેમનો રૂલ લેવલ (Rule level)નાં સપાટીને વટાવી ચૂક્યો છે, હાલ રૂલ લેવલ 335.53 ફૂટની સપાટીએ છે. શુક્રવારે ઉપરવાસમાં આવેલા 21 રેઈન ગેજ સ્ટેશન (Rain gauge station) મળી કુલ 395 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. અને શનિવારે સાંજે ઉકાઈ માંથી 70 હજાર ક્યુસેક પાણી છોડાયુ હતુ. હથનુર ડેમ (Hathnur Dam) માંથી શનિવારે 39 હજાર ક્યુસેક પાણી છોડાયું હતુ. હથનુર ડેમની સપાટી 210.84 મીટર નોંધાઈ હતી. ઉપરવાસમાં પડેલા વરસાદ અને કેચમેન્ટ વિસ્તાર (Catchment area)માં પડેલા વરસાદની અસર ચોવીસ કલાક પછી ફરી શરૂ થતાં ડેમમાં પાણીની આવક થતાં 1 લાખ 55 હજાર ક્યુસેક પામી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવ્યુ હતું.

રૂલ લેવલમાં સતત વધારો થતાં ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર પાણી રિલીઝ કરાયુ

તે સિવાય સરદાર સરોવર ડેમમાં પણ વરસાદનાં કારણે પાણીની આવક થઈ છે અને તેની જળસપાટી 131.04 ફૂટ સુધી 131 ફૂટ સુધી પહોંચી છે. સરદાર સરોવરમાંથી 8.13 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે જેનાં કારણે તેનાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યુ છે તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેનાર તમામ લોકોને ત્યાંથી ખસેડવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 217 તાલુકમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ઘણાં જિલ્લાઓમાં ઝરમર વરસાદ તો ઘણાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતમાં પણ શનિવારે આખો દિવસ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી તથા સાંજે ચાર વાગ્યા બાદ ઝરમર વરસાદ થયો છે. તે સિવાય પલસાણામાં 5 ઇંચ, નવસારીમાં (ગણદેવી) 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. 16 તાલુકાઓમાં 4 ઇંચ અને 38 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube